જો Late Night જમવાની હોય આદત તો ચેતી જજો, થઇ શકે છે મોટી તકલીફો

રાત્રી ભોજન માટે હંમેશા કહેવામાં આવે છે કે સમય પર જમી લેવું જોઈએ. પરંતુ આજકાલની લાઈફ સ્ટાઈલ મુજબ અનેકવાર લોકો મોડી રાત્રે ડીનર કરતા હોય છે.

જો Late Night જમવાની હોય આદત તો ચેતી જજો, થઇ શકે છે મોટી તકલીફો
આ ખરાબ આદત છે હાનિકારક

રાત્રી ભોજન માટે હંમેશા કહેવામાં આવે છે કે સમય પર જમી લેવું જોઈએ. પરંતુ આજકાલની લાઈફ સ્ટાઈલ મુજબ અનેકવાર લોકો મોડી રાત્રે ડીનર કરતા હોય છે. પરંતુ તેઓ એ વાતથી અજાણ હોય છે કે આના કારણે ગંભીર બીમારીઓ થઇ શકે છે.

1.વજન વધવું
જો તમે મોડી રાત સુધી જમો છો, તો શક્ય છે કે તમારું વજન વધી જાય. જણાવી દિયે કે માત્ર કેલરીથી જ વજન વધવું અને ઘટવું શક્ય નથી. પરંતુ કયા સમયે આ કેલરી લેવામાં આવે છે એ પણ જરૂરી પાસુ છે. મોદી રાત્રે જમવાથી મેટાબોલિઝ્મ સ્લો થઇ જાય છે. જેના કારણે કેલરી બર્ન થતી અટકી જાય છે અને વજન વધે છે.

2. ખરાબ પાચન ક્ષમતા
રાત્રે જો તમે મોડા જમો છો તો તમને હાર્ટ પેઈન, એસીડીટી અને છાતીમાં દુઃખાવા જેવી સમસ્યા થઇ શકે છે. એટલે જ કહેવામાં આવે છે કે જમ્યા બધ તરત ચાલી લેવું જોઈએ. સુવા અને જમવા વચ્ચે ઓછામાં ઓછો 2-૩ કલાકનો ગેપ જરૂરી છે.

3. ઊંઘમાં તકલીફ
જો તમે મોડી રાત સુધી જમો છો તો શક્ય છે કે ઊંઘ આવવામ તકલીફ પડે. અને રાત્રે સારી ઊંઘ ના આવે તો દિવસભર થાક મહેશુસ થાય છે અને આળસ રહે છે. હેલ્દી શરીર માટે રાત્રે ઓછામાં ઓછું 8 કલાક સુવું જોઈએ. અને આના માટે સમયસર ડીનર કરી લેવું જોઈએ.

4. બ્લડ પ્રેશર વધવું
ખોટા સમયે જમવાના કારણે અને ખોટા સમયે સુવાના કારણે શરીરમાં ઘણી તકલીફો થાય છે. જેમાં દિલની બીમારી અને ડાયાબીટીસનું જોખમ વધી જાય છે. એક અભ્યાસ અનુસાર બ્લડ પ્રેશરનું જોખમ વધે છે.

5. મેન્ટલ હેલ્થ પર થાય છે અસર
ઊંઘના અભાવ અને ખોટા સમયે જમવાના કારણે સ્વભાવ ચીડચીડિયો થઇ જાય છે. અને કામ પર ફોકસ કરવું અઘરું બની જાય છે. જેના કારણે માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati