Health tips: જાણો સ્વાસ્થ્ય માટે શું છે સારું ? સ્વીટ કોર્ન કે દેશી મકાઈ
ચોમાસાની ઋતુમાં લોકો ગરમા ગરમ મકાઈ ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો સ્વીટ કોર્ન પસંદ કરે છે. બંનેનો સ્વાદ લાજવાબ હોય છે. પરંતુ તમે જાણો છો બંનેમાંથી સ્વાસ્થ્ય શું માટે ફાયદાકારક છે.
Health tips: ચોમાસા (Monsoon)ની ઋતુમાં મોટાભાગના લોકો મકાઈ ખાવાનું પસંદ કરે છે. આ ઋતુમાં ગરમા ગરમ મકાઈ લીબુંના રસ સાથે નમક નાંખી ખાવાની મજા જ કાંઈ અલગ છે.સ્વીટ કોર્ન (Sweet corn)કે પછી દેશી મકાઈ બંન્ને સ્વાદ શાનદાર હોય છે.પરંતુ જ્યારે આપણે પોષક તત્વો અને આરોગ્ય લાભોની વાત કરીએ છીએ
મકાઈ (Corn )અન્ય અનાજની જેમ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.મકાઈમાં અનેક પોષક તત્વો હોય છે 100 ગ્રામ બાફેલી મકાઈમાં 96 ટકા કેલરી, 73 પાણી. કાર્બ્સ 21 ગ્રામ, પ્રોટીન 3.4 ગ્રામ, ફાયબર 2. 4 ગ્રામ, ફેટ 1.5 ગ્રામ હોય છે. સ્વીટ કોર્નમાં ખાંડનું માત્રા હોવાથીગ્લાઇસેમિક ઇન્ડિક્સ ઓછો હોય છે. આ સિવાય પ્રોટીન, મેંગનીજ, મેંગનીશિયમ, ઝિંક હોય છે.
સ્વીટ કોર્ન અને દેશી મકાઈમાં અંતર શું છે
સ્વીટ કોર્ન (Sweet corn)પોષક તત્વોથી ભરપુર હોય છે, પરંતુ જે રીતે તમે તેને પકાવશો તે પૌષ્ટિક તત્વો પર અસર કરશે.તાજેતરમાં ડાયેટિશિયન મુનમુન ગાનેરીવાલે જણાવ્યું હતું કે, બન્નેમાંથી શું ફાયદાકાર છે.નિષ્ણાતોના મતે સ્વીટ કોર્ન એક હાઇબ્રિડ બીજ છે જેમાં અન્ય પોષક તત્વો કરતાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે.
આ સિવાય ફાઇબરનું પ્રમાણ ઓછું હોય છે. બીજી બાજુ, દેશી મકાઈ (Corn )ઓછા પાણી અને ખોરાક સાથે 3000 જાતોમાં ઉગાડવામાં આવે છે. તેમાં ફાઇબર અને પોષક તત્વો વધારે છે. સ્વીટ કોર્ન કરતાં દેશી મકાઈ વધુ સારી છે.
મકાઈ ખાવાના ફાયદા
મકાઈ સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં કેરોટીનોઇડ્સ, ઝેક્સાન્થિન અને લ્યુટીન જેવા એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે જે આંખ માટે સારી છે. લ્યુટિન લેપટોપ અને સેલ ફોનની સ્ક્રીનોમાંથી વાદળી પ્રકાશને કારણે ઓક્સિડેટીવ તણાવથી તમારી આંખોને સુરક્ષિત કરવામાં પણ મદદ કરી શકે છે.
તેમાં હાજર પોટેશિયમની માત્રા હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે અને ફોલેટ બાળકોના માનસિક વિકાસમાં મદદ કરે છે.
વધુ માત્રામાં મકાઈ ખાવાથી નુકસાન
કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.
આ પણ વાંચો : Troll : મીરાબાઈ ચાનુ સાથે મુલાકાત કર્યા બાદ સલમાન ખાન ટ્રોલ થયો, યુઝરે કહ્યું ‘શેતાન પાછળ હરણ, હરણ પાછળ શેતાન’