Honey : મધના અઢળક ફાયદા હોવા છતાં અમુક રીતે તે શરીર માટે સાબિત થઇ શકે છે નુકશાનકારક

|

May 06, 2022 | 7:30 AM

ભલે મધમાં કુદરતી ખાંડ(Sugar ) હોય છે, પરંતુ જેમને દાંતમાં પોલાણની સમસ્યા હોય અથવા પેઢાના ખરાબ સ્વાસ્થ્યની સમસ્યા હોય તેમણે તેનાથી દૂર રહેવું જોઈએ.

Honey : મધના અઢળક ફાયદા હોવા છતાં અમુક રીતે તે શરીર માટે સાબિત થઇ શકે છે નુકશાનકારક
Honey Disadvantages (Symbolic Image )

Follow us on

મધ (Honey ) એક એવો ખાદ્ય પદાર્થ છે, જેના સેવનની સલાહ આયુર્વેદમાં (Ayurveda )જ નહીં પણ એલોપેથીમાં પણ આપવામાં આવી છે. કુદરતી ગુણોથી ભરપૂર મધનું સેવન કરવાથી શરીરને(Body ) ઘણા ફાયદા થાય છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, આયર્ન, વિટામિન સી, B, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને અન્ય જેવા શરીર માટે ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો છે. નિષ્ણાતોના મતે, તેમાં ફ્રુક્ટોઝ લગભગ 35 ટકા, ગ્લુકોઝ 25 ટકા અને સુક્રોઝ અને માલ્ટોઝની થોડી માત્રા હોય છે. તેમાં ઘણા એવા મિનરલ્સ હોય છે, જે શરીરમાંથી ખરાબ બેક્ટેરિયાને દૂર કરવામાં સક્ષમ હોય છે.

આટલા બધા ફાયદા હોવા છતાં, મધ શરીર માટે અમુક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો અમે તમને જણાવીએ કે ક્યારે અને કયા લોકોએ મધનું સેવન ટાળવું જોઈએ. જાણો…

ફેટી લીવર

જે લોકો ફેટી લિવરની સમસ્યાથી પરેશાન છે, તેમણે મધનું સેવન ન કરવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, મધમાં મળતું ફ્રુક્ટોઝ શુગરનો મુખ્ય સ્ત્રોત છે અને તેને ખાવાથી લીવરની સ્થિતિ બગડી શકે છે. એવું કહેવાય છે કે લીવર દ્વારા ફ્રુક્ટોઝનું ચયાપચય થાય છે અને આવી સ્થિતિમાં ફેટી લીવર ધરાવતા લોકોને સમસ્યા થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

દાંતની સમસ્યાઓ

ભલે મધમાં કુદરતી ખાંડ હોય છે, પરંતુ જેમને દાંતમાં પોલાણની સમસ્યા હોય અથવા પેઢાના ખરાબ સ્વાસ્થ્યની સમસ્યા હોય તેમણે તેનાથી દૂર રહેવું જોઈએ. જો તમે મધનું સેવન કરવાનું પસંદ કરો છો, તો તેને પણ મર્યાદિત માત્રામાં ખાઓ. મધના વધુ પડતા સેવનથી પેઢામાં સડો વધી શકે છે.

ડાયાબિટીસ

આ રોગથી પીડિત લોકોએ કોઈપણ પ્રકારની ખાંડનું સેવન કરવાનું ટાળવું જોઈએ. મધમાં હાજર ફ્રુક્ટોઝ ખાંડનો સ્ત્રોત માનવામાં આવે છે. ફ્રુક્ટોઝ ડાયાબિટીસના દર્દીઓમાં સુગર લેવલને વધુ ખરાબ કરી શકે છે. માત્ર મધ, એવી વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ, જેમાં ફ્રુક્ટોઝ યોગ્ય માત્રામાં હોય.

બાળકો

જે બાળકોની ઉંમર 12 મહિનાથી ઓછી છે, એટલે કે જેઓ શિશુ છે તેમણે મધનું સેવન ન કરવું જોઈએ. ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટના જણાવ્યા અનુસાર બાળકને મધ ખવડાવવાથી ક્લોસ્ટ્રિડિયમ ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. બાળકને સ્વસ્થ રાખવા માટે શરૂઆતમાં માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ. આમાં, બાળકના શરીરમાં માતાના દૂધમાંથી ખાંડની સપ્લાય કરી શકાય છે.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Next Article