Health Tips : હેલ્ધી લાઇફ સ્ટાઇલ માટે દરરોજ સવારે ઉઠીને ધ્યાનમાં રાખો આ બાબતો

|

Jul 05, 2021 | 6:16 PM

રોજ ઉઠ્યા બાદ અમુક આદતો છે જેને અપનાવવી જરૂરી છે. અમે તમને જણાવીશું રોજ સવારે ઉઠ્યા બાદ કઇ બાબતો ધ્યાનમાં રાખવી.

Health Tips : હેલ્ધી લાઇફ સ્ટાઇલ માટે દરરોજ સવારે ઉઠીને ધ્યાનમાં રાખો આ બાબતો
હેલ્ધી લાઇફ સ્ટાઇલ

Follow us on

રોજ સવારે ઉઠીને જાગવું ઘણું સરળ છે. પરંતુ સ્વસ્થ જીવનશૈલી (Healthy Lifestyle) માટે ફક્ત તે જરૂરી નથી. રોજ ઉઠ્યા બાદ અમુક આદતો છે જેને અપનાવવી તેટલી જ જરૂરી છે. અમે તમને જણાવીશું રોજ સવારે ઉઠ્યા બાદ કઇ બાબતો ધ્યાનમાં રાખવી.

પૂરતું પાણી પીવું

ખાતરી કરો કે તમે દિવસ દરમિયાન પૂરતું પાણી પીતા હોય. પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે ઊંઘમાંથી ઉઠ્યા બાદ પણ તરત જ એક ગ્લાસ પાણી પીવો. આપણા શરીરના તમામ અવયવો અને પેશીઓ તેના શ્રેષ્ઠ કાર્ય માટે પાણી પર આધારિત છે. પથારીમાંથી ઉઠીને સીધું પાણી પીવાથી દિવસભર શારીરિક કાર્ય સુધરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. તમારી જાતને હાઈડ્રેટેડ અને ફ્રેશ રહેવા માટે હંમેશા પાણીની બોટલ સાથે રાખો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રોજ એક માઇલ ચાલો

વહેલા ઉઠીને હમેશા ચાલવાની આદત પાડો. તે તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને તમને મજબૂત અને ફિટ રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. દરરોજ દોડવું, સાયકલ ચલાવવી અથવા જોગિંગ કરવાથી એ સાબિત થયું છે કે હાર્ટ એટેક, હ્રદય રોગ અને અલ્ઝાઇમર તેમજ પાર્કિન્સન રોગો જેવા ન્યુરોલોજીકલ રોગોનું જોખમ ઓછું કરે છે.

યોગ કરો

ધ્યાન અને યોગ તે નકારાત્મક ઉર્જાને મુક્ત કરવામાં અને તમારા મનમાં પોઝિટિવ એનર્જી લાવવામાં મદદ કરી શકે છે. તે મનને શાંતિ આપે છે.

તાણ ઘટાડવા માટે વરાળ ઉપચાર

વરાળ તમને કોરોના અને અન્ય રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે, પરંતુ ખીલ, શ્યામ વર્ણ, ત્વચા સંબધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. તે ચિંતા અને બેચેનીને ઘટાડવા માટે પણ ઉપયોગી છે કારણ કે તે નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે.

ચહેરા પર મસાજ અને સફાઇ

તમારા ચહેરાને સાફ કરવું એ તમારા દાંત સાફ કરવા જેટલું જ મહત્વનું છે અને તેને તમારી નિત્યક્રમમાં અપનાવી લો. વધુ સારી અને સુંદર ત્વચા માટે ચહેરાની નિયમિત સફાઈ કરો.

સવારનો નાસ્તો ક્યારેય ના છોડો

તમારે સવારનો નાસ્તો છોડવો એ તમારા જીવનનો દિવસ છોડવા જેવો છે. સવારનો નાસ્તો તમને દિવસ ભર દોડવા માટે શક્તિ આપે છે. તંદુરસ્ત અને મજબૂત રહેવા માટે દરરોજ તંદુરસ્ત અને પૌષ્ટિક નાસ્તો ખાઓ. જો તમારી પાસે સમય ન હોય તો, કેટલાક ફળો ખાઓ.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

 

આ પણ વાંચો : Health Tips : સૂર્ય નમસ્કારના છે અઢળક ફાયદા, અનેક બીમારી સામે છે ફાયદાકારક

Published On - 6:14 pm, Mon, 5 July 21

Next Article