હોટડોગ ખાવાથી 36 મિનિટ અને પિઝા ખાવાથી 7.8 મિનિટ ઓછી થશે તમારી ઉંમર, રિર્સચમાં થયો ચોંકાવનારો ખુલાસો

|

Aug 12, 2022 | 7:58 PM

Food : તમારી ડાયટ સાથે તમારા સ્વાસ્થ્યની દરેક કડી જોડાયેલી છે. પણ આજકાલના લોકોની ડાયટ આ ફાસ્ટફૂડને કારણે એટલી બગડી છે, કે જેની અસર તેમની ઉંમર પર પણ પડે છે.

હોટડોગ ખાવાથી 36 મિનિટ અને પિઝા ખાવાથી 7.8 મિનિટ ઓછી થશે તમારી ઉંમર, રિર્સચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Fast Food
Image Credit source: file photo

Follow us on

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સારુ, સ્વસ્થ અને લાંબુ જીવે. આ ઈચ્છાને પૂરુ કરવુ પણ તેના હાથમાં છે. જો તે તેની ડાયટ (Diet) સારી રાખે તો, તે લાંબુ જીવે શકે છે. ભારતમાં જાતજાતની ફૂડડિશ મળે છે, અને રોજ ફૂડ (Food) પર અલગ અલગ પ્રયોગો કરીને નવી નવી ફૂડ ડિશ પણ બનાવવામાં આવે છે. પણ આ પ્રયોગોથી બનાવેલો ખોરક સ્વાસ્થ માટે જોખમરુપ પણ સાબિત થાય છે. તમારી ડાયટમાં લેવાતા ફૂડની કવોલિટી અને તેમાં વપરાતી સામગ્રી તમારા સ્વાસ્થ પર અસર પાડે છે અને તે તમારા માટે ઘાટકરુપ સાબિત થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં પુરુષો સરેરાશ 69.5 વર્ષ જીવે છે અને મહિલાઓ 72.2 વર્ષ જીવે છે. જો તમે હેલ્ધી વસ્તુ ખાશો તો તમારી ઉંમર વધી પણ શકે છે, પણ કેટલીક અનહેલ્ધી વસ્તુ ખાવાથી તમારી ઉંમર ઘટી પણ શકે છે.

6,000 ખાવાની વસ્તુઓ પર કરવામાં આવ્યુ સંશોધન

વ્યક્તિના જીવનની સારી ગુણવતા માટે એક રિર્શચ કરવામાં આવ્યુ. જેમાં 6 હજાર જેટલી અલગ અલગ ફૂડ પર સંશોધન કરવામાં આવ્યુ હતુ. તેમા નાસ્તા, લંચ, ડિનરમાં ખવાતા ફૂડ અને પીણા પર સંશોધન કરવામાં આવ્યુ હતુ. આ સંશોધનમાંથી ચોંકાવનારી વાતો સામે આવી હતી.

આ ફૂડ ખાવાથી ઘટે છે ઉંમર

આ સંશોધનમાં એવા ફૂડ વિશે માહિતી મળી જેના કારણે તમારી ઉંમર એટલે કે તમારા જીવનનો સમય ઘટી શકે છે. હોટ ડોગ ખાવાથી 36 મિનિટ, પ્રોસેસેડ મીટ ખાવાથી 26 મિનિટ, સોફ્ટ ડ્રિંકથી 12.4 મિનિટ, ચીઝ બર્ગર ખાવાથી 8.8 મિનિટ અને પિઝા ખાવાથી તમારી ઉંમર 7.8 મિનિટ ઘટે છે. તેથી સંશોધકોએ સલાહ આપી છે કે, આવા ફૂડથી દૂર રહો. તેના સેવનથી બચો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ફૂડથી વધશે તમારી ઉંમર

સંશોધનમાં એવા ફૂડ વિશે પણ જાણવા મળ્યુ છે કે જેનાથી તમારી ઉંમર વધી પણ શકે છે. પીનટ બટર અને જેમ સેન્ડવિચ ખાવાથી 33.1 મિનિટ, કેળા ખાવાથી 13.5 મિનિટ, ટામેટા ખાવાથી 3.8 મિનિટ અને એવોકાડો ખાવાથી 1.5 મિનિટ ઉંમર વધે છે. તેનું વધારે સેવન કરવુ જોઈએ જેથી તમે તમારા જીવનનો સમય વધારી શકો છો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Next Article