Health : ડુંગળી અને લસણની છાલને ફેંકતા પહેલા તેના ફાયદાઓ જાણી લેજો

|

Sep 03, 2022 | 8:38 AM

ડુંગળીની (Onion )છાલનો ઉપયોગ માંસપેશીઓના દુખાવામાં રાહત મેળવવા માટે કરી શકાય છે. ડુંગળીમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવો ઘટાડે છે.

Health : ડુંગળી અને લસણની છાલને ફેંકતા પહેલા તેના ફાયદાઓ જાણી લેજો
Benefits of Garlic and Onion Peel (Symbolic Image )

Follow us on

શાકભાજી (Vegetables )અને ફળો પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. અને તેથી જ, દરરોજના ભોજનમાં(Food ) તાજા અને મોસમી શાકભાજીનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે. શાકભાજીના ગુણો તેની છાલ માં  પણ જોવા મળે છે. તેથી ગાજર, મૂળા, ગોળ અને લીલા વટાણાની છાલ પણ રસોડામાં અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાય છે અને તેનો ઉપયોગ આપણે પરાઠા, ચટણી અને કઢી બનાવવામાં કરીએ છે. પરંતુ, તમને જાણીને આશ્ચ્રર્ય લાગશે કે ડુંગળી અને લસણ જેવી શાકભાજીની સૂકી છાલનો પણ ઉપયોગ શરીરના ફાયદા માટે કરી શકાય છે.

ડુંગળી અને લસણનો ઉપયોગ મોટા ભાગે દરેક વાનગીમાં થાય છે પરંતુ તે પછી તેની સૂકાયેલી છાલ ફેંકી દેવામાં આવે છે. જો કે, વિવિધ એન્ટીઑકિસડન્ટો ઉપરાંત, તે  છાલમાં વિટામિન એ, વિટામિન ઇ અને ફ્લેવોનોઇડ્સ મોજુદ હોય છે. જેના કારણે તેનો ઉપયોગ કરીને શરીરની  અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે.

આ સમસ્યાઓ માટે લસણ અને ડુંગળીની છાલનો ઉપયોગ કરો

ખરજવું

ફૂગ-વિરોધી તત્વોથી ભરપૂર હોવાથી, ડુંગળી અને લસણની છાલનો ઉપયોગ ત્વચા સંબંધિત સમસ્યાઓ જેમ કે ખંજવાળ, ખરજવું માટે ઘરેલું ઉપચાર તરીકે કરી શકાય છે. ડુંગળી અને લસણની સૂકી છાલને ઉકાળો અને તેને નહાવાના પાણીમાં મિક્સ કરો અથવા આ પાણીથી ત્વચા સાફ કરવાથી ત્વચાની સમસ્યાઓ ઓછી થઈ શકે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઓછી ઊંઘની સમસ્યા

યોગ્ય રીતે ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન જે લોકો હોય તેઓએ ડુંગળી અને લસણની છાલવાળી ચા પીવાથી તેમને ફાયદો થઈ શકે છે. આ છાલમાં એવા તત્વો જોવા મળે છે જે સ્ટ્રેસ ઘટાડે છે અને ઊંઘ વધારે છે. ઊંઘવાના થોડા સમય પહેલા લસણ અને ડુંગળીની છાલને પાણીમાં ઉકાળી, ચા બનાવીને તેનું નિયમિત સેવન કરો. તેનાથી ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થશે.

સ્નાયુઓના દુઃખાવા માટે

ડુંગળીની છાલનો ઉપયોગ માંસપેશીઓના દુખાવામાં રાહત મેળવવા માટે પણ કરી શકાય છે. ડુંગળીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ સ્નાયુઓમાં ખેંચાણ અને દુઃખાવો ઘટાડે છે. જે લોકોને વારંવાર માંસપેશીઓના દુખાવાની ફરિયાદ રહેતી હોય તેઓએ સૂકી ડુંગળીની છાલને પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવીને પીવાથી રાહત મળશે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Next Article