HEALTH: હઠીલા રોગોથી મેળવવી છે મુક્તિ? રોજ ખાવો તુલસીના પાન અને જાણો ફાયદાઓ

|

Feb 11, 2021 | 7:06 AM

HEALTH : તુલસીને આયુર્વેદમાં ઔષધીય વનસ્પતિ માનવામાં આવી છે. તુલસી આપણને અનેક રોગો સામે રક્ષણ આપે છે. જાણો તુલસીના પાનના આરોગ્યને લગતા તમામ ફાયદાઓ અને તેને ખાવાની યોગ્ય રીત વિશે.

HEALTH: હઠીલા રોગોથી મેળવવી છે મુક્તિ? રોજ ખાવો તુલસીના પાન અને જાણો ફાયદાઓ
Tulsi Farming

Follow us on

HEALTH : ઘરમાં તુલસીનો છોડ આરોગ્ય માટે અનેક રીતે મહત્વનો બની રહે છે. ધાર્મિક અને આધ્યામિક રીતે તુલસીનો છોડ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે, સાથે જ પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના છોડનું મહત્વ ધાર્મિકરૂપે છે એટલું જ તે આયુર્વેદમાં પણ મહત્વ છે. તુલસીને આયુર્વેદમાં ઔષધીય વનસ્પતિ માનવામાં આવી છે. તુલસી આપણને અનેક રોગોથી સામે આપે છે. દરરોજ ખાલી પેટે પર તુલસીના પાંચ પાંદડાઓ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આવો જાણીએ તુલસીના અન્ય ફાયદાઓ.

1. તુલસીના પાનમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે જે શરદી, ઉધરસ જેવી સમસ્યાઓથી રાહત આપે છે અને શ્વસનતંત્રને વધુ સારું બનાવે છે. આ સિવાય તુલસીના પાન પાચનની સમસ્યાઓ દૂર કરે છે.

2. તુલસીના પાંદડામાં રહેલું એડેપ્ટોજેન થાક ઘટાડવાનું કામ કરે છે. તેના નિયમિત સેવનથી લોહીનું પરિભ્રમણ સુધરે છે. તુલસીના પાન માથાના દુખાવામાં પણ રાહત આપે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

3. જો તમને એસિડિટી, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ હોય છે, તો તુલસીના પાનનું નિયમિત સેવન કરવાથી ઘણી રાહત મળે છે. આને કારણે શરીરનું PH લેવલ પણ સંતુલિત થાય છે.

4. તુલસી તમારા શરીરને ડિટોક્સ કરે છે અને મેટાબોલિઝમ વધારે છે. તુલસીના પાન વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે.

5. તુલસીના પાંદડાથી મોઢાની દુર્ગંધની તકલીફ પણ દૂર થાય છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટે તુલસીના પાનનું સેવન કરો તો મોઢાના બેક્ટેરિયાને દૂર થાય છે અને મોઢાની દુર્ગંધની સમસ્યાને થાય છે.

આવી રીતે કરો ઉપયોગ
રાત્રે તુલસીના ચારથી પાંચ પાંદડા એક બાઉલમાં પાણી ભરી તેમાં પલાળી. સવારે આ પાંદડાને ખાલી પેટે પાણી સાથે જ પી જાઓ. જો તમે પાંદડા ગળી ન શકો તો બાઉલમાં ભરેલું બધું પાણી પી જાઓ અને તુલસીનાં પાંદડાને અન્ય એક બાઉલમાં પાણી સાથે નાખી ઉકાળવા. ત્યારબાદ ચાની જેમ આ પાણીને ગાળીને પીઓ.

તુલસીના પાન ચાવવાની ભૂલ ન કરશો
ઘણા લોકો તુલસીના પાન ચાવીને ખાય છે. આવી ભૂલ ન કરો કારણ કે તુલસીના પાંદડામાં પારો (મર્ક્યુરી) હોય છે જે આપણા દાંતના સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવતું નથી. જો તુલસીના પાન નિયમિતપણે ચાવવામાં આવે તો દાંત નબળા થઇ જાય છે અને બગડી જાય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article