શું તમે જાણો છો સલાડના પાન એટલે કે લેટ્યૂસના આટલા બધા ફાયદા છે ?

પરંતુ જયારે સલાડનું નામ આવે છે ત્યારે લેટ્યૂસ (Lettuce) ક્યારેક જ કોઈ સલાડમાં નજરે આવે છે. રેસ્ટોરન્ટમાં લંચ અને ડિનરમાં કયારેક જ નજરે આવે છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 17:23 PM, 30 Mar 2021
શું તમે જાણો છો સલાડના પાન એટલે કે લેટ્યૂસના આટલા બધા ફાયદા છે ?
લેટ્યૂસના ફાયદા

સલાડ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણા લોકો સલાડનું સેવન કરે છે. સામાન્ય રીતે આપણે સલાડમાં કાકડી, મૂળા, ગાજર, બીટ અને ટમેટા ખાતા હોય છે. પરંતુ જયારે સલાડનું નામ આવે છે ત્યારે લેટ્યૂસ (Lettuce) ક્યારેક જ કોઈ સલાડમાં નજરે આવે છે. રેસ્ટોરન્ટમાં લંચ અને ડિનરમાં કયારેક જ નજરે આવે છે. જેનું સેવન બહુ જ ઓછા લોકો કરે છે. જયારે સલાડમાં સામેલ બધા શાકભાજીની સરખામણીએ વધુ ફાયદેમંદ છે. જો તમે પણ સલાડ ખાવાનું પસંદ કરો છો તો ત્યારે બાકી શાકભાજી સાથે લેટ્યૂસનું અચૂક સેવન કરો. લેટ્યૂસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આવો જાણીએ તેના ફાયદા.

હાડકાને મજબૂત કરે છે
હાડકાંને મજબૂત બનાવવા માટે લેટ્યૂસ મદદરૂપ છે. લેટ્યૂસમાં ઘણા વિટામિન કે, એ અને સી હોય છે. જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

ડાયાબિટીસ માટે છે ફાયદેમંદ
સલાડના પાન એટલે કે લેટ્યૂસનું સેવન કરવાથી ડાયાબિટીસની સમસ્યા ઓછી થાય છે. આ પાનથી લૈકટુકસૈનીથ નામનું તત્વ હોય છે જેમાં એન્ટી ડાયાબિટીકે ગુણ હોય છે. આ બ્લડ શુગરની માત્રાને ઓછું કરવામાં મદદ કરે છે.
લોહી વધારે છે

વજન ઓછું કરવામાં મદદરૂપ
લેટ્યૂસ વજન ઓછું કરવામાં મદદ કરે છે. લોકોને સલાડ ખાવાનું પસંદ કરે છે. સલાડમાં લેટ્યૂસના પાન સામેલ કરવાથી વજન ઘટાડવામાં બાકી શાકભાજી કરતા વધુ ફાયદેમંદ છે. લેટ્યૂસમાં કેલેરી ઓછી હોય છે અને પોષક તત્વ પણ વધુ છે. સલાડમાં લેટ્યૂસને જરૂર સામેલ કરો.

સારી ઊંઘ માટે છે ફાયદાકારક
જે લોકોને અનિંદ્રાની સમસ્યા છે તો લેટ્યૂસના પાનનું અચૂક સેવન કરો. સલાડના પાન એટલે કે લેટ્યૂસમાં પેટોબાર્બિટલ ગુણ હોય છે. જે તણાવને દૂર કરવામાં મદદરૂપ થાય છે. લેટ્યૂસનું સેવન કરવાથી તમને સારી ઊંઘ આવવામાં મદદ કરશે.

લોહીની કમી દૂર કરે છે 
શરીરમાં લોહીની કમી દૂર કરવા માટે સલાડના પાન અથવા લેટ્યૂસનું સેવન કરી શકાય છે. આ પાંદડાઓમાં ફોલેટ જોવા મળે છે જે લોહીમાં આયર્નની માત્રા વધારે છે. એનાથી એનિમિયાથી બચી શકાય છે.

ઇમ્યુનીટી વધારે
ઇમ્યુનીટી વધારવા માટે લેટ્યૂસનું ઉપયોગ પણ કરી શકાય છે. તેમાં વિટામિન સી ભરપૂર હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જે રોગો થવાનું જોખમ ઘટાડે છે.

શરીરને હાઈડ્રેટ રાખવામાં છે મદદરૂપ
ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણીની વધારે જરૂર હોય છે. આ સ્થિતિમાં જો લેટ્યૂસનું સેવન બપોરના ભોજન અથવા રાત્રિભોજન સાથે કરવામાં આવે તો તે શરીરમાં પાણીનો અભાવ ઘટાડે છે અને શરીરમાં ભેજ જાળવી રાખે છે.

માંસપેશીઓ અને મેટાબોલિઝ્મને મજબૂત કરે
લેટ્યૂસ ખાવાથી માંસપેશીઓ અને મેટાબોલિઝ્મ મજબૂત હોય છે. જેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. જે માંસપેશીઓને મજબૂત કરે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)