AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunbathing Benefits: ફોરેનર્સ કેમ લે છે સનબાથ? જાણો શું છે ફાયદા

Sunbathing Benefits: તડકામાં (Sunbathing Benefits) રહેવાથી પણ તમારા હાડકાં મજબૂત થાય છે. જ્યારે તમે તડકામાં રહો છો, ત્યારે શરીરને વિટામિન ડી મળે છે, સૂર્યપ્રકાશ તમને ઘણી રીતે ફાયદો કરે છે.

Sunbathing Benefits: ફોરેનર્સ કેમ લે છે સનબાથ? જાણો શું છે ફાયદા
Sunbathing BenefitsImage Credit source: BitGab
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 7:50 PM

Sunbathing Benefits: સૌથી વધુ સનબાથ (Sunbathing Benefits) ફોરેનર્સ લે છે. શિયાળામાં સૌથી બેસ્ટ ટાઈમ હોય છે સનબાથ. કડકડતી ઠંડીમાં સનબાથ લેવું કોને પસંદ ન હોય. પરિવારનો દરેક સભ્ય તડકામાં બેસીને પોતાનો સમય પસાર કરે છે તે અલગ વાત છે. પરંતુ કેટલાક લોકો તડકામાં બેસવાનું ટાળે છે, તેમને લાગે છે કે શિયાળામાં તડકામાં બેસવાથી તેમની ત્વચા કાળી થઈ જશે, તેથી તેઓ તેમનો મોટાભાગનો સમય ઠંડીમાં વિતાવે છે.

તમને જણાવી દઈએ કે જેમ તમારા શરીરને આખો દિવસ ખાવાની જરૂર હોય છે, તેવી જ રીતે તમારા શરીરને સ્વસ્થ અને યોગ્ય રીતે વધવા માટે સૂર્યપ્રકાશની જરૂર હોય છે. સનબાથ લેવાના ઘણા ફાયદા છે, કદાચ તમે આ ફાયદાઓ વિશે જાણતા ન હોવ. તો આજે તમને જણાવી દઈએ કે સનબાથ લેવાના જબરદસ્ત ફાયદા છે.

જાણો સનબાથ લેવાના ફાયદા

  • વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ કદાચ તમે નથી જાણતા કે સનબાથ લેવાથી વિટામિન ડી મળે છે. તેથી જ શરીરને વિટામિન ડી આપવા માટે તમે દિવસમાં પાંચથી પંદર મિનિટ સનબાથ લઈ શકો છો. પરંતુ હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે તમારે તડકામાં બેસતા પહેલા સનસ્ક્રીન અવશ્ય લગાવું જોઈએ. જો તમે તમારા શરીર પર સનસ્ક્રીન લગાવો છો, તો તે તમારી ત્વચાને અસર કરશે નહીં.
  • જો તમે શિયાળામાં સનબાથ લો છો તો તમારા ચહેરા પર પણ ચમક આવે છે. આ સાથે જો તમે શરદી, તાવથી પરેશાન છો તો તે પણ સનબાથ લેવાથી ઠીક થઈ જશે. સનબાથ લેવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત રહે છે, જો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે તો તમે કોઈપણ રોગ સામે લડી શકશો.
  • તડકામાં રહેવાથી તમારા હાડકા મજબૂત બને છે. જ્યારે તમે તડકામાં રહો છો, ત્યારે શરીરને વિટામિન ડી મળે છે, તેથી તે તમને ઘણી રીતે ફાયદો કરે છે. આ જ કારણ છે કે આજે પણ ગામડામાં આપણે વૃદ્ધોને આખો દિવસ તડકામાં બેસી રહેતા જોયા છે. તડકામાં બેસવાથી પણ તમારા હાડકાં મજબૂત થાય છે. બસ હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે તડકામાં વધુ સમય ન વિતાવો, દિવસમાં અડધા કલાકથી વધુ સનબાથ લેવાનું ટાળો.
  • જો તમે એક વાતનું ધ્યાન રાખ્યું છે કે, જ્યારે તમે દુઃખી હો કે ડિપ્રેશનમાં હોવ ત્યારે સનબાથ લેવાથી અલગ રીતે રાહત મળે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તડકામાં રહેવાથી તમારા શરીરમાં સેરોટોનિનનું સ્તર વધે છે, જે તમારા મૂડને સુધારવામાં ઘણી મદદ કરે છે. વૈજ્ઞાનિકોના મતે એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે મૂડ ખરાબ હોય છે ત્યારે બહારનો પ્રકાશ તેને ઠીક કરવામાં ઘણી મદદ કરે છે.
  • જો તમને ખૂબ જ ઠંડી લાગતી હોય તો હીટરની સામે બેસવાને બદલે તડકામાં બેસવાથી તમને જબરદસ્ત ફાયદો થશે. સવારનો સમય સનબાથ લેવા માટે સારો રહેશે. ઘણી વખત લોકો મોર્નિંગ વોક કરે છે, પરંતુ વોક કરતી વખતે જો તમને સૂર્યપ્રકાશ મળે તો સારું રહેશે. એટલા માટે સવારે 8 થી 11 વાગ્યા સુધી બહાર ફરવાનો પ્રયાસ કરો. તે તમારા વજન ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

આ પણ વાંચો: Health Tips: વિટામિન A,B12,C,D,E જ નહીં Vitamin P પણ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક

જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
પર્સમાં ચાવી રાખવાથી શું થાય છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
IPL ક્રિકેટર જોડિયા બાળકોનો પિતા બન્યો, આવો છે પરિવાર
પોટલી માલિશના ફાયદા શું છે?
ક્યારેક આપણને અચાનક કોઈનું નામ કેમ ભુલી જાય છીએ?

તમને જણાવી દઈએ કે ઠંડા વાતાવરણમાં શરીરને ગરમ રાખવું જરૂરી છે. જેથી તમારું શરીર ચાલવામાં અને હલનચલન કરવામાં સફળ રહે. આ સિવાય રૂમમાં સૂવાને બદલે જો તમે તડકામાં સૂશો તો તમને વધુ ઊંઘ આવશે. સારી ઊંઘ તમારા માનસિક તણાવને ઘટાડવામાં ઘણી મદદ કરે છે. એટલા માટે ઠંડા વાતાવરણમાં સનબાથ લેવો જોઈએ. માત્ર એટલું ધ્યાનમાં રાખો કે સનબાથ લેવાનો સમય માત્ર 20 થી 30 મિનિટનો હોવો જોઈએ.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા  નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">