Monsoon Health Tips: ચોમાસામાં આ 5 ખાદ્ય વસ્તુઓથી રહો દુર, નહીંતર સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર

ચોમાસાની ઋતુમાં ભેજને કારણે બેક્ટેરિયા અને સૂક્ષ્મજંતુ ઝડપથી વિકાસ પામે છે. ઘણા બેક્ટેરિયા આપણી આંખોથી દેખાય તેવા હોતા નથી. પરંતુ આ વસ્તુઓનું સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે.

Monsoon Health Tips: ચોમાસામાં આ 5 ખાદ્ય વસ્તુઓથી રહો દુર, નહીંતર સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર
Do not eat these things in monsoon, it is harmful for health
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 7:26 AM

ચોમાસાની ઋતુ સળગતી ગરમી બાદ રાહતની લહેર લઈને આવે છે, પરંતુ આની સાથે એક જોખમ પણ વધે છે. જી હા ચોમાસામાં ખાદ્ય ચીજોમાં ઇન્ફેકશન થવાની શક્યાતા વધે છે. જેના કારણે ખાદ્ય ચીજો ઝડપથી બગડે છે. તમે તમારા ઘરના વડીલો પાસેથી ઘણી વાર સાંભળ્યું હશે કે આ સિઝનમાં કેટલીક ચીજો ટાળવી જોઈએ. બેક્ટેરિયાથી ચેપગ્રસ્ત ખોરાક ખાવાથી ફૂડ પોઇઝનિંગ, પેટનું ફૂલવું, ઝાડા-ઉલટી, વગેરે થઈ શકે છે. આ સિવાય તમારી રોગપ્રતિકારક શક્તિ પણ પ્રભાવિત થાય છે. ચાલો આપણે જાણીએ કે વરસાદની ઋતુમાં કઇ બાબતોથી બચવું જોઈએ.

મશરૂમ

ચોમાસા દરમિયાન ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે, મશરૂમ પર જંતુઓ અને બેક્ટેરિયા ઝડપથી વધે છે. મશરૂમ પરના બેક્ટેરિયા આપણને દેખાતા નથી, પરંતુ તેઓ પેટને લગતા રોગો વધારે આપે છે. તેથી, વરસાદની ઋતુમાં મશરૂમ્સ ન ખાવા જોઈએ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ખાટી વસ્તુઓ ટાળો

ચોમાસામાં અથાણાં, ચટણી, ખાટી કેન્ડી અને આમલી જેવી ખાટી ચીજો ખાવાનું ટાળો. આવી વસ્તુઓ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ખાટી ચીજો ખાવાથી ગળું ખરાબ અને તાવ આવે છે.

બહારનો જ્યુસ

જ્યુસ ચોક્કસપણે તમને થોડા સમય માટે ગરમ અને ભેજવાળા હવામાનથી રાહત આપે છે. પરંતુ તે સમસ્યાઓ પેદા કરી શકે છે. જ્યુસ બનાવનારા લોકો પહેલેથી જ ફળો કાપીને રાખે છે. જેના કારણે બેક્ટેરિયા સરળતાથી વધે છે. જો તમારે જ્યૂસ પીવો હોય તો તમે નાળિયેર પાણી, લીંબુનું શરબત અને જલજીરાનું સેવન કરી શકો છો.

સી ફૂડ

ચોમાસાની ઋતુમાં પાણી સૌથી ઝડપથી ગંદુ થઈ જાય છે. તેથી માછલી, ઝીંગા વગેરે ખાવાનું ટાળો. ઘણી વખત, સીફૂડને યોગ્ય રીતે ધોવા અને રાંધવા પછી પણ તેમાં ચેપનું જોખમ રહેલું હોય છે. તેથી, આ બધું ટાળવું જોઈએ.

લીલા શાકભાજી

આપણે બધા જાણીએ છીએ કે લીલી શાકભાજી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ ચોમાસાની ઋતુમાં તેનાથી બચીને રહેવું. ચોમાસામાં ભેજને લીધે લીલી શાકભાજી ઝડપથી બગડે છે. આ સિવાય પાલક, કોબી યોગ્ય રીતે રાંધ્યા પછી પણ તેમાં સૂક્ષ્મજંતુઓનું જોખમ રહેલું છે, આ વસ્તુઓ ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આ મોસમમાં મોસમી ફળ અને શાકભાજી ખાઓ.

આ પણ વાંચો: Health Tips: પાંચનશક્તિ સાથે જોડાયેલી આ પાંચ 5 અફવાઓ પર તમે પણ કરો છો વિશ્વાસ? જાણો શું છે સત્ય

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

g clip-path="url(#clip0_868_265)">