Health Tips: જો તમે પણ આ ખોરાક ખાઓ છો તો થઇ જાઓ સાવધાન, તમારા સ્વાસ્થ્ય પર થઇ શકે છે અસર

|

Dec 24, 2021 | 8:46 PM

આજે પણ લોકો એવા ઘણા ખોરાક ખાય છે જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર થાય છે. પણ તમે જાણો છો કે આ ખોરાક શું છે અને તેની શું અસર થાય છે ?

Health Tips: જો તમે પણ આ ખોરાક ખાઓ છો તો થઇ જાઓ સાવધાન, તમારા સ્વાસ્થ્ય પર થઇ શકે છે અસર
Symbolic Photo

Follow us on

કોરોના (Corona) આવ્યા બાદ જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો આવ્યા છે. આ યુગમાં સ્વસ્થ (Healthy) રહેવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ (immunity)નું પણ ઘણું ધ્યાન રાખવું પડે છે. લોકોને હવે ખબર પડી ગઈ છે કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી કેટલું જરૂરી છે અને આ કારણે તેઓએ તે વસ્તુઓનું સેવન કરવાનું શરૂ કર્યું છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. મોટાભાગના લોકો રોગપ્રતિકારક શક્તિના નબળા પડવાથી વાકેફ નથી. તજજ્ઞોના મતે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાનું સૌથી મોટું લક્ષણ એ છે કે વ્યક્તિને કોઈપણ ઇન્ફેક્શન અથવા રોગ સરળતાથી થઈ જાય છે. તે વ્યક્તિને હંમેશા ખાંસી અને શરદીની સમસ્યા થવા લાગે છે.

 

જો આ સમસ્યા દવા લીધા વિના ઠીક ન થાય તો એ સંકેત છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગી છે.  આપણું ભોજન રોગપ્રતિકારક શક્તિને પણ નબળી પાડે છે. આપણે શું ખાઈએ છીએ તેનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. આજે પણ લોકો એવા ઘણા ખોરાક ખાવાથી બચતા નથી, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે. ચાલો તમને એવા ખોરાક વિશે જણાવીએ જે રોગપ્રતિકારક શક્તિને નુકસાન પહોંચાડે છે.

વધુ ચરબીયુક્ત ખોરાક

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

જે ખોરાકમાં વધુ ચરબી હોય છે, તે રોગપ્રતિકારક શક્તિ અને શ્વેત રક્તકણોને કામ કરતા અટકાવે છે અથવા, તમે કહી શકો કે તેમની કામ કરવાની ક્ષમતાને અસર કરે છે. રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જવાથી તમે બીમાર પડી શકો, તેથી વધુ ચરબીવાળા ખોરાક ખાવાનું ટાળો.

ફાસ્ટ ફૂડ

ફાસ્ટ ફૂડ દરેક રીતે શરીર માટે હાનિકારક માનવામાં આવે છે, કારણ કે તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે. તે સ્પષ્ટ છે કે કોઈપણ વસ્તુના વધુ પડતા સેવનથી નુકસાનની શક્યતા વધી જાય છે.

દારૂ અથવા ધૂમ્રપાન

શરૂઆતથી જ કોરોનાના કેસો વધી રહ્યા છે અને હવે ઓમિક્રોનના વધતા કેસોએ ચિંતાને વધુ વધારી દીધી છે. આવી સ્થિતિમાં તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. બીજી બાજુ જો તમે ધૂમ્રપાન કરો છો અથવા આલ્કોહોલનું સેવન કરો છો, તો તે તમારા શરીર માટે ખૂબ જોખમી હોઈ શકે છે. તેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.

મીઠાવાળો ખોરાક

ફ્રોઝન ફૂડ, ચિપ્સ અથવા અન્ય ખાદ્યપદાર્થો જેમાં મીઠું વધુ હોય છે તે પણ રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે. તજજ્ઞોના મતે તે શરીરની રોગપ્રતિકારક શક્તિને બગાડવા માટે જવાબદાર છે. મીઠું માત્ર રોગપ્રતિકારક શક્તિના કાર્યને અસર કરતું નથી, પરંતુ તે આંતરડાના બેક્ટેરિયાને પણ બદલી શકે છે.

ખાંડ હાનિકારક છે

વધુ પડતી ખાંડનું સેવન રોગપ્રતિકારક શક્તિ માટે પણ હાનિકારક છે. રિપોર્ટ્સ અનુસાર, હાઈ શુગર લેવલની આંતરડાના કામકાજ પર ખરાબ અસર પડે છે અને તેના કારણે શરીરને વાયરસ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવી શકે છે. સામાન્ય રીતે કોઈપણ રીતે ખાંડનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

 

આ પણ વાંચોઃ Gujarat : ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 28 ડિસેમ્બરે વરસાદ પડશે

આ પણ વાંચોઃ રાજ્યમાં 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમય વધારાયો, રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધી રેહેશે રાત્રિ કરફ્યૂ

Next Article