ખાલી પેટે ગ્રીન ટી પીવાની આદત તમારા સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે નુકસાન

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Bhavesh Bhatti

Updated on: Feb 06, 2022 | 10:33 PM

ઘણા લોકોને સવારે ખાલી પેટ ગ્રીન ટી પીવાની આદત હોય છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે આમ કરવાથી તમને ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

ખાલી પેટે ગ્રીન ટી પીવાની આદત તમારા સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે નુકસાન
Green Tea - Symbolic Image

ગ્રીન ટી પીવી એ આજકાલ કોઈ ટ્રેન્ડથી ઓછું નથી. સ્વાસ્થ્ય અને વજન ઘટાડવાના (Weight Loss) પ્રયાસોમાં રોકાયેલા મોટાભાગના લોકો ગ્રીન ટી (Green Tea Side Effects) લેવાનું ખૂબ પસંદ કરે છે. અહેવાલો અનુસાર, ગ્રીન ટી સૌથી ઓછી માત્રામાં પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે અને આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. જો કે ગ્રીન ટીનું યોગ્ય રીતે સેવન ન કરવામાં આવે તો તે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. ઘણા લોકોને સવારે ખાલી પેટ ગ્રીન ટી પીવાની આદત હોય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આવું કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ તમને ચપેટમાં લઈ શકે છે. અમે તમને આવા જ કેટલાક ગેરફાયદા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

નિષ્ણાંતોના મતે, ખાલી પેટે ગ્રીન ટી પીવા સિવાય, જો તેને દિવસમાં ઘણી વખત પીવામાં આવે તો તે ભૂખ પણ ઓછી કરે છે. ખાલી પેટ ગ્રીન ટી પીવાથી પેટમાં બળતરા થાય છે અને વ્યક્તિને કંઈપણ ખાવાનું મન થતું નથી. આટલું જ નહીં આના કારણે એસિડ બનવા લાગે છે અને પેટમાં દુખાવો પણ થવા લાગે છે.

ગ્રીન ટીના વધુ પડતા સેવનથી તમારા શરીરમાં આયર્નની ઉણપ પણ થઈ શકે છે. હકીકતમાં, ગ્રીન ટીમાં હાજર ટેનીન ખોરાક અને પોષક તત્વોમાંથી આયર્નના શોષણમાં દખલ કરે છે. તેનું વધુ પડતું સેવન ગર્ભાવસ્થામાં અથવા બાળકના જન્મ પછી પણ નુકસાન પહોંચાડી શકે છે. જો તમે તેનું વધુ પડતું સેવન કરો છો તો તે તમારા ગર્ભપાતનું કારણ પણ બની શકે છે.

કોફીની જેમ ગ્રીન ટીમાં પણ કેફીન હોય છે. જો કે, તેની માત્રા ઘણી ઓછી હોય છે. તેમ છતાં જો ખાલી પેટે ગ્રીન ટીનું સતત સેવન કરવામાં આવે તો કેફીનના કારણે શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યા શરૂ થઈ જાય છે. જો તમારે દિવસના અન્ય સમયે ગ્રીન ટી પીવી હોય તો વધુને વધુ પાણી પીવો.

ખાલી પેટ ગ્રીન ટી પીવાથી ઘણા લોકોને માથાનો દુખાવો થવા લાગે છે. એવું કહેવાય છે કે ખાલી પેટ તેનું સેવન કરવાથી પેટમાં ગેસ બનવા લાગે છે અને થોડા સમય પછી આ ગેસ માથાનો દુખાવોનું કારણ બની જાય છે. નાસ્તો કર્યા પછી તરત જ ગ્રીન ટી પીવાનો પ્રયાસ કરો.

આ પણ વાંચો –

ક્રિકેટર સુરેશ રૈનાના પિતા કેન્સર સામેની જંગ હારી ગયા, ગાઝિયાબાદમાં પોતાના ઘરમાં લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો –

લતા મંગેશકરે સાંસદ તરીકે ક્યારેય પગાર ભથ્થું નથી લીધું, સંસદમાં જ્યારે ગાયું ‘સારે જહાં સે અચ્છા’, જુઓ ખાસ વીડિયો

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati