Fitness Funda : વધુ પ્રમાણમાં પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, જાણો દિવસ દરમિયાન કેટલું પાણી પીવું યોગ્ય ?

|

Jun 21, 2021 | 8:28 PM

જે લોકો ફીટ થવાના ચક્કરમાં રોજ 4 લિટરથી વધુ પાણી પી જાય છે. તેમણે સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે જરૂરિયાતથી વધુ પાણી પીવુ એ પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Fitness Funda : વધુ પ્રમાણમાં પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, જાણો દિવસ દરમિયાન કેટલું પાણી પીવું યોગ્ય ?
પ્રતિકાત્મક તસવીર

Follow us on

જળ એજ જીવન છે આ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. વ્યક્તિ એક સમયે ભૂખ્યો રહી શકે છે પરંતુ તરસ લાગી હોય તો પાણી પીધા વગર તે રહી નથી શક્તો. જો કોઇ તરસ્યા માણસને ઝડપથી પાણી નહી મળે તો તેનું મોત પણ થઇ શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે વ્યક્તિએ એક દિવસમાં 2 લિટર જેટલું પાણી પીવું જોઇએ. જો તેઓ મહેનતનું કામ કરતા હોય અથવા તો રમત-ગમત સાથે જોડાયેલા હોય તો દિવસ દરમિયાન 4 લિટર પાણી પીવું જોઇએ.

જે લોકો ફીટ થવાના ચક્કરમાં રોજ 4 લિટરથી વધુ પાણી પી જાય છે તેમણે સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે જરૂરિયાતથી વધું પાણી પીવુ એ પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જરૂરિયાત કરતા વધુ પાણી પીવાથી પણ માણસનું મોત થઇ શકે છે.

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવુ છે કે, આપણે આપણા વજનના હિસાબે પાણી પીવું જોઇએ. જો તમારુ વજન 60 કિલોની આસપાસ છે તો તમારે દિવસ દરમિયાન 2 લિટર પાણી પીવું જોઇએ. જો તમે જીમ જતા હોવ, એથલીટ હોવ અથવા તો વધારે મહેનતનુ કામ કરતા હોવ તો 3 થી 4 લિટર પાણી તમારા માટે પર્યાપ્ત છે. લાંબા સમય સુધી 4 લિટર કરતા વધું પાણી પીવું તમારા માટે નુક્સાન કારક સાબિત થઇ શકે છે. વધારે પાણી પીવાથી તમારુ વજન વધે છે. શરીર એક નિર્ધારિત માત્રા સુધી જ પાણીનો નિકાલ કરવા માટે સક્ષણ હોય છે. જો આપણે રોજ વધારે પાણી પી લઇએ તો તે શરીરમાં જમા થવા લાગે છે અને પછી આપણું વજન વધે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જરૂરિયાત કરતા વધું પાણી પીવાથી શરીરમાં હાજર સોડિયમનું પ્રમાણ ઘટવા લાગે છે. સ્વસ્થ મગજ માટે શરીરમાં સોડિયમનું પ્રમાણ જળવાયેલુ હોવું જરૂરી છે. જો શરીરમાં સોડિયમનું પ્રમાણ ઘટે છે તો તે સ્થિતીને હાઇપોટ્રિમિયા કહે છે. શરીરમાં સોડિયમનું પ્રમાણ ઓછું થવાથી મગજમાં સોજા ચડે છે અને આ સ્થિતિ ખુબ જ ખતરનાક હોય છે. આ સ્થિતિમાં માણસ કોમામાં પણ જઇ શકે છે.

વધુ પાણી પીવાથી કિડની પણ ખરાબ થઇ શકે છે

જરૂરિયાત કરતા વધારે પાણી પીવાથી આપણી કિડની પર પણ ખરાબ અસર થાય છે. વધારે પાણી પીવાથી ઓવરહાઇડ્રેશનની સમસ્યા થવા લાગે છે. તેવી સ્થિતીમાં આપણી કિડની પર ઘણી બધી ખરાબ અસર થાય છે. આપણી કિડની પાણીને ફિલ્ટર કરતી હોય છે માટે વધારે પાણી પીવાથી આપણી કિડનીનું કામ વધી જાય છે. લાંબા સમય સુધી જો આવું જ ચાલતુ રહે તો આપણી કિડની પણ ખરાબ થઇ શકે છે

Next Article