AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes : વધ ઘટ થતા સુગર લેવલને વરિયાળીના રસની મદદથી કરો કંટ્રોલ, આ રહી સિમ્પલ ટિપ્સ

વરિયાળીનો (Fennel Seeds ) રસ પેટમાં પહોંચીને ખોરાકના પાચનમાં પણ મદદ કરશે, શ્વાસની દુર્ગંધની સમસ્યા ઓછી થશે અને બ્લડ સુગર લેવલ પણ વધશે નહીં.

Diabetes : વધ ઘટ થતા સુગર લેવલને વરિયાળીના રસની મદદથી કરો કંટ્રોલ, આ રહી સિમ્પલ ટિપ્સ
Fennel seeds benefits (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 7:48 AM
Share

ડાયાબિટીસના (Diabetes ) દર્દીઓએ તેમના બ્લડ ગ્લુકોઝના(Glucose )  સ્તરને નિયંત્રણમાં રાખવા માટે પ્રયત્નો કરવા પડે છે કારણ કે હાઈ બ્લડ સુગર(Blood sugar ) લેવલની સ્થિતિ તેમની ગૂંચવણો વધારી શકે છે. ડાયાબિટીસ એ આજીવન રોગ હોવાથી, તેથી, ડાયાબિટીસના સંચાલન માટે, દર્દીઓએ આખી જીંદગી તેમના આહાર, દિનચર્યા અને જીવનશૈલી પર ધ્યાન આપવું પડશે. ખાસ કરીને તેઓએ તેમના આહારનું ખૂબ ધ્યાન રાખવું પડે છે કારણ કે, ડાયાબિટીસના દર્દીઓ દ્વારા ખાવામાં આવેલ ખોરાક તેમના બ્લડ સુગર લેવલને ઝડપથી વધારી શકે છે જે એક હાનિકારક સ્થિતિ છે. વરિયાળી એ કુદરતી ઔષધિઓમાંની એક છે જે લોકોને ડાયાબિટીસના નિયંત્રણ માટે અને બ્લડ સુગરના સ્તરમાં વધારો અટકાવવા માટે ખાવાની સલાહ આપવામાં આવે છે.

ડાયાબિટીસના દર્દીઓએ આ રીતે વરિયાળીનું સેવન કરવું જોઈએ

વરિયાળીનું સેવન કરવાથી લોહીમાં શુગર અથવા ગ્લુકોઝનું સ્તર ઘટે છે એટલું જ નહીં, પાચન શક્તિ પણ વધે છે અને ચયાપચય પણ વધે છે. અહીં તમે ડાયાબિટીસમાં વરિયાળીનું સેવન કરવાની કેટલીક સરળ રીતો વિશે વાંચી શકો છો.

વરિયાળીની ચા કેવી રીતે બનાવશો ?

  1. એક ગ્લાસ પાણીમાં 2-3 ચમચી વરિયાળી નાખીને આખી રાત પલાળી દો.
  2. સવારે આ પાણીને એક વાસણમાં ફેરવીને 8-10 મિનિટ ઉકાળો.
  3. જ્યારે વરિયાળીનું પાણી લગભગ અડધું ઉકળે ત્યારે તેને આગ પરથી ઉતારી લો.
  4. હવે આ મિશ્રણને ગાળીને ગરમ ગરમ પી લો.

કેટલાક લોકો ઉનાળાની ઋતુમાં વરિયાળીના પાણીને ઉકાળ્યા વિના પીવાનું પસંદ કરે છે અને આ પદ્ધતિને ફાયદાકારક પણ માનવામાં આવે છે. વરિયાળી ચાવવાથી પણ ફાયદો થાય છે. મોટાભાગના લોકો જમ્યા પછી માઉથ ફ્રેશનર તરીકે સ્વાદવાળી વરિયાળી ચાવવાનું પસંદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ જમ્યા પછી કાચા અને સ્વાદ વગરની વરિયાળી પણ ચાવી શકે છે. આ સાથે, વરિયાળીનો રસ પેટમાં પહોંચીને ખોરાકના પાચનમાં પણ મદદ કરશે, શ્વાસની દુર્ગંધની સમસ્યા ઓછી થશે અને બ્લડ સુગર લેવલ પણ વધશે નહીં.આમ, સામાન્ય લગતી વરિયાળી પણ ડાયાબિટીસ જેવી બીમારીમાં ખુબ જ મદદરૂપ સાબિત થઇ શકે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

g clip-path="url(#clip0_868_265)">