Health Tips: ઓઈલી ફૂડ ખાધા બાદ થઈ જાય છે હાલત ખરાબ, તો અપનાવો આ અકસીર ઉપાય

|

Jun 09, 2021 | 11:13 AM

તેલયુક્ત ખોરાક ખાધા પછી શું કરવું? તેની અસરોમાંથી કેવી રીતે બચવું ? આ પ્રશ્નોના જવાબો ખૂબ સરળ અને અનુસરવા માટે પણ સરળ છે.

Health Tips: ઓઈલી ફૂડ ખાધા બાદ થઈ જાય છે હાલત ખરાબ, તો અપનાવો આ અકસીર ઉપાય
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

આપણામાંથી કેટલાક લોકો નાછૂટકે પણ તૈલીય એટલે કે ઓઈલી ફૂડને એવોઇડ કરી શકતા નથી. આપણને સૌને બટાકાપુરી, લસણ નાન, છોલે ભટુરા કે ગાજરનો હલવો અને ગુલાબ જામુન જેવી વાનગીઓ પ્રિય હશે જ. પરંતુ સમસ્યા ત્યાં શરૂ થાય છે જ્યારે તમે તે બધામાં તેલનો કે ઘીનો વપરાશ કર્યો હોય છે.

તેલયુક્ત ખોરાક ખાધા પછી શું કરવું? તેની અસરોમાંથી કેવી રીતે બચવું ? આ પ્રશ્નોના જવાબો ખૂબ સરળ અને અનુસરવા માટે પણ સરળ છે. તેલયુક્ત ખોરાકની અસરોથી બચવા માટે સરળ રીતો છે. જે અમે તમને જણાવીશું. તેલયુક્ત ખોરાક ખાધા પછીના સામાન્ય લક્ષણોમાં ગેસ, પેટનું ફૂલવું અને અપચો થાય છે.

હૂંફાળું પાણી(warm water)

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પાણી અથવા હાઇડ્રેઝન એ કોઈપણ વધુ પડતા ખોરાકની સાઈડ ઇફેકટથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો છે. પરંતુ તેલયુક્ત ખોરાક લીધા બાદ હૂંફાળું પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે. કારણ કે તે પાચન પ્રક્રિયાને ઝડપી બનાવવા અને ભારે ખોરાકને ડાયજેસ્ટ કરવામાં મદદ કરે છે. ગરમ પાણીથી તેલયુક્ત ખોરાક ખાધાની ફીલિંગ પણ ઓછી થાય છે.

ગ્રીન ટી(green tea)

ગ્રીન ટી એ સારું પીણું છે. ગરમ પાણી ઉપરાંત, ફ્લેવોનોઇડથી ભરપૂર આ પીણું શરીરમાં એન્ટીઓક્સીડેન્ટ ઉમેરે છે. જે આપણી પાચક સિસ્ટમ પર ઓક્સિડેટીવ લોડ કે જે તૈલીય ખોરાકને કારણે થાય છે તેને સંતુલિત કરવામાં મદદ કરશે.

અજમા અને વરિયાળીનું પાણી(ajwain-saunf water)

એક લિટર પાણીમાં એક ચમચી અજવાઇન અથવા વરિયાળી ઉમેરીને તેને ગરમ કરો. આ બંને મસાલા તેમની પાચક ક્ષમતાઓ માટે જાણીતા છે. તેનાથી તમને ગેસ, પેટનું ફૂલવું અને અપચો જેવા લક્ષણોથી બચવામાં મદદ મળે છે. ગરમ પાણીમાં આદુ પણ પાચનમાં પણ મદદ કરે છે. તે આંતરડાની માંસપેશીઓને આરામ આપવામાં મદદ કરીને ગેસની સમસ્યા દૂર કરે છે.

દહીં અને જીરું(curd and jeera)

વધારે ખાધા બાદ પાચનને શાંત કરવા અને પ્રોબાયોટિક્સથી આંતરડાને પોષવા માટે દહીંના બાઉલમાં શેકેલુ જીરું લઈ સેવન કરો. પ્રોબાયોટીક્સ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ગેસને અટકાવશે અને આંતરડાની યોગ્ય ગતિને પણ ઠીક કરશે.

જમ્યા બાદ તરત ઊંઘવાનું ટાળો

જમ્યા પછી તરત ઊંઘવાની આદત હોય તો તેનાથી બચો. જમ્યા બાદ ખોરાકને પચવા માટે સમય આપો. જમ્યા પછી ઓછામાં ઓછી 30 થી 40 મિનિટ સુધી નિયમિત ચાલવાનું રાખો. હેવી ફૂડ ખાધા બાદ બીજું ભોજન ખીચડી, ચપાટી, જેવું હળવું ભોજન લો. બીજા દિવસે સીઝનલ ફ્રુટ પણ લઈ શકો છો.

 

આ પણ વાંચો: એક પછી એક મુશ્કેલીઓમાં ફસાતો ભાગેડુ ચોકસી, નાગરિકતા રદ કરવા એન્ટિગુઆ લઇ રહી છે પગલા

આ પણ વાંચો: હજારો જીવ બચાવનાર બહાદુર ઉંદર, 5 વર્ષની નોકરી બાદ થયો નિવૃત્ત, જાણો શું કરતો હતો કામ

Next Article