Health: શિયાળા દરમિયાન તમારા શરીર માટે આ 5 પોષક તત્વો છે ખુબ જ જરૂરી

|

Dec 19, 2021 | 6:58 PM

શિયાળા દરમિયાન તમારે તમારા શરીરની કાળજી લેવાની જરૂર છે. આવો જાણીએ કોણ છે તે 5 પોષક તત્વો જે આ ઋતુ માટે જરૂરી છે.

Health: શિયાળા દરમિયાન તમારા શરીર માટે આ 5 પોષક તત્વો છે ખુબ જ જરૂરી

Follow us on

શિયાળા (Winter)માં તમારા શરીર(Body)ને સ્વસ્થ(Healthy) રાખવા માટે તમારે વિશેષ કાળજી લેવાની જરૂર છે, કારણ કે શિયાળાની ઋતુ ઘણી બધી બિમારી(disease)ઓ લઈને આવે છે. જોકે આહારમાં કેટલાક પોષક તત્વો(Nutrients) યુકત આહાર ઉમેરવાથી આ બિમારીઓથી બચી શકાય છે. શિયાળામાં તમારે તમારા શરીરની વધુ કાળજી લેવાની અને તેની જરૂરિયાતોનું ધ્યાન રાખવાની જરૂર છે. ચાલો જાણીએ એવા કયા 5 પોષક તત્વો છે, જેની તમને શિયાળાની ઋતુમાં સૌથી વધુ જરૂર હોય છે.

 

 

વિટામિન ડી

ઉનાળાની ઋતુમાં આપણને પુષ્કળ સૂર્યપ્રકાશ મળે છે. જોકે શિયાળાની ઋતુમાં આપણને સમાન તક મળતી નથી. પરંતુ વિટામિન ડી ખૂબ જ ફાયદાકારક છે, તેથી શિયાળાની ઋતુમાં પણ તેની જરૂર પડે છે. તે કેન્સરના સંબંધમાં કોષોની વૃદ્ધિને ઘટાડવામાં મદદરૂપ છે. આ ઉપરાંત, તે હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ સામે પણ રક્ષણ આપે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

વિટામિન સી

સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં શરદી, ફ્લૂ, સાઈનસ અને ચેપ જેવા લક્ષણો જોવા મળે છે. તેથી જ આપણે સાવચેત રહેવાની અને આપણા શરીરની કાળજી લેવાની જરૂર છે. આવી સ્થિતિમાં તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી મહત્વપૂર્ણ છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વ્યાપકપણે જાણીતું છે.

 

આયર્ન

આયર્ન એક પોષક તત્વ છે. શિયાળાના મહિનાઓમાં આયર્ન આપણા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે આપણા કોષો દ્વારા ઓક્સિજનનું પરિવહન કરે છે. તે આપણને દિવસભર ઉર્જાવાન રાખે છે. હિમોગ્લોબિન બનાવવા માટે શરીરને આયર્નની જરૂર પડે છે. તે લાલ રક્ત કોશિકાઓમાં જોવા મળે છે. તે શરીરના વિવિધ અવયવો અને પેશીઓમાં ઓક્સિજનનો પ્રવાહ જાળવવાનું કામ કરે છે.

 

ઝીંક

શિયાળાની ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ નબળી હોય ત્યારે બિમાર થવાનું જોખમ વધારે હોય છે. ઝિંક એક શક્તિશાળી રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર છે કારણ કે તે શરીરમાં એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે.

 

વિટામિન બી 12

વિટામિન B12 તમારા મૂડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામિન B12 જેવા પોષક તત્વોનું સેવન મોસમી રોગોનો સામનો કરવામાં મદદ કરી શકે છે. SADએ મૂડ ડિસઓર્ડર છે જે સામાન્ય રીતે શિયાળા દરમિયાન થાય છે. વિટામિન B12 તમને આ રોગ સામે લડવામાં મદદ કરે છે અને તમને ખુશ રાખે છે કારણ કે તે મગજમાં રસાયણો ઉત્પન્ન કરે છે જે મૂડને અસર કરે છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

 

 

આ પણ વાંચો : OMG: માછીમારને દરિયામાંથી માછલીના બદલે મળી આવ્યો ખજાનો ! આ વ્યક્તિનું રાતો રાત બદલાઈ ગયુ નસીબ

 

આ પણ વાંચો : વરરાજાને દહેજની માગણી કરવી ભારે પડી ! દુલ્હનના પરિવારે લગ્ન મંડપમાં જ કરી નાખી ધોલાઈ,જુઓ VIDEO

 

Next Article