AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey Disadvantages: વધુ પડતા મધના સેવનથી આરોગ્યને થઈ શકે છે આ નુકશાન

વધુ માત્રામાં મધનું(Honey ) સેવન કરવાથી પાચન તંત્રને લગતી સમસ્યાઓ થઈ શકે છે. તેનું કારણ પેટમાં દુખાવો અને કબજિયાત વગેરે હોઈ શકે છે. તેથી મધનું સેવન મર્યાદિત માત્રામાં કરવું ફાયદાકારક છે.

Honey Disadvantages: વધુ પડતા મધના સેવનથી આરોગ્યને થઈ શકે છે આ નુકશાન
Disadvantages of honey (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 9:00 AM
Share

ઘણી વખત ખાંડના (Sugar) સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ તરીકે મધનો (Honey) ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ હોય છે. ગળામાં ખરાશ દરમિયાન તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. વજન ઘટાડવા માટે મધને ડાયટમાં પણ સામેલ કરવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ તેનું વધુ સેવન કરવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. ઘણી વખત ઘણા લોકો વધુ પડતા મધનું સેવન કરે છે. જેના કારણે પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. આ સિવાય સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

બ્લડ સુગર લેવલ વધારી શકે છે

ઘણા લોકો ખાંડના સ્વસ્થ વિકલ્પ તરીકે મધનું સેવન કરે છે. પરંતુ આનો અર્થ એ નથી કે તમે તેને કોઈપણ માત્રામાં ખાઈ શકો છો. આ કુદરતી સ્વીટનરમાં કાર્બોહાઇડ્રેટ્સ પણ હાજર છે. તેના વધુ પડતા સેવનથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. ડાયાબિટીસથી પીડિત લોકોએ તેનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. આ સિવાય તેને તમારા આહારમાં સામેલ કરતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.

પાચન તંત્ર

વધુ માત્રામાં મધનું સેવન કરવાથી પાચન તંત્રને લગતી સમસ્યાઓ થઈ શકે છે. તેનું કારણ પેટમાં દુખાવો અને કબજિયાત વગેરે હોઈ શકે છે. તેથી મધનું સેવન મર્યાદિત માત્રામાં કરવું ફાયદાકારક છે.

સ્થૂળતા

વજન ઘટાડવા માટે લોકો ઘણીવાર મધનો ઉપયોગ કરે છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી વજન પણ વધી શકે છે. 1 ચમચી મધમાં 64 કેલરી હોય છે. જેના કારણે વજન વધી શકે છે.

લોહીનું દબાણ

મધમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેઓ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેના વધુ પડતા સેવનથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે.

મૌખિક આરોગ્ય

મધનું વધુ સેવન કરવાથી મુખના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. વધુ પડતું મધ ખાવાથી દાંતમાં સડો થઈ શકે છે.

ફૂડ પોઈઝનીંગ

વધુ પ્રમાણમાં મધનું સેવન કરવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. તેનાથી પેટમાં દુખાવો, ઉબકા, ઝાડા અને ઉલ્ટી થઈ શકે છે. તેથી તેનું વધુ પડતું સેવન કરવાનું ટાળો.

પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
g clip-path="url(#clip0_868_265)">