Work From Home કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો શું છે કારણ

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઘરેથી કામ કરવાને કારણે કરોડરજ્જુ 120 ડિગ્રી સુધી ઝૂકી ગઈ છે અને તેના કારણે સામાન્ય માણસ બરાબર સીધો નથી થઈ શકતો. ડોક્ટરોએ માર્ચ 2020થી જૂન 2021 વચ્ચે દર્દીઓ પર આ અભ્યાસ કર્યો છે.

Work From Home કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો શું છે કારણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 7:01 PM

કોરોના મહામારી(Corona Pandemic)માં મોટી મોટી કંપનીઓએ પણ વર્ક ફ્રોમ હોમ (Work from home)ની સિસ્ટમ શરુ કરી દીધી. મોટી સંખ્યામાં લોકોને ઓફિસમાં ગાઈડલાઈન(Guideline) સાથે કામ કરાવવું કેટલીક કંપનીઓ માટે શક્ય નથી. જેથી આવી કંપનીઓએ કોરોના(Corona) સંક્રમણ ન ફેલાય તે માટે વર્ક ફ્રોમ હોમની જ શરુઆત કરી દીધી છે. ઘણા લોકો માટે વર્ક ફ્રોમ હોમ ખૂબ જ ફાયદાકારક પણ રહ્યુ છે, પરંતુ વર્ક ફ્રોમ હોમ કરતા લોકોના સ્વાસ્થ્ય માટે આ સિસ્ટમ ખૂબ જ હાનિકારક છે.

અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો

તબીબોએ વર્ક ફ્રોમ હોમ કરતા કેટલાક લોકો પર અભ્યાસ કર્યો છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે મોટાભાગના લોકો લાંબા સમય સુધી ખુરશીમાં બેસીને કામ કરે છે અને લેપટોપ મોબાઈલને ખૂબ નજીકથી જોતા હોય છે, જેના કારણે તેમને ઘણું નમવું પડે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આ એવી સ્થિતિ છે જેના કારણે કરોડરજ્જુમાં ઘણો ઝુકાવ આવે છે. તાજેતરના સમયમાં AIIMSના ઓર્થોપેડિક્સ વિભાગમાં આવેલા મોટાભાગના દર્દીઓ એવા હતા કે તેઓને કરોડના હાડકામાં દુખાવાની ફરિયાદ હતી.

માર્ચ 2020થી જૂન 2021 દરમિયાનનો અભ્યાસ

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઘરેથી કામ કરતા લોકોની કરોડરજ્જુ પર અસર થાય છે. સતત બેસી રહેવાના કારણે કરોડરજ્જુ 120 ડિગ્રી સુધી ઝૂકી જાય છે અને તેના કારણે સામાન્ય માણસ બરાબર સીધો નથી થઈ શકતો. ડોક્ટરોએ માર્ચ 2020થી જૂન 2021 વચ્ચે દર્દીઓ પર આ અભ્યાસ કર્યો છે અને તેમાંથી આ બહાર આવ્યું છે.

અન્ય સમસ્યાઓ

મોટી સંખ્યામાં લોકો આ રોગથી પીડિત છે. જેના કારણે દર્દીઓને પીઠમાં દુખાવો, જ્ઞાનતંતુઓમાં અકડાઈ, શરીરમાં નબળાઈ, ગરદનમાં દુખાવો અને આખા શરીરમાં જકડાઈ જવાની લાગણી થાય છે. જો કે આ સિવાય દર્દીઓને કેટલીક બિમારીઓ થઈ રહી છે, જેમાં તેઓ કમરનો દુખાવો, સ્પોન્ડિલિટિસ, પાછળના ભાગમાં અને સ્નાયુઓમાં દુખાવાથી પીડાય છે.

કેવી રીતે આ સમસ્યાથી બચી શકાય?

એઈમ્સના ઓર્થોપેડિક્સ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. વિવેક શંકરે કહ્યું કે કામ દરમિયાન વચ્ચે-વચ્ચે ઉઠીને થોડી કસરત કરવી જોઈએ, જેથી આવી બિમારીઓથી બચી શકાય. આ સાથે રોગ ગંભીર બનતા પહેલા જે લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, જો તે લોકો થોડું કામ અને કસરત કરતા રહે તો આવા કોઈપણ રોગથી બચી શકાય છે. કેટલાક ઉપાયોથી ઘરેથી કામ કરવા છતા સ્વાસ્થ્યને જાળવી શકાય છે. જેથી સુવિધાની સાથે સ્વાસ્થ્ય પણ મળી રહે છે.

આ પણ વાંચોઃ Weight Loss: વજન ઘટાડીને ફિટ થયા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ચાહકોએ ઈન્સ્ટાગ્રામ પર ટિપ્સ માંગી

આ પણ વાંચોઃ મુંબઈ ક્રિકેટ એસોસિએશનના વડા મુંબઈ સીનિયર ટીમને મળ્યા, અજિંક્ય રહાણેનું કર્યુ સન્માન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">