દુનિયાભારમાં દર વર્ષે લિવરની બીમારીના દર્દી વધી રહ્યા છે. ખાનપાનની ખોટી આદતો તેનું સૌથી મોટુ કારણ છે. મોટાભાગના લોકોનું માનવું છે કે લિવર ડિસિઝ મોટી ઉંમરમાં જ થાય છે પણ એવુ નથી. બાળકોને પણ આ સમસ્યા થઈ શકે છે. બાળકોમાં જંક ફૂડ ખાવાની વધતી આદતના કારણે તેમને પણ લિવર ડિસિઝ થવાનો ખતરો વધી ગયો છે. બાળકોમાં લિવર ડિસિઝની શરૂઆત લિવર ઈન્ફેક્શનથી થાય છે.
ડોક્ટર જણાવે છે કે લિવર ડિસિઝ થવાના ઘણા જેનેટિક કારણ પણ હોય છે. લિવરમાં એલ્ફા 1 પ્રોટીનના કારણે લિવર ડિસિઝ થાય છે. તે સિવાય નબળી ઈમ્યૂન સિસ્ટમ અને હેપેટાઈટિસ એ અને બીના કારણે પણ લિવર ડિસિઝ થવાનો ખતરો રહે છે. બાળકોમાં લિવરની બીમારી થવા પર સૌથી પહેલા કમળો થાય છે. તેનાથી તેમની સ્કીન અને નખનો રંગ પીળો પડવા લાગે છે. જો કે લિવર ડિસિઝના લક્ષણોની સમયસર ઓળખ કરવાથી બીમારીની સરળતાથી સારવાર થઈ શકે છે.
આ પણ વાંચો: ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ… તમારી આંખો માટે શું વધારે સારું ? જાણો શું કહે છે નિષ્ણાંતો
પેટમાં દુખાવો થવાની સમસ્યાને લોકો સામાન્ય સમસ્યા માનીને નજરઅંદાજ કરે છે પણ આ ના કરવું જોઈએ. જો બાળકોને સતત પેટમાં દુખાવાની ફરિયાદ હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જો બાળકનો મળ પીળો આવે અને આ સમસ્યા સતત ચાલુ રહે તો હોસ્પિટલમાં જઈને સારવાર કરાવો. આ બાબતમાં બેદરકાર ન રહો.
સ્કીન પીળી પડવી લિવર ડિસિઝનો એક મોટો સંકેત હોય છે. તેને બિલકુલ પણ નજરઅંદાજ ના કરવો જોઈએ.
જો બાળકને ભૂખ લાગવાની ઓછી થઈ ગઈ હોય તો આ લિવર ડિસિઝનો જ સંકેત છે. ભૂખ ઓછી લાગવાથી બાળકનું વજન પણ ઓછુ થઈ રહ્યું છે તો આ ચિંતાનું કારણ છે.