AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health : ઘી જેટલું ફાયદાકારક એટલું નુકસાનકારક પણ, જાણો કોણે ઘી ના સેવનથી બચવું જોઈએ ?

દરેક ખાદ્ય પદાર્થ અલગ-અલગ વ્યક્તિના શરીરમાં અલગ-અલગ અસરો દર્શાવે છે. જો કોઈ વસ્તુ હેલ્ધી હોય તો તેનો અર્થ એ નથી કે આંખ બંધ કરીને તેનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

Health : ઘી જેટલું ફાયદાકારક એટલું નુકસાનકારક પણ, જાણો કોણે ઘી ના સેવનથી બચવું જોઈએ ?
Ghee benefits and disadvantages (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 8:15 AM
Share

ઘી (Ghee ) જેવા સ્વદેશી ખાદ્યપદાર્થો સ્વાસ્થ્ય માટે ખુબ આરોગ્યપ્રદ (Healthy )  પણ માનવામાં આવે છે. આને તમારા આહારમાં (Food ) સામેલ કરવું જોઈએ કારણ કે તેમાં તંદુરસ્ત ચરબી હોય છે જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે સારી છે. તે તમારી પાચન તંત્ર માટે પણ ફાયદાકારક છે અને કબજિયાત વગેરેમાં મદદ કરી શકે છે. ઘી માં વૃદ્ધત્વ વિરોધી અને હૃદય-સ્વસ્થ ગુણ હોય છે. ઘી સ્વાસ્થ્ય માટે એટલું ફાયદાકારક છે પણ દરેક માટે નથી. દરેક વ્યક્તિ ઘીનું સેવન કરવાથી લાભ મેળવી શકતી નથી. આયુર્વેદ અનુસાર, કેટલાક લોકોએ ઘીનું સેવન ન કરવું જોઈએ, પરંતુ જો તેઓ કરે છે, તો તે તેમને જ નુકસાન પહોંચાડે છે. આવો જાણીએ કોણ છે તે લોકો અને શા માટે તેમણે ઘીનું સેવન ન કરવું જોઈએ.

આયુર્વેદિક તબીબોના મતે, ઘી આયુર્વેદમાં ખૂબ જ આરોગ્યપ્રદ વસ્તુઓમાંથી એક છે પરંતુ દરેક વ્યક્તિએ તેનું સેવન કરવું જોઈએ નહીં. દરેક ખાદ્ય પદાર્થ અલગ-અલગ વ્યક્તિના શરીરમાં અલગ-અલગ અસરો દર્શાવે છે. જો કોઈ વસ્તુ હેલ્ધી હોય તો તેનો અર્થ એ નથી કે આંખ બંધ કરીને તેનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. વ્યક્તિએ સમજવું જોઈએ કે તેના શરીરને શું અનુકૂળ છે અને કઈ વસ્તુઓ તેમાં અસંતુલન બનાવે છે. ઘી ની બાબતમાં પણ એવું જ છે. અમુક વ્યક્તિઓને ઘીનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. જયારે કેટલાક લોકો માટે ઘી નું સેવન આરોગ્યલક્ષી સમસ્યાઓ લઈને આવે છે. અમે તમને જણાવીશું કે કયા લોકોએ ઘીના સેવનથી બચવું જરૂરી છે.

આયુર્વેદિક નિષ્ણાતોના મતે, આ લોકોએ દેશી ઘીથી બચવું જોઈએ:

  1.  જો તમને અપચો અથવા પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમારે ઘીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તે પાચનમાં ખૂબ જ ભારે હોય છે.
  2.  જો તમે મોસમી તાવથી પરેશાન હોવ તો પણ ઘી ખાવાનું ટાળવું જોઈએ.
  3.  જો ગર્ભવતી હોય અને વજન વધારે હોય તો ઘીનું સેવન નોંધપાત્ર રીતે ઓછું કરવું જોઈએ અને સાવધાની રાખવી જોઈએ.
  4.  લીવર સંબંધિત બીમારીઓથી પીડિત લોકોએ પણ ઘીનું સેવન ન કરવું જોઈએ.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

g clip-path="url(#clip0_868_265)">