Diabetesના દર્દીઓએ કરવા જોઈએ આ વ્યાયામ, આ Fitness Tipsના કારણે મળશે રાહત

|

Aug 15, 2022 | 11:47 PM

Diabetes patients: સારી જીવનશૈલી અપનાવીને ડાયાબિટીસના દર્દીઓ પોતાના બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકે છે. તેના માટે તમારે કેટલાક વ્યાયામ કરવાની જરુર છે.

Diabetesના દર્દીઓએ કરવા જોઈએ આ વ્યાયામ, આ Fitness Tipsના કારણે મળશે રાહત
Diabetes Patients Fitness Tips
Image Credit source: Pixabay.com

Follow us on

ઘણા લોકો પોતાની ખરાબ ડાયટ અને જીવનશૈલીને કારણે ડાયબિટીસની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેના કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવુ જરુરી થઈ જાય છે. આજે દેશ અને દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની (Diabetes patients) સંખ્યા વધી રહી છે પણ કેટલીક બાબતનું ધ્યાન રાખીને અને કેટલાક વ્યાયામ કરવાથી તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. નિયમિત રીતે વ્યાયામ અને યોગ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. તે ડાયાબિટીસના (Diabetes) દર્દીના બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અનહેલ્ધી ડાયટ, વધારે પડતો તણાવ અને ખરાબ જીવનશૈલીને કારણે ડાયબિટીસ થાય છે. આ સમસ્યા દૂર કરવા માટે અને તેમાંથી રાહત મેળવવા માટે તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો.

યોગ – તમે સ્વસ્થ રહેવા માટે નિયમિત યોગ કરી શકો છો. તે ટાઈપ 2ના ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે. તે માનસિક તણાવને પણ ઓછો કરે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેનાથી સારી ઊંઘ પણ આવે છે. યોગ માનસિક અને શારીરિક રીતે આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

સાયકલ – સાયકલ ચલાવવાથી બ્લડ સુગર ઘટાડવામાં મદદ મળે છે. નિયમિત સાયકલ ચલાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. તેનાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. સાયકલ ચલાવવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. ડાયાબિટીસથી પીડિત લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ચાલવું – ચાલવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તમે બહાર ફરવા જઈ શકો છો અથવા તમે તમારા ટેરેસ પર ચાલી શકો છો. નિયમિત ચાલવાથી તમામ ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ પ્રેશર અને બ્લડ સુગર જાળવવામાં મદદ મળે છે, ખાસ કરીને ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓમાં. તેથી, દરરોજ નિયમિતપણે 15થી 20 મિનિટ ચાલો.

તરવુ – ડાયાબિટીસના દર્દીઓ સ્વિમિંગ પણ કરી શકે છે. તરવુ એક સારી કસરત છે. તે માત્ર ફિટ રાખવામાં જ મદદ કરે છે, પરંતુ તે બ્લડ શુગર લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. આ ઈન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે. સ્વિમિંગ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તરવાથી ડાયાબિટીસના દર્દીઓમાં હૃદયરોગનું જોખમ પણ ઓછું થાય છે. તેથી તમે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે સ્વિમિંગ પણ કરી શકો છો.

Next Article