Garlic Benefits : સવારે ખાલી પેટે લસણની ફક્ત બે કળીઓ આપશે શરીરને ચમત્કારિક ફાયદા

|

Aug 03, 2022 | 8:08 AM

જો લસણની (Garlic ) બે કળીઓને સવારે ખાલી પેટ પાણી સાથે ગળવામાં આવે તો પાચન સંબંધી તમામ સમસ્યાઓ જેમ કે ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત વગેરે દૂર થાય છે.

Garlic Benefits : સવારે ખાલી પેટે લસણની ફક્ત બે કળીઓ આપશે શરીરને ચમત્કારિક ફાયદા
Garlic benefits (Symbolic Image )

Follow us on

આયુર્વેદમાં(Ayurveda ) લસણને ઔષધી ગણવામાં આવે છે. વિટામીન B1, B6 અને C ઉપરાંત મેંગેનીઝ, કેલ્શિયમ, કોપર, સેલેનિયમ જેવા પોષક તત્વો લસણમાં (Garlic ) મળી આવે છે. આ ઉપરાંત, લસણમાં  એલિસિન નામનું એક ખાસ ઔષધીય તત્વ હોય છે, જે એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ, એન્ટિફંગલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણોથી સમૃદ્ધ હોય છે. જેથી આમ જોવા જઈએ તો, લસણ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે જો રોજ સવારે ખાલી પેટે લસણની બે કળીઓ ગળી લેવામાં આવે તો તમારા સ્વાસ્થ્યને ચમત્કારિક ફાયદા મળે છે અને તમારું શરીર તમામ રોગોથી સુરક્ષિત રહે છે. આવો જાણીએ લસણના આ તમામ ફાયદાઓ વિશે.

પેટની સમસ્યા દૂર કરે છે

આયુર્વેદમાં પેટને અડધાથી વધુ રોગોનું કારણ માનવામાં આવે છે કારણ કે ઘણા એવા ખોરાક છે જે ખાવાથી શરીરને વિપરીત અસર થાય છે. એવું માનવામાં આવે છે કે જો લસણની બે કળીઓને સવારે ખાલી પેટ પાણી સાથે લેવામાં આવે તો પાચન સંબંધિત તમામ સમસ્યાઓ જેમ કે ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત વગેરે દૂર કરવામાં મદદ મળે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

લસણ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. લસણનું નિયમિત સેવન કરવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ તમારી ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે અને તેનાથી તમારું શરીર રોગો સામે લડવામાં સક્ષમ બને છે. જો લસણની મદદથી તમારા શરીરને ડિટોક્સિફાય કરવામાં આવે તો તેનાથી તમારા  શરીર અને તમારી ત્વચા બંનેને ઘણા ફાયદા થાય છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

વજન ઘટાડવામાં ઉપયોગી

જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો પણ લસણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આવા તમામ તત્વો લસણમાં જોવા મળે છે, જે મેટાબોલિઝમને વેગ આપે છે અને શરીરની ચરબી ઝડપથી બર્ન કરે છે. જે લોકો ઝડપથી વજન ઘટાડવા માંગે છે તેમના માટે તે ખૂબ જ લસણની કળીઓ ખુબ ફાયદાકારક છે.

બ્લડ સુગરને નિયંત્રિત કરે

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લસણ ખૂબ ઉત્તમ ગણવામાં આવે છે. તેમાં જોવા મળતું એલિસિન નામનું તત્વ લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરે છે. તેમજ જે લોકોને ડાયાબિટીસ નથી તેઓ રોજ સવારે ખાલી પેટ લસણનું સેવન કરે તો ડાયાબિટીસનું જોખમ ઓછું થઈ જાય છે.

મોસમી રોગોથી રાહત

લસણની બે કળીને નિયમિત રીતે પાણી સાથે ગળવાથી પણ મોસમી રોગોમાં રાહત મળે છે. દરરોજ લસણનું સેવન કરવાથી, શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ ઝડપથી સતાવતી નથી. આ સાથે જ લસણની કળીઓ ટીબી અને અસ્થમા જેવા દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.

કેન્સરનું જોખમ ઘટાડે છે

એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિબાયોટિક અને એન્ટિકાર્સિનોજેનિક ગુણોથી સમૃદ્ધ હોવાથી લસણ કેન્સર જેવી બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. તેમજ જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમના માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Next Article