JOB કરતા WORKING AT HOME કરવાથી તંદુરસ્ત અને શાંતિમય જીવન જીવી શકો છો, સિડની યુનિવર્સિટીનો સર્વે

|

Dec 11, 2022 | 11:33 AM

WORKING AT HOME : માણસ નોકરીમાં તો ગુલામીની સાથે સ્ટ્રેસનો અનુભવે કરે જ છે. સાથેસાથે જીવનમાં નિરાશામાં સતત ગરકાવ થતો જાય છે. માણસ આનંદ પ્રમોદમાં રહેવાનું ભૂલીને બસ ભાગદોડમાં જ રચ્યું પચ્યું રહેવું પસંદ કરે છે.

JOB કરતા WORKING AT HOME કરવાથી તંદુરસ્ત અને શાંતિમય જીવન જીવી શકો છો, સિડની યુનિવર્સિટીનો સર્વે
નોકરી કરતા ઘરકામ કરવું વધું હિતાવહ છે (ફાઇલ ફોટો)
Image Credit source: File Photo

Follow us on

ભૌતિક સુખ મેળવવા આજે માણસો શારીરિક-માનસિક અને પારિવારીક સુખ ગુમાવી રહ્યા છે. સૌ-કોઇ જાણે છેકે રૂપિયા મેળવવા લોકો આજે દિવસભરનો સમય ઓફિસ કે કામધંધામાં દોડધામ કરે છે. જેના કારણે માણસ પોતાના માનસિક સુખ, પારિવારીક સુખ અને શારીરિક સુખને અવગણે છે. લોકો શારીરિક શ્રમ કરવાથી ભાગતા જોવા મળે છે. અને, ઓફિસમાં એસીમાં બેઠા-બેઠા કામ કરવાનું વધારે પસંદ કરે છે. જીવનશૈલીના સમાચાર અહીં વાંચો.

એટલે કે માણસ નોકરીમાં તો ગુલામીની સાથે સ્ટ્રેસનો અનુભવે કરે જ છે. સાથેસાથે જીવનમાં નિરાશામાં સતત ગરકાવ થતો જાય છે. જેને કારણે કુદરતે આપેલા સુંદર જીવનને કાળરૂપી બનાવી દે છે. અને, માણસ આનંદ પ્રમોદમાં રહેવાનું ભૂલીને બસ ભાગદોડમાં જ રચ્યું પચ્યું રહેવું પસંદ કરે છે. પરંતુ, શું તમે જાણો છો કે આ તમામ બાબતો તમને કેટલી નુકસાનકારક છે ? ત્યારે પશ્ચિમના દેશોમાં થયેલા એક સર્વેમાં આ તમામ બાબતો યોગ્ય પુરવાર થઇ છે. જેની આ લેખમાં વાત કરવા જઇ રહ્યા છીએ.

લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા આટલું કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

-આજની મહિલાઓ અને પુરુષોને ઘરકામ કરવું નાપસંદ છે. પરંતુ, ઓફિસમાં બોસની ગુલામી વેઠીને નોકરીમાં બેઠાબેઠા કામ કરવું પસંદ છે. પરંતુ, આવું કરવું તમારા જીવનને ટુંકું બનાવી દે છે. સિડની યુનિવર્સિટી દ્વારા થયેલા એક સર્વેમાં સામે આવ્યું છેકે ઘરકામ કરવાથી તમારું જીવન લાંબુ બને છે. ઘરમાં દૈનિક કાર્ય કરવાથી તમારા શરીરને શ્રમ મળે છે. અને, શારિરીક થાકને કારણે તમને પુરતી ઉંઘ આવે છે. અને, શ્રમને કારણે તમે સારો ખોરાક લેવાનું પસંદ કરો છો. જેથી તમારું હેલ્થ પણ સારું રહે છે. જયારે જીમમાં શારીરિક શ્રમ કરવાથી તમારા હાર્ટ પર અસર પડે છે. અને, હમણાં જ બનેલા કેટલાક કિસ્સાઓ પરથી દેખાઇ રહ્યું છેકે જીમમાં જઇને કસરત કરવાથી મોત પણ મળી શકે છે.

બાળકો સાથે રમવું, પગથિયા ચડ-ઉતર કરવા, ઘરમાં કચરા-પોત્તા કરવા, અને રસોડામાં જઇને રસોઇ માટે શ્રમ કરવો તમારા જીવનને સારું અને સ્વસ્થ બનાવે છે. આવું કરવાથી કેન્સર, હાર્ટ એટેક અને કોઇ મોટી બીમારીનાં જોખમને ટાળી શકાય છે. 87,500થી વધુ બ્રિટિશ વયસ્કો પર થયેલા આ રિસર્ચમાં આ નિષ્કર્ષ સામે આવ્યો છે. સ્વાસ્થ્ય લાભોને સચોટ રીતે માપવા માટે આ પહેલું રિસર્ચ છે.

મુખ્ય સંશોધક પ્રોફેસર ઇમેન્યુઅલ સ્ટેમાટાકિસ કહે છે કે દરરોજ કસરત ન કરતા લોકોની તુલનામાં દૈનિક કાર્યોમાં ગતિ વધારીને કરાયેલાં કામને 11 મિનિટ સુધી કરવાથી હાર્ટ એટેકથી મોતનું જોખમ 65% સુધી ઘટે છે જ્યારે, કેન્સરથી મોતનું જોખમ 49% ઘટે છે.

સ્વાસ્થ્યનાં પરિણામોને સરેરાશ 6.9 વર્ષ સુધી ટ્રેક કરાયા. સરવેમાં સામેલ 852 લોકોનાં મોત થયાં. 511નું કેન્સરથી તો 266નું હાર્ટ એટેકથી. 89% લોકો પાસે દૈનિક કાર્યો કરાવવામાં આવ્યાં. તેનાથી બીમારીની શક્યતા જે લોકો દૈનિક કાર્યો નહોતાં કરતાં તેનાથી ઓછી હતી.

Published On - 11:32 am, Sun, 11 December 22

Next Article