Health Tips: ઉચ્ચ પોષક મૂલ્યોથી ભરપૂર શેતુર છે આરોગ્ય માટે શ્રેષ્ઠ

|

Jul 26, 2021 | 8:20 AM

બાળપણમાં આ શેતુરની મજા દરેકે માણી જ હશે. પણ તેને ખાવાના આ ફાયદા વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.

Health Tips: ઉચ્ચ પોષક મૂલ્યોથી ભરપૂર શેતુર છે આરોગ્ય માટે શ્રેષ્ઠ
Health: Mulberry with high nutritional value or best for health

Follow us on

Health Tips: ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, શેતૂર સ્વાસ્થ્ય ગુણધર્મથી ભરેલું માનવામાં આવે છે. શેતૂરીમાં વિટામિન-એ, વિટામિન-કે અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. શેતૂર એક ફળ છે જે કાચા અને રાંધેલા બંને ખાઈ શકાય છે. શેતુર આયર્ન અને વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે. શેરૂરને ખાવા ઉપરાંત વાગેલી જગ્યા કે ઇજા પર પણ તે લગાવવાથી જડીબુટ્ટીની જેમ કામ કરે છે.

શેતૂરનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઉચ્ચ પોષક મૂલ્ય અને એન્ટી ઓક્સીડેન્ટ પ્રવૃત્તિ સ્વાસ્થ્ય માટે કોઈ પણ ઔષધિ કરતા ઓછી નથી. શેતૂર આપણને ઘણા રોગોથી બચાવવા માટે કામ કરી શકે છે. આયુર્વેદમાં શેતૂરના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. શેતૂર એક ફળ છે જે કાચા અને રાંધેલા બંને ખાઈ શકાય છે. ઔષધીય ગુણધર્મોથી ભરપૂર શેતૂર ખાટા-મીઠા અને સ્વાદમાં રસદાર છે. શેતૂરમાં, ફલેવોનોઈડ્સ ઉપરાંત ઘણાં જરૂરી પોષક તત્વોની સાથે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો આજે તમને શેતૂરના ફાયદાઓ વિશે જણાવીએ.

શેતૂરના આરોગ્ય લાભો:

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

1. શરદી-
શરદીમાં શેતૂર ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. શરદીની સમસ્યાને શેતૂરના ઉપયોગથી ટાળી શકાય છે. તેને પેશાબ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે. તો ઉનાળામાં તે હિટ સ્ટ્રોકથી બચાવવામાં મદદ કરે છે.

2. લીવર:
શેતૂર ખાવાથી લીવરના રોગોમાં રાહત મળે છે. આ સાથે તે કિડની માટે પણ ખૂબ ફાયદાકારક છે. લીવરને સ્વસ્થ રાખવા માટે શેતૂર કામ કરી શકે છે. એટલું જ નહીં યુરીન સંબંધિત સમસ્યાઓમાં પણ શેતુર ઉપયોગી નીવડે છે.

3. આયર્ન:
શેતૂરનું સેવન કરવાથી શરીરમાં આયર્નની માત્રા વધે છે. અને પેશીઓને પૂરતો ઓક્સિજન પણ મળી શકે છે. શેતૂરના સેવનથી આયર્નની ઉણપને દૂર કરી શકાય છે. આંખોની દ્રષ્ટિ માટે પણ તે ઉત્તમ છે. વૃદ્ધત્વને પણ તે જલ્દી આવતું અટકાવે છે.

4. પાચન:
આવા કેટલાક તત્વો શેતૂરના પાંદડામાં જોવા મળે છે, જે પાચનમાં ફાયદાકારક માનવામાં આવે છે. ખરાબ પાચનની શક્તિને પુનર્જીવિત કરવામાં શેતૂર મદદગાર સાબિત થઈ શકે છે આ ઉપરાંત શરીરે કોઈ જગ્યા પર ખંજવાળ આવતી હોય તો તેના પાન પીસીને લગાવવાથી પણ રાહત મળે છે.

Next Article