Health care : શિયાળામાં ઠંડી ઉડાડવા હીટર વાપરતા હોવ તો ચેતી જજો, સ્વાસ્થયને આ પ્રકારે કરે છે નુકસાન

|

Dec 22, 2021 | 9:03 PM

હીટર અથવા બ્લોઅરમાંથી નીકળતી હવા ખૂબ જ શુષ્ક હોય છે. તે વાતાવરણના ભેજને શોષી લે છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. અહીં જાણો તેના ગેરફાયદા અને નિવારણની પદ્ધતિઓ વિશે.

Health care : શિયાળામાં ઠંડી ઉડાડવા હીટર વાપરતા હોવ તો ચેતી જજો, સ્વાસ્થયને આ પ્રકારે કરે છે નુકસાન

Follow us on

શિયાળા(Winter)ની અસરથી બચવા માટે ઘણા લોકો રૂમ હીટર(Room heater)નો ઉપયોગ કરે છે. રૂમ હીટર શિયાળામાં ઘણી રાહત આપે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ટૂંકા ગાળાની રાહત તમારા સ્વાસ્થ્ય(Health) માટે કેટલી હાનીકારક સાબિત થઈ શકે છે?

 

હકીકતમાં, મોટાભાગના હીટરમાં લાલ-ગરમ ધાતુના સળિયા અથવા સિરામિક કોરો હોય છે. આ સળિયામાંથી નીકળતી ગરમ હવા એકદમ સૂકી હોય છે. તે રુમમાં ઓક્સિજન બાળવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ શ્વાસનો દર્દી છે, તો તેના માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આ સિવાય ત્વચા સંબંધિત તમામ સમસ્યાઓનું કારણ હીટર બની શકે છે.

અહીં જાણો હીટરથી સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

આંખના ચેપનું જોખમ

આંખોને સ્વસ્થ રાખવા માટે તેમાં ભેજ હોવો ખૂબ જ જરૂરી છે. પરંતુ કન્વેન્શન હીટર, હેલોજન હીટર, બ્લોઅરમાંથી નીકળતી સૂકી હવા આંખોના ભેજને શોષી લે છે. તેનાથી આંખોમાં ખંજવાળ, બળતરા, લાલાશ થાય છે. સાથે જ ચેપ લાગવાની પણ શક્યતા રહે છે. આંખોને વારંવાર હાથ વડે સ્પર્શ કરવાથી કન્જકટિવવાઇટસ થઈ શકે છે.

શ્વાસના દર્દીઓ માટે જોખમી

જો તમે અસ્થમા અથવા શ્વાસની કોઈ સમસ્યાથી પીડિત છો, તો તમારે હીટરનો વધુ ઉપયોગ ન કરવો જોઈએ. હીટર હવાને સૂકવે છે, સાથે જ તેમાંથી હાનીકારક ગેસ છોડે છે, જે તમારા શરીરના અન્ય ભાગો માટે પણ હાનીકારક છે. તેનાથી તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ સિવાય હીટરની શુષ્ક હવાને કારણે ગળું વારંવાર શુષ્ક થવા લાગે છે અને શ્વાસ નળીમાં બળતરા, ફેફસામાં શુષ્કતા અને ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો હીટરની હવા ફેફસામાં પ્રવેશે છે, તો કફની સમસ્યા થઈ શકે છે.

ત્વચાની સમસ્યાઓ

રૂમ હીટર અને બ્લોઅરમાંથી નીકળતી સૂકી હવા પણ તમારી ત્વચા માટે હાનિકારક છે. આના કારણે ત્વચામાં ડ્રાયનેસ, ખંજવાળ, લાલ ધબ્બા અને કરચલીઓ જેવી સમસ્યા થઈ શકે છે. કેટલીકવાર શુષ્કતા એટલી વધી જાય છે કે ત્વચા પર ખંજવાળ આવવા લાગે છે.

શું કરવુ ?

હીટરનો ઉપયોગ ટાળવો જ શાણપણની વાત છે, પરંતુ જો તમે હીટર ખરીદતા હોવ તો ઓઈલ હીટર લો. તે હવાને સમાન તાપમાને ગરમ કરે છે.

જ્યારે પણ તમે હીટરનો ઉપયોગ કરો ત્યારે તેની પાસે પાણી ભરેલું વાસણ રાખો. આ હવામાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે અને હવામાં શુષ્કતા ઘટાડે છે.

પલંગને ગરમ કરવા માટે ધાબળા અથવા રજાઇની અંદર હીટર મુકવાની ભુલ ક્યારેય કરશો નહીં. તેના કારણે આગ લાગવાનો ભય છે.

રાત્રે ક્યારેય હીટર ચાલુ રાખીને સૂવું નહીં. તેને એક કે બે કલાક સુધી ચલાવો અને રૂમ ગરમ થાય પછી તેને બંધ કરો. તે પછી સૂઈ જાઓ.

સાઇનસ અથવા શ્વાસની સમસ્યાઓથી પીડાતા લોકોએ હીટરનો ઉપયોગ કરતી વખતે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવો જોઈએ. તે ભેજ જાળવી રાખે છે.

જો આંખોમાં કોઈ સમસ્યા હોય તો નિષ્ણાતનો અભિપ્રાય લીધા પછી જ હીટરનો ઉપયોગ કરો.

હીટરની ખૂબ નજીક ન બેસો અને ઉપયોગ કરતા પહેલા ત્વચાને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

 

આ પણ વાંચો :  શું હવે કોલસાની ક્વોલિટીના આધાર પર વસૂલવામાં આવશે ગ્રીન સેસ, જાણો શું છે સરકારનો પ્લાન

આ પણ વાંચો : Stock Update : Metro Brands નું નિરાશાજનક લિસ્ટિંગ, જાણો આજે ક્યાં સ્ટોક્સ રોકણકારોને કરાવી રહ્યા છે લાભ

Next Article