ગર્ભાવસ્થામાં આલ્કોહોલનો એક પેગ પણ ખતરનાક છે, શું તમે જાણો છો તમારા બાળકના મગજનો વિકાસ અટકી શકે છે

|

Dec 25, 2022 | 1:41 PM

ગર્ભવતી મહિલાઓના ગર્ભનો કુલ પરિપક્વતા સ્કોર (FTMS) નોંધપાત્ર રીતે ઓછો હોય છે. FTMS એ મનની પરિપક્વતાની ગણતરી કરવાની સિસ્ટમ છે, આ ઘટવાનો અર્થ એ છે કે બાળકના મગજનો વિકાસ એકંદરે ઓછો થયો છે.

ગર્ભાવસ્થામાં આલ્કોહોલનો એક પેગ પણ ખતરનાક છે, શું તમે જાણો છો તમારા બાળકના મગજનો વિકાસ અટકી શકે છે
Even a peg of alcohol during pregnancy is dangerous, did you know it can stunt your baby's brain development

Follow us on

કેટલીક મહિલાઓને વ્યસન કરવાની આદત હોય છે. વ્યસન કરવાની આદત ગર્ભાવસ્થા ધરાવતી મહિલાઓ માટે અને તેમના ગર્ભસ્થ બાળક માટે હાનિકારક છે. આવી સ્થિતિમા જો કોઈ મહિલા એક આલ્કોહોલનો પેગ પીવે છે તેની અસર પણ તેના બાળક પર થાય છે. ઓસ્ટ્રિયાના વિએનામા આવેલી યૂનિવર્સિટીના એક સંશાધનમા સામે આવ્યુ છે કે ગર્ભાવસ્થાના કોઈ પણ સમયે જો દારુ પીવામા આવે તો તેના બાળકના મગજના વિકાસ પર અવળી અસર થાય છે.

સંશોધન શું છે

યુનિવર્સિટીના બાયોમેડિકલ ઇમેજિંગ વિભાગના રેડિયોલોજીના એસોસિયેટ પ્રોફેસર અને લેખક ગ્રેગોર કેસ્પ્રીયનએ જણાવ્યું કે, આ સંશોધનમા ગર્ભાવસ્થા દરમિયાન જો મહિલાઓ વધારે કે ઓછા પ્રમાણમા આલ્કોહોલ પીવામા આવે છે તો તે મહિલાના બાળકને મગજના વિકાસ પર અસર થાય છે. આ સંશોધનમા તેમને એમઆરઆઈની દ્વારા નિદાન કરવામા આવે છે. જેમા બાળકના જન્મ પહેલા તેના માનસિક સ્થિતિ કેવી છે તેની જાણ કરી શકાય છે. આ અવસ્થામા જો દારુ પીવે છે તેને ફેટલ આલ્કોહોલ સ્પેકટ્રમ ડિસઓર્ડર કહેવામા આવે છે. તેનાથી બાળકની શીખવાની ક્ષમતાને અસર કરે છે જેના કારણે તે બાળક સામાન્ય બાળક કરતા અલગ જોવા મળે છે અને તે બાળકનો સ્વભાવ ઉગ્ર થઈ શકે છે.

દારૂ બાળકને માનસિક રીતે નબળો બનાવે છે

આ સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે દારુના સંપર્કમાં આવેલ ગર્ભવતી મહિલાઓના ગર્ભનો કુલ પરિપક્વતા સ્કોર (FTMS) નોંધપાત્ર રીતે ઓછો હોય છે. FTMS એ મનની પરિપક્વતાની ગણતરી કરવાની સિસ્ટમ છે. આ ઘટવાનો અર્થ એ છે કે બાળકના મગજનો વિકાસ એકંદરે ઓછો થયો છે. આ સાથે જ સંશોધન ટીમે તે ભ્રૂણમાં પણ જોયું કે તેમના મગજનો સુપિરિયર ટેમ્પોરલ સલ્કસ (STS) નામનો ભાગ પણ યોગ્ય રીતે વિકસિત થયો નથી. મગજનો આ ભાગ માણસમાં સામાજિક અનુભૂતિ, જોવા-સાંભળવાની-સમજવાની, એકાગ્રતાની શક્તિ બનાવે છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

સંશોધનના પેટ્રિક કિનાસ્ટ કહે છે, “અમને ટેમ્પોરલ મગજના પ્રદેશ (મગજનો એક ભાગ) અને STSમાં સૌથી મોટા ફેરફારો જોવા મળ્યા. અમે જાણીએ છીએ કે આ વિસ્તાર અને ખાસ કરીને STS ની રચના બાળકના ભાષા વિકાસ પર મોટી અસર કરે છે. એટલે કે, જો આ બંને ભાગો યોગ્ય રીતે વિકસિત ન થાય, તો શક્ય છે કે બાળકને પાછળથી બોલવામાં મુશ્કેલી થઈ શકે માટે ગર્ભવતી મહિલાને દારુ ન પીવો જોઈએ.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી.

Next Article