વર્ષ 2021માં ગુગલ પર કોરોના નહીં આ બીમારી વિશે વધુ સર્ચ કરાયુ, જાણો કઇ બીમારી છે આ..

|

Dec 11, 2021 | 6:05 PM

દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્ચ એન્જિન ગૂગલે વર્ષ 2021માં સર્ચ લિસ્ટ બહાર પાડ્યું છે, જેમાં લોકોએ સર્ચ કરેલા પ્રશ્નો જણાવવામાં આવ્યા છે. જે આ મુજબ છે.

વર્ષ 2021માં ગુગલ પર કોરોના નહીં આ બીમારી વિશે વધુ સર્ચ કરાયુ, જાણો કઇ બીમારી છે આ..
Symbolic Photo

Follow us on

અત્યારના સમયમાં મનુષ્યની કોઇપણ જીજ્ઞાષા કે સવાલો ગુગલ સર્ચ એન્જિન (Google search engine) સંતોષે છે. ગુગલમાં સર્ચ કરવાથી તમામ સવાલના જવાબ મળી જાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્ચ એન્જિન ગૂગલે વર્ષ 2021માં સર્ચ લિસ્ટ બહાર પાડ્યું છે, જેમાં લોકોએ સર્ચ કરેલા પ્રશ્નો જણાવવામાં આવ્યા છે. Google Year in Search 2021ની  સર્ચ કરાયેલી યાદીમાં બીમારી(disease) બ્લેક ફંગસ(Black fungus) ટોચ પર છે. ભારતીય લોકોએ 2021માં કોરોના કરતા પણ વધુ બ્લેક ફંગસ સર્ચ કર્યુ છે.

 

વર્ષ 2021માં કોરોનાની બીજી લહેર બાદ બ્લેક ફંગસના કેસ ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવવા લાગ્યા હતા. જેના વિશેની પુરતી જાણકારી કદાચ હજુ પણ ઘણા લોકો પાસે નથી. લોકોએ આ બીમીરી વિશે ગુગલ સર્ચમાં જઇને જાણકારી મેળવી હતી.

તમને ખબર છે બ્લેક ફંગસ શું છે?

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

બ્લેક ફંગસને તબીબી ભાષામાં મ્યુકરમાઇકોસીસ કહે છે. જે એક દુર્લભ પરંતુ ગંભીર રોગ છે. CDC(Centers for Disease Control and Prevention)ના જણાવ્યા અનુસાર, આ ફંગલ ઇન્ફેક્શન mucormycetes નામના મોલ્ડને કારણે થાય છે. જે સમગ્ર પર્યાવરણમાં હાજર છે. પરંતુ, જ્યારે કોઈ ગંભીર બીમારી અથવા દવાઓના કારણે શરીરની રોગુપ્રતિકારક ક્ષમતા નબળી પડી જાય છે, ત્યારે વ્યક્તિ આ ચેપનો શિકાર બને છે. આ મોલ્ડ શ્વાસ દ્વારા સાઇનસ અને ફેફસાં સુધી પહોંચે છે અથવા ચામડીમાં કાપ અથવા ઘા દ્વારા પણ શરીરમાં પ્રવેશી શકે છે.

બ્લેક ફંગસના લક્ષણો શું છે?

CDC અનુસાર કાળી ફૂગના લક્ષણો ફૂગનો ચેપ ક્યાં વિકસી રહ્યો છે તેના પર નિર્ભર કરી શકે છે. જેમ કે જો સાઇનસ અને મગજમાં બ્લેક ફંગસ હોય તો ચહેરાની એક બાજુ પર સોજો, માથાનો દુખાવો, ભરાયેલા નાક અથવા નાકની ઉપર અથવા મોંની નીચે કાળા નિશાન, તાવ જેવા લક્ષણો હોય છે.

જો ફેફસામાં બ્લેક ફંગસ હોય તો તાવ, ઉધરસ, છાતીનો દુખાવો, શ્વાસની તકલીફ જેવા લક્ષણ હોય છે. ત્વચા પર બ્લેક ફંગસ હોય તો ફોલ્લીઓ થવી, ત્વચા પર કાળા નિશાન, લાલાશ, સોજા જેવા લક્ષણો હોય છે. જો પેટમાં બ્લેક ફંગસ હોય તો પેટ દુખાવો, ઉબકા અને ઉલટી અને જઠરાંત્રિય રક્તસ્રાવ જેવા લક્ષણ હોય છે.

બ્લેક ફંગસની સારવાર શું છે

બ્લેક ફંગસ એક ગંભીર બીમારી છે, જેની સારવાર એન્ટી-ફંગલ દવાથી કરવામાં આવે છે. જેના માટે સામાન્ય રીતે એમ્ફોટેરિસિન બી, પોસાકોનાઝોલ અથવા ઇસાવુકોનાઝોલ જેવી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ક્યારેક બ્લેક ફંગસની સારવાર માટે સર્જરીની પણ જરૂર પડે છે. જેમાં ચેપગ્રસ્ત ટિશ્યુને શરીરમાંથી અલગ કરવામાં આવે છે. જેથી તે વધુ ન ફેલાય.

 

આ પણ વાંચોઃ SURAT : શહીદ CDS બિપીન રાવતને શ્રદ્ધાંજલિ અપાઇ, સી.આર.પાટિલ સહિતના ભાજપના મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા

આ પણ વાંચોઃ  દિગ્ગજ ફૂટબોલર Diego Maradonaની ચોરી થયેલી ઘડિયાળ આસામથી જપ્ત, આરોપીની ધરપકડ કરવામાં આવી

Published On - 6:01 pm, Sat, 11 December 21

Next Article