ચેતી જજો: બપોરે સૂવાની આદત તમને પડી જશે ભારે, જાણો કેટલી હદે આવી શકે છે ગંભીર પરિણામ

|

Jul 19, 2021 | 1:19 PM

આપણા ત્યાં બપોરે સૂવાની આદત બહુ સામાન્ય છે. પરંતુ તમને ખબર નથી કે આ આદતના ગંભીર પરિણામો પણ આવી શકે છે. ચાલો જાણીએ આજે.

ચેતી જજો: બપોરે સૂવાની આદત તમને પડી જશે ભારે, જાણો કેટલી હદે આવી શકે છે ગંભીર પરિણામ
Side effects of sleeping in afternoon

Follow us on

ગુજરાતમાં તો બપોરે સુવાનો એક અનોખો ટ્રેન્ડ છે. એમાં પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો તો બપોરે સુવાને લઈને ખુબ જાણીતા છે. બપોરે સૂવું જાણે રિવાજ બની ગયો હોય. અમુક શહેરોમાં બપોરે તમે જાઓ તો એવું લાગે કે વેરાન જગ્યાએ આવી ચડ્યા છો. જી હા મોટાભાગના લોકોને બપોરે સૂવું ગમે છે. દરેકને ભોજન કર્યા પછી મનોહર ઊંઘ માણવી ગમતી હોય છે.

બપોરે સુવાની વાત કરીએ તો ખાસ કરીને મહિલાઓ આખો દિવસ કામ કર્યા પછી બપોરે સૂઈ જાય છે. પરંતુ માત્ર વિજ્ઞાનમાં જ નહીં, આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બપોરે સૂવાથી જીવનમાં વાત દોષ થાય છે. તેથી વ્યક્તિએ આ સમયે સુવું જોઈએ નહીં. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ઉર્જા આપતા સૂર્ય જાગતા હોય, ત્યારે આવી સ્થિતિમાં આપણું સૂવું યોગ્ય નથી.

તે જ સમયે, આરોગ્ય નિષ્ણાતો કહે છે કે બપોરના સમયે સૂવાથી ખોરાક સારી રીતે પચતો નથી. જેના કારણે તમને કબજિયાત, ગેસ અને અપચાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય મેદસ્વીપણા અને ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ટોક્યો યુનિવર્સિટીએ તેના અધ્યયનમાં કહ્યું છે કે, જે લોકો બપોરે એક કલાક કરતા વધારે ઊંઘ લે છે તેમને ટાઇપ -2 ડાયાબિટીસનું 45 ટકા જેટલું જોખમ રહે છે. સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે 60 મિનિટથી વધુ ઊંઘવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો કે, 40 મિનિટથી ઓછી ઊંઘ લેનારા લોકોને ડાયાબિટીસ થવાનું જોખમ નથી.

વર્કઆઉટ અને ઊંઘ

સંશોધનકારો કહે છે કે કોઈને વર્કઆઉટ પછી તરત સૂવું ન જોઈએ. કસરત કર્યાના બે કાલક બાદ જ તમે સૂઈ શકો છો.

બપોરે સૂવાથી બચવું

જો તમને રાતે ઊંઘ નથી આવતી, તો તમારે દિવસ દરમિયાન સૂવાથી બચવું જોઈએ. નિષ્ણાતો માને છે કે 50 ટકા લોકોને દિવસ દરમિયાન સૂવાથી ફાયદો થતો નથી. આ લોકોમાં સર્કેડિયન લય હોય છે. શરીરમાં હાજર સર્કેડિયન લય કયારે સૂવું, ક્યારે જાગવું તે કહે છે. આ બતાવે છે કે તમને ઊંઘની જરૂર છે કે નહીં. જો તમે ખૂબ થાકેલા છો તો તમે સૂઈ શકો છો.

 

આ પણ વાંચો: તો આ કારણે દૂધને પાવરહાઉસ પીણા તરીકે ઓળખવામાં આવે છે, જાણો તેના 5 Amazing ફાયદા

આ પણ વાંચો: શું તમે પણ સવારે નાસ્તામાં પૌંઆ ખાઓ છો? જાણો તેની શું પડે છે તમારા સ્વાસ્થ્ય પર અસર?

(નોંધ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

Next Article