Health : ખસખસના નાના દાણાઓના મોટા ફાયદાને અવગણવાની કોશિશ ન કરતા

|

Oct 13, 2021 | 6:58 AM

ખસખસનું બીજ ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે તે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે. તેની એક ચમચીમાં 9.7 મિલિગ્રામ મેગ્નેશિયમ પણ હોય છે, જે હાડકાના સારા સ્વાસ્થ્ય અને લોહી ગંઠાઈ જવા માટે ઉપયોગી છે.

Health : ખસખસના નાના દાણાઓના મોટા ફાયદાને અવગણવાની કોશિશ ન કરતા
Health: Do not try to ignore the benefits of small grains of Khas Khas

Follow us on

ભારતના વિવિધ રાજ્યોમાં વિવિધ નામોથી જાણીતા, ખુસ ખુસ અથવા ખસખસ(Khas Khas ) એક જાણીતો ઘટક છે. જે અસંખ્ય ભારતીય ભોજનમાં(Indian Food ) સ્થાન મેળવે છે. જ્યારે તેઓ એક વિશિષ્ટ સ્વાદ ધરાવે છે,  જ્યારે તમે કોઈપણ વાનગીમાં સરસ સુગંધ ઉમેરવાની જરૂર હોય ત્યારે ખસખસનો ઉપયોગ અચૂકથી કરવામાં આવે છે. 

સફેદ ખસખસ – ભારતીય/એશિયન ખસખસ તરીકે પણ ઓળખાય છે
ઓરિએન્ટલ ખસખસ – અફીણ ખસખસ તરીકે પણ ઓળખાય છે
વાદળી ખસખસ – યુરોપિયન ખસખસ તરીકે પણ ઓળખાય છે

ખસખસના બીજનું પોષણ 
ખસખસનું બીજ ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે તે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે. તેની એક ચમચીમાં 9.7 મિલિગ્રામ મેગ્નેશિયમ પણ હોય છે, જે હાડકાના સારા સ્વાસ્થ્ય અને લોહી ગંઠાઈ જવાની સમસ્યા માટે ઉપયોગી છે. ખસખસના બીજમાં આયર્ન અને કેલ્શિયમ નર્વસ સિસ્ટમના વિકાસ અને આરોગ્યમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

પ્રજનનક્ષમતામાં સુધારો
ખસખસ બીજ સ્ત્રીની પ્રજનનક્ષમતા વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેઓ ફેલોપિયન ટ્યુબમાંથી લાળ દૂર કરવા અને ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવામાં મદદ માટે જાણીતા છે. તેઓ કામવાસનાને વધારીને જાતીય ઇચ્છાને વધારે છે અને જાતીય સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

અનિદ્રા સામે લડે છે
અફીણ ખસખસ ઊંઘ લાવવામાં અસરકારક છે. શાંત અસર બનાવવા માટે જાણીતા, તેના બીજ તણાવનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. તેઓ ચાના રૂપમાં પી શકાય છે અથવા પેસ્ટ બનાવી શકાય છે અને ગરમ દૂધમાં ભળીને નિંદ્રાનો આનંદ માણી શકાય છે.

હાડકાની મજબૂતાઈ
તાંબુ અને કેલ્શિયમથી સમૃદ્ધ હોવાથી ખસખસ હાડકાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. બીજમાં રહેલું મેંગેનીઝ પ્રોટીન કોલેજનના ઉત્પાદનમાં મદદ કરે છે જે હાડકાઓને ગંભીર નુકસાનથી બચાવે છે.

પાચન સુધારે છે
ખસખસ અદ્રાવ્ય ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે અને પાચન તંત્રને મજબૂત કરવામાં અને કબજિયાતની અસરકારક સારવાર કરવામાં મદદ કરે છે.

કાર્ડિયોવાસ્ક્યુલર આરોગ્ય સુધારે છે
ખસખસના બીજમાં આહાર તંતુઓ ભરપૂર માત્રામાં હોય છે. તેઓ શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં ભૂમિકા ભજવે છે અને સારા કોલેસ્ટ્રોલના સ્તરને ઉપર રાખે છે. ખસખસ પણ આયર્નથી સમૃદ્ધ છે અને રક્ત પરિભ્રમણમાં સુધારો કરે છે. ખસખસના ઉપયોગથી બ્લડ પ્રેશરનું સ્તર નિયંત્રણમાં રહે છે અને તેમાં ઓમેગા -3 ફેટી એસિડ પણ હોય છે જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોની શક્યતા ઘટાડવામાં ફાયદાકારક છે.

મોંઢાનાં ચાંદાનો અસરકારક ઉપચાર
કારણ કે તેઓ શરીર પર ઠંડક અસર કરે છે, ખસખસ મો મોંઢાનાં ચાંદા માટે એક શ્રેષ્ઠ સારવાર તરીકે ઓળખાય છે.

બ્લડ પ્રેશરનું નિયમન
ખસખસના બીજમાં આવશ્યક ઘટક ઓલિક એસિડ બ્લડ પ્રેશરનું સ્તર ઘટાડવા માટે જાણીતું છે.

આંખો માટે 
ખસખસના બીજમાં ઝીંક અને એન્ટીઓક્સીડેન્ટ સામગ્રી દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે અને મેક્યુલર ડિજનરેશન જેવા આંખના રોગો સામે રક્ષણ આપે છે. ઉપરાંત કિડની સ્ટોન્સની સારવારમાં મદદ કરે છે

આ પણ વાંચો : Lifestyle : માચીસની લાકડીઓ ઘરના છોડ માટે આપે છે જબરદસ્ત લાભ, જાણો કેવી રીતે ?

આ પણ વાંચો : Lifestyle : મહેંદીનો રંગ દૂર કરવા આ રહી કેટલીક સિમ્પલ ટિપ્સ, અનુસરો અને મેળવો છુટકારો

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article