સવારે આંખ ખુલતાની સાથે જો તમને પણ આ કાર્યો કરવાની આદત હોય તો ચેતી જજો, સ્વાસ્થ્ય માટે છે હાનીકારક

ચાલો જાણીએ તે ટેવો વિશે જે આપણામાંના મોટાભાગના લોકો અનુસરે છે. આ ટેવો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તંદુરસ્ત જીવનશૈલી માટે, આજથી જ આ આદતોને બદલવાનો પ્રયાસ કરવો જોઈએ.

સવારે આંખ ખુલતાની સાથે જો તમને પણ આ કાર્યો કરવાની આદત હોય તો ચેતી જજો, સ્વાસ્થ્ય માટે છે હાનીકારક
Do not do this things with waking up in the morning
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 10:35 AM

દરેક વ્યક્તિ પોતાનો દિવસ ઉર્જાસભર અને સકારાત્મક મૂડથી શરૂ કરવા માંગે છે. પરંતુ આપણે જાણતા જ નથી કે આપણી ખરાબ જીવનશૈલીને કારણે આપણે દિવસની શરૂઆત યોગ્ય રીતે કરી શકતા નથી. અજાણતાં આપણે તે ખોટી આદતોને અનુસરી રહ્યા છીએ. જે આપણા માટે હાનિકારક છે.

ચાલો જાણીએ તે ટેવો વિશે જાણીએ જે આપણામાંના મોટાભાગના લોકો અનુસરે છે. આ ટેવો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમે તંદુરસ્ત જીવનશૈલી જીવવા માંગો છો તો તમારે આજે આ આદતોને બદલવાનો પ્રયાસ કરવો જોઈએ.

ઉઠીને તરત કામ પર ના લાગી જવું

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઘણા લોકોને ટેવ હોય છે કે એલાર્મ વાગતાની સાથે જ તેઓ ઉભા થઈ જાય છે અને પોતાનું કામ શરૂ કરી દે છે. આમ કરવું યોગ્ય નથી. જાગ્યા પછી, હાથ અને પગના સ્નાયુઓને આરામ આપો. આ પછી સવારે ઉઠીને એક ગ્લાસ પાણી પીવો. તે પછી જ કામ કરો. આમ કરવાથી તમારું શરીર ચપળ અને ચૂસ્ત રહેશે.

ઉઠીને સીધો મોબાઈલ પકડવો

જો તમે સવારે ઉઠતાંની સાથે જ તમારો મોબાઇલ તપાસો છો. અને સોશિયલ મીડિયા પર સક્રિય થઇ જાઓ છો, તો આ આદત તમારા શારીરિક અને માનસિક વિકાસ માટે હાનિકારક છે. આ આદતને જલદીથી બદલો. તમે તમારા દિવસની શરૂઆત દિવસની સારી યોજનાથી કરો.

બેડ ટી સાથે દિવસની શરૂઆત

સવારે ખાલી પેટ ચા-કોફી પીવાથી એસિડિટી થાય છે. ઉપરાંત તમે અનેક રોગોને આમંત્રણ આપી રહ્યા છો. ચાને બદલે મધ અને લીંબુ નાખીને નવશેકું પાણી પીવો. આ સિવાય તમે ગ્રીન ટી પણ પી શકો છો. સવારના નાસ્તા પછી તમે ચા અને કોફીનું સેવન કરો તો તે સ્વાસ્થ્ય માટે લાભદાયી રહેશે.

સ્ટ્રેચિંગ કરો

આખી રાત આરામ કર્યા પછી, શરીરને સક્રિય રાખવા માટે સ્ટ્રેચિંગ વ્યાયામ કરો. સ્ટ્રેચિંગ તમારા માટે સારું છે. સ્ટ્રેચિંગ અને હળવા વ્યાયામ કરવાથી રોગો દૂર રહે છે.

આ પણ વાંચો: ચેતવણી: વાયુ પ્રદૂષણથી લોકોની હાલત ખરાબ, હોસ્પિટલોની OPDમાં શ્વાસ સંબંધી રોગના દર્દીઓ 20% વધ્યા

આ પણ વાંચો: Health : રાત્રે સૂતા પહેલા કાજુનું દૂધ પીવો, સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણો તેની રેસીપી

(નોંધ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">