AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો બ્લડ પ્રેશરમાં ફાયદાકારક છે આ 1300 વર્ષ જૂનું પીણું ! પીરિયડના દુખાવામાં પણ અસરકારક છે

લો બ્લડ પ્રેશરની જેમ પીરિયડ પેઇન એ પણ સામાન્ય સમસ્યા છે. પરંતુ આ બંને સમસ્યાઓને દૂર કરવા માટે ઈન્ડોનેશિયાના લોકોએ એક ખાસ પદ્ધતિ અપનાવી છે. તમે પણ મેળવી શકો છો ફાયદો.

લો બ્લડ પ્રેશરમાં ફાયદાકારક છે આ 1300 વર્ષ જૂનું પીણું ! પીરિયડના દુખાવામાં પણ અસરકારક છે
Health Benefits of Ancient Indonesian Jamu
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 4:29 PM
Share

Jamu Drink Benefits: અસંતુલિત આહાર અને નબળી જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોમાં લો બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. લો બ્લડ પ્રેશર એ લોકો માટે ખૂબ જ સામાન્ય સમસ્યા છે. જેઓ એક જગ્યાએ બેસીને કામ કરે છે. લો બ્લડ પ્રેશરની સમસ્યા ત્યારે થાય છે જ્યારે તમારા શરીરનું બ્લડ પ્રેશર 90/60 mg HG કરતા ઓછું થઈ જાય. પહેલા લો બ્લડ પ્રેશરની સમસ્યા વૃદ્ધોમાં જોવા મળતી હતી, પરંતુ હવે તે યુવાનોમાં પણ જોવા મળી રહી છે.

લો બ્લડ પ્રેશરની જેમ પીરિયડ પેઇન એ પણ સામાન્ય સમસ્યા છે. પરંતુ આ બંને સમસ્યાઓને દૂર કરવા માટે ઈન્ડોનેશિયાના લોકોએ એક ખાસ પદ્ધતિ અપનાવી છે. ઈન્ડોનેશિયાના લોકો પીરિયડના દુખાવા અને લો બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન ન થાય તે માટે ખાસ પ્રકારનું પીણું પીવે છે. આવો જાણીએ આ ખાસ પીણા વિશે.

ઈન્ડોનેશિયાના લોકો જામુનો જ્યુસ પીવે છે

ઈન્ડોનેશિયાના લોકો આ બે પ્રકારની સમસ્યાઓ સામે લડવા માટે જામુ ડ્રિંક પીવે છે. એક રિપોર્ટ અનુસાર આ પીણાનો ઈતિહાસ લગભગ 1300 વર્ષ જૂનો છે. જામુ એ ઇન્ડોનેશિયન સંસ્કૃતિનો એવો અભિન્ન ભાગ છે કે તેને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં પણ નામાંકિત કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, જામુ એક હર્બલ દવા છે જે આદુ, હળદર, લવિંગ, વરિયાળી, ચૂનો અને આમલી જેવા કુદરતી ઘટકોમાંથી બનાવવામાં આવે છે.

લો બ્લડ પ્રેશર અને પીરિયડના દુખાવામાં ફાયદાકારક છે

તમને જાણીને નવાઈ લાગશે કે ઈન્ડોનેશિયાના અલગ-અલગ સ્થળોએ જામુ ડ્રિંક અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. આ પીણું પ્રથમ રોયલ કોર્ટમાં પીવામાં આવ્યુ હતું. તે સમયે ગામના લોકોએ આ પીણું બનાવ્યું હતું, ત્યારબાદ અન્ય લોકોએ પણ તેને બનાવવાનું શરૂ કર્યું. એવું માનવામાં આવે છે કે અલગ-અલગ જામુ ડ્રિંકના ગુણધર્મો પણ અલગ-અલગ હોય છે. તેનાથી લો બ્લડ પ્રેશર તેમજ પીરિયડના દુખાવામાં રાહત મળે છે. જામુને હેલ્ધી ડ્રિંક તરીકે જોવામાં આવે છે. ઈન્ડોનેશિયાના લોકો માને છે કે આ પીણું તમારા શરીરની સાથે સાથે તમારા મનની પણ સારવાર કરે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

g clip-path="url(#clip0_868_265)">