Ginger water Benefits: આદુ વાળા પાણીના આ છે ફાયદા, વજન ઘટાડવા સહિત સ્વાસ્થય માટે છે અત્યંત લાભકારી

|

Sep 09, 2021 | 9:46 AM

આદુ એન્ટીઑકિસડન્ટ અને એન્ટિ એન્ફ્લેમેટરી (બળતરા વિરોધી) ગુણધર્મોનું પાવરહાઉસ છે જે ત્વચા, વાળ અને શરીર માટે ફાયદાકારક છે

Ginger water Benefits: આદુ વાળા પાણીના આ છે ફાયદા, વજન ઘટાડવા સહિત સ્વાસ્થય માટે છે અત્યંત લાભકારી
Ginger water Benefits

Follow us on

Ginger water Benefits: આદુને સામાન્ય રીતે ભારતીય ઘરોમાં પસંદ કરવામાં આવે છે. હવે ભલે આપણે તેનો ઉપયોગ ચામાં કરીએ કે ભોજનમાં. તમારી વાનગીઓને સ્વાદ આપવા ઉપરાંત, આદુનો પરંપરાગત રીતે આયુર્વેદ અને હોમિયોપેથી જેવા તબીબી વિજ્ઞાનમાં ઉપયોગ કરવામાં આવે છે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. આદુ એન્ટીઑકિસડન્ટ અને એન્ટિ એન્ફ્લેમેટરી (બળતરા વિરોધી) ગુણધર્મોનું પાવરહાઉસ છે જે તમારા ત્વચા, વાળ અને શરીર માટે ફાયદાકારક છે.

વજન ઘટાડવું – આદુ માત્ર સ્વાદ વધારનાર જ નથી, પણ તે વજન ઘટાડવા માટે એક ઉત્તમ વિકલ્પ તરીકે પણ કામ કરે છે. જો તમે નિયમિતપણે આદુનું પાણી પીઓ છો, તો તે પોષક તત્વોને વધુ સારી રીતે શોષી લે છે. તે તમારી ભૂખ પણ ઘટાડે છે. તેનું સેવન કર્યા પછી તમે લાંબા સમય સુધી ભૂખ અનુભવતા નથી.

ત્વચા માટે – આદુનું પાણી પીવાથી ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે. તે એન્ટીઑકિસડન્ટ જીંજરોલથી ભરપૂર છે જે મુક્ત રેડિકલ સામે લડી શકે છે. તે ત્વચાને ન માત્ર સ્વસ્થ રાખે છે પણ તેને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે. તેના બળતરા વિરોધી ગુણધર્મો તમામ પ્રકારના ચેપ સામે લડી શકે છે અને તમારી ત્વચાને સ્વસ્થ અને સ્વચ્છ બનાવી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

માસિક ધર્મમાં ઉપયોગી – પીએમએસને કારણે થતી તકલીફ ઘટાડવા માટે તમે આદુનું પાણી પી શકો છો. એક સંશોધન મુજબ, આદુ માસિકમાં દુખાવો અને ખેંચાણ ઘટાડવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે – આદુનું પાણી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. હૃદયરોગ અને સ્ટ્રોક જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનું વધતું જોખમ ઘટાડે છે.

આદુનું પાણી એન્ટીઑકિસડન્ટોથી ભરેલું છે – આદુનું પાણી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે જે તમને ફ્રી રેડિકલ્સ સામે લડવામાં કરવામાં મદદ કરે છે. તે કેન્સર, હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી આરોગ્યની સ્થિતિનું જોખમ ઘટાડે છે. આદુનું પાણી પોટેશિયમથી ભરપૂર છે. તમારા હૃદય, સ્નાયુઓ, હાડકાં અને મેટબોલીઝમ માટે પોટેશિયમ મહત્વનું છે પોટેશિયમની ઉણપ હૃદયની સમસ્યાઓ અને હાઈ બ્લડ પ્રેશર તરફ દોરી શકે છે.

આ રીતે બનાવો ઘરે આદુનું પાણી

સામગ્રી
તાજા આદુનું મૂળ
પાણી – 3 કપ
મધ – 1 ચમચી

રીત
આદુને છીણી લો, તેને એક બાઉલમાં નાખો.
3 કપ પાણી ઉકાળો.
પાણી ઉકળવા આવે એટલે તેમાં આદુ ઉમેરો.
ગેસ બંધ કરો અને પાણીને 5 મિનિટ સુધી આ રીતે રહેવા દો.
એક ગ્લાસમાં આદુના ટુકડા કાઢવા માટે પ્રવાહીને ગાળી લો.
એક ચમચી મધ ઉમેરો અને સારી રીતે ભળવા દો.
આદુનું પાણી પીવા માટે તૈયાર છે.

નોંધ: પ્રાથમિક માહિતીઓના આધારે આ જનરુચિને ધ્યાનમાં લેખને તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાસ્થય સબંધિત કોઈ પણ પ્રયોગ કરતાં પહેલા જે તે વિષયના અનુભવી વિશેષજ્ઞની સલાહ લેવી સલાહ આપવામાં આવે છે. 

આ પણ વાંચો: Health : વજન ઓછું કરવા પાણીમાં ઉમેરો પાંચ એલચીના દાણા અને પછી જુઓ પરિણામ

આ પણ વાંચો: Health Tips : આ ઘરગથ્થું ઉપાય અજમાવીને વધારો તમારી આંખોનું તેજ, ચશ્માના નંબર પણ ઉતરવા લાગશે

 

Next Article