Father’s Day: દરેક પિતાએ 40 વર્ષની ઉંમરે જરુરથી કરાવવા જોઈએ આ મેડિકલ ટેસ્ટ

|

Jun 19, 2022 | 7:46 PM

Father's Day : આ પ્રકારના મેડિકલ ટેસ્ટ કરાવીને તમે પોતાના પિતાને ફાધર્સ ડેની બેસ્ટ ગીફટ આપી શકો છો. તેનાથી તમે તમારા પિતાનું સ્વાસ્થ્ય વધારે સુરક્ષિત બનાવશો.

Fathers Day: દરેક પિતાએ 40 વર્ષની ઉંમરે જરુરથી કરાવવા જોઈએ આ મેડિકલ ટેસ્ટ
Father's Day
Image Credit source: Pixabay

Follow us on

આ દુનિયામાં મા પછી જો કોઈ સૌથી વધુ આપણને નજીકથી જાણતુ હોય તો એ છે આપણા પિતા. પિતા આપણી દરેક જરુરીયાતો પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. આપણે નાના હોઈએ ત્યાથી લઈને યુવાન થઈએ ત્યા સુધી તે આપણી કાળજી રાખવાનો પૂરો પ્રયત્ન કરે છે. પણ સંતાનોએ વધારે ઉમરના પિતાની સંભાળ લેવી જોઈએ. જીવનમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ (Health Problems) આપણા બધાને ક્યારેકને ક્યારેક અસર કરે જ છે. આ સમસ્યાઓમાં હાઈ બીપી, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ અને અન્યનો સમાવેશ થાય છે. આ રોગો આજકાલ સામાન્ય બની ગયા છે. પુરુષોએ પણ વધારે ઉંમર થતા તમામ સ્વાસ્થ્ય સંબંધિત ચેકઅપ કરવુ જોઈએ, જે ખૂબ જ જરુરી છે.

મોટાભાગના પુરૂષોને 40 વર્ષની ઉંમરે સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. વધતી જતી ઉંમર એક મોટું કારણ છે. એટલા માટે દરેક માણસે 40 વર્ષની ઉંમરે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. આજે ફાધર્સ ડે (Father’s Day) છે અને દર વર્ષે આ ખાસ દિવસ જૂનના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. તમે પણ તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને ફાધર્સ ડેને વધુ ખાસ બનાવી શકો છો.

એક પિતાનો પડછાયો તેના બાળક માટે દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા છે, પરંતુ આ પડછાયાને પણ સુરક્ષિત રાખવાની જવાબદારી આપણી છે. કેટલાક મેડિકલ ટેસ્ટ દ્વારા તમે તમારા પિતાના સ્વાસ્થ્યને સુરક્ષિત કરી શકો છો અને પોતાના પિતાને ફાધર્સ ડેની ઉત્તમ ભેટ આપી શકો છો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હાઈ બીપી ટેસ્ટ

હેલ્થ એક્સપર્ટ્સના કહેવા અનુસાર, 40 વર્ષની ઉંમર પછી લોકોને હાઈપરટેન્શનની સમસ્યા થવા લાગે છે. તણાવ અને વૃદ્ધાવસ્થા તેના માટે મહત્વપૂર્ણ કારણો છે. જો હાઈ બીપી કોઈને પરેશાન કરવા લાગે તો તેને લાંબા સમય સુધી દવા લેવી પડે છે. હાઈ બીપીને કારણે હાર્ટ એટેક અને કિડની ડેમેજ થવાનો ખતરો રહે છે. હાઈ બીપીને અવગણી શકાય નહીં. તેથી તમારા પિતાનો પણ હાઈ બીપી માટે ટેસ્ટ કરાવો.

બ્લડ સુગર ટેસ્ટ

આજકાલ ડાયાબિટીસની બીમારી ખુબ જ સામાન્ય બની ગયી છે. ડાયાબિટીસ માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ બાળકોને પણ થતી હોય છે. પિતા ઘણીવાર તણાવમાં રહે છે. જેની તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. તેથી નિયમિતપણે તેમનો બ્લડ સુગર ટેસ્ટ કરાવતા રહો. તમારા પિતાને ડાયાબિટીસ અનુસાર ભોજન આપો.

થાઇરોઇડ ટેસ્ટ

જો કોઈ વ્યક્તિને થાઈરોઈડ જેવી સ્વાસ્થ્ય સમસ્યા હોય તો આ સ્થિતિમાં તેનું વજન વધી જાય છે અથવા તો વજન ઘટવા લાગે છે. થાઈરોઈડને કારણે શરીરમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આ માટે TSH નામનો એક ટેસ્ટ છે, જે 40 વર્ષની ઉંમરે દરેક વ્યક્તિએ, પછી તે પુરુષ હોય કે સ્ત્રી કરાવવો જ જોઈએ. આ પ્રકારના મેડિકલ ટેસ્ટ કરાવીને તમે પોતાના પિતાને ફાધરસ ડેની બેસ્ટ ગીફટ આપી શકો છો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Next Article