AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health : ગરમ પાણીથી નાહવાના છે ઘણા ફાયદા, જેનાથી તમે આજદિન સુધી હશો અજાણ

ગરમ અને ભેજવાળા દિવસોમાં ગરમ ​​સ્નાન અથવા ગરમ શાવર લેવા માટે ત્રાસદાયક લાગે છે. પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Health : ગરમ પાણીથી નાહવાના છે ઘણા ફાયદા, જેનાથી તમે આજદિન સુધી હશો અજાણ
Health Tips - Hot Water Bathing
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 6:06 PM
Share

ગરમ હવામાન અને વાતાવરણમાં ઠંડા પાણીથી સ્નાન કરવાની ઈચ્છા થઇ શકે છે, પરંતુ હંમેશા ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ. કારણ કે તેના ઘણા ફાયદા છે. વર્ષના ગરમ અને ભેજવાળા દિવસોમાં ગરમ ​​સ્નાન અથવા ગરમ શાવર લેવા માટે તે ત્રાસદાયક લાગે છે. પરંંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને વ્યસ્ત શિડ્યુલ ધરાવતા લોકો માટે કે જેમની પાસે વ્યાયામ કરવાનો સમય નથી. તેઓ માટે ગરમ પાણીથી નાહવાના સૌથી વધારે ફાયદા છે.

તમને વધુ સારી રીતે ઊંઘ લાવવામાં મદદ કરે છે ગરમ પાણી આપણને આરામ આપવામાં મદદ કરે છે. આમ, આપણને વધુ સારી રીતે ઊંઘ આવે છે. તે તંગ સ્નાયુઓને આરામ આપે છે અને શરીરનું તાપમાન વધારે છે. તે આપણને શારીરિક રીતે અને માનસિક રીતે સારું લાગે તે માટે મદદ કરે છે. 20 મિનિટનું સ્નાન તમને આરામ કરવા અને તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરશે.

બ્લડ સુગર ઘટાડે છે એક જાણીતી હકીકત છે કે ચાલવું અથવા કોઈ પણ પ્રકારની કસરત કરવાથી બ્લડ સુગરનું સ્તર ઘટી શકે છે. પરંતુ જો તમારી પાસે સમય નથી, તો પછી ફક્ત ગરમ પાણીથી સ્નાન કરો અને તે કામ કરશે. તેનાથી તમને બ્લડ સુગર લેવલ ઘટાડવામાં તેમજ કેલરી બર્ન કરવામાં મદદ કરશે. તે સાબિત કરવા માટે કેટલાક અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ભાર આવ્યું છે કે ગરમ પાણીમાં નાહવાથી બ્લડ પ્રેશર ઘટે છે.

આ અમુક પ્રકારની હૃદયની સ્થિતિ ધરાવતા લોકો માટે અથવા કોઈ પણ હૃદયની બીમારી વગરના લોકો માટે પણ ઉત્તમ છે. જો તમને કોઈ હૃદયની તકલીફ હોય તો તમારે પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કારણ કે તે તમારા ધબકારાને વધારી શકે છે.

આપણી ત્વચાને ભેજયુક્ત બનાવે છે તમે જોયું હશે કે લાંબા સમય સુધી સ્નાન કર્યા પછી આપણી ચામડી કરચલીવાળી થઈ જાય છે પરંતુ તે ખરેખર શરીર માટે સારી છે. તેનું કારણ એ છે કે ગરમ પાણી લાંબા સમય સુધી ત્વચાને ભેજવાળી રાખે છે અને તેને સુકાતા અટકાવે છે અને સાથે સાથે તેને કોઈ પણ પ્રકારના બ્રેકઆઉટથી પણ અટકાવે છે.

માથાનો દુખાવો ઘટાડે છે માથાનો દુખાવો સામાન્ય રીતે માથામાં રક્ત વાહિનીઓના સાંકડા થવાને કારણે થાય છે. તેથી, ગરમ પાણી તમારા માથાનો દુખાવો દૂર કરવામાં મહત્વનું કામ કરી શકે છે. કારણ કે તે વાહિનીઓ પરના દબાણને દૂર કરીને આપણી રક્તવાહિનીઓ પર સકારાત્મક અસર કરે છે.

રક્ત પરિભ્રમણ સુધારે છે તમારા શરીરને ગરમ પાણીમાં પલાળવું એ વાસ્તવમાં તમારી રક્તવાહિનીઓ માટે એક પ્રકારની કસરત છે. તેનું કારણ એ છે કે પાણી શરીર પર શારીરિક દબાણ બનાવે છે, આમ, હૃદયની ક્ષમતામાં વધારો કરે છે. મૂળભૂત રીતે, જ્યારે આપણે પાણીની અંદર હોઈએ છીએ, ત્યારે આપણું હૃદય ઝડપી અને મજબૂત કાર્ય કરે છે.

આ પણ વાંચો :

Health : ખાવાની ઈચ્છા પરથી જાણો તમારું શરીર તમને શું કહે છે ?

આ પણ વાંચો :

જાણો કઈ રીતે ભારતી સિંહે ઉતાર્યું 15 કિલો વજન, તમે પણ અપનાવો આ ડાયટ પ્લાન અને જુઓ ચમત્કાર

g clip-path="url(#clip0_868_265)">