Health : એસીડીટી અને નબળાઈ દૂર કરવા ડાયટિશિયન દ્વારા જણાવવામાં આવેલ એક અનોખો ઘરેલુ ઉપાય

|

Nov 13, 2021 | 5:53 PM

તહેવારો દરમિયાન સતત કામ કરવાને કારણે તમે શારીરિક નબળાઈ અનુભવી રહ્યા છો તો ડાયટિશિયન દ્વારા જણાવવામાં આવેલ આ ઘરગથ્થુ ઉપાય એકવાર જરૂર અજમાવો.

Health : એસીડીટી અને નબળાઈ દૂર કરવા ડાયટિશિયન દ્વારા જણાવવામાં આવેલ એક અનોખો ઘરેલુ ઉપાય
Health Tips

Follow us on

એક પછી એક તહેવારોના (Festivals ) આગમનને કારણે અનેક પ્રકારની વાનગીઓ, મીઠાઈઓ વગેરેનો વપરાશ પણ ખૂબ જ વધી જાય છે. તેનાથી ગેસ, અપચો વગેરેની સમસ્યા વધે છે. જે લોકો પહેલાથી જ એસિડિટીની સમસ્યા ધરાવે છે તેમના માટે તે વધુ પરેશાન કરે છે. આ સ્થિતિમાં વધુ કંઈપણ ખાતા પહેલા, તમારે તમારા સ્વાસ્થ્યનું એક વાર ધ્યાન રાખવું જોઈએ.

જો એસિડિટી તમને પણ પરેશાન કરી રહી છે અને તહેવારો દરમિયાન સતત કામ કરવાને કારણે તમે શારીરિક નબળાઈ અનુભવી રહ્યા છો તો ડાયટિશિયન દ્વારા જણાવવામાં આવેલ આ ઘરગથ્થુ ઉપાય એકવાર જરૂર અજમાવો. આ પહેલા જાણી લો કે એસિડિટી શું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એસિડિટી શું છે?
પેટમાં ગેસ્ટ્રિક ગ્રંથિ છે. જ્યારે આ ગ્રંથિ પેટમાં વધારાનું એસિડ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે, ત્યારે તેને એસિડિટી કહેવાય છે. જ્યારે કોઈ વ્યક્તિને એસિડિટી હોય ત્યારે તેને હાર્ટબર્ન, અપચો, પેટમાં બળતરા, ફૂડ પાઈપમાં દુખાવો થવો વગેરે સમસ્યાઓ થઈ શકે છે. અયોગ્ય રીતે ખાવું, બેઠાડુ જીવનશૈલી, વધુ આલ્કોહોલ અને ધૂમ્રપાનનું સેવન, તણાવ, શારીરિક રીતે સક્રિય ન રહેવું વગેરે જેવા ઘણા કારણોસર ગેસ અથવા એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

ઘણી વખત વધુ તૈલી-મસાલેદાર વસ્તુઓ ખાવાથી પણ એસિડિટી થાય છે. આ સમસ્યાથી બચવા માટે જરૂરી છે કે તમે તમારી જીવનશૈલી, ખાનપાનની આદતોમાં સુધારો કરો અને સાથે જ ડાયટિશિયન દ્વારા જણાવવામાં આવેલા આ ઘરેલું ઉપાયને પણ અજમાવો.

એસિડિટી અને નબળાઈમાં રાહત મેળવવાના ઉપાય
જો એસિડિટી અને નબળાઈની સમસ્યા તમને પરેશાન કરી રહી છે, તો ડાયટિશિયન સોનિયા નારંગે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ખૂબ જ સરળ ટિપ્સ આપી છે. તમારે ગુલાબની પાંખડી/ગુલકંદ/ગુલાબનું શરબત પાણી, થોડી માત્રામાં દૂધ અને ખાંડ સાથે મિક્સ કરવું પડશે. આ પીણાને એક નાના કપમાં નાખીને સવારે ખાલી પેટ પીવો. તમે તેને ભોજન પહેલાં પણ પી શકો છો. તમે ઈચ્છો તો થોડું ઠંડું પણ પી શકો છો.

 

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો: Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,091 કેસ નોંધાયા, રિકવરી રેટ 98.25 ટકા

આ પણ વાંચો: Ayurveda: આમળા છે અતિગુણકારી, આમળાના જ્યુસના ફાયદા જાણીને રહી જશો દંગ

Next Article