Dengue New Symptoms: દેશમાં ડેન્ગ્યુના તાવના (Dengue fever) કેસ ઝડપથી સતત વધી રહ્યા છે. બિહાર, દિલ્હી અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આ તાવના દર્દીઓની સંખ્યાનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આ વખતે ડેન્ગ્યુના અનેક લક્ષણો દેખાઈ રહ્યા છે. તાવ અને માથાનો દુખાવાની સાથે ઘણા લોકોને શરીર પર લાલ ચકામા અને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં આ તાવ દર્દીઓના મગજ પર પણ અસર કરી રહ્યો છે.
જીએસવીએમ કોલેજના રિસર્ચમાં સામે આવ્યું છે કે ડેન્ગ્યુ તાવના કારણે શોક સિન્ડ્રોમથી પીડાતા દર્દીઓના મગજને આ તાવની અસર થઈ છે. દર્દીઓમાં પેરાલિસિસના લક્ષણો જોવા મળ્યા છે. આવા દર્દીઓની સ્થિતિ અનુસાર તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ રિસર્ચ પબ્લિક હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયું છે.
ડોકટરોનું કહેવું છે કે ડેન્ગ્યુના ઘણા પ્રકારો છે, જે શરીરના જુદા જુદા ભાગોને નુકસાન પહોંચાડી શકે છે, જો કે મગજ પર અસરના કિસ્સાઓ ઘણા ઓછા છે, પરંતુ તે વાતને નકારી શકાય નહીં કે તે વાયરસના કારણે છે. આ તાવ મગજને જરાય અસર કરતું નથી.
આ પણ વાંચો: Health : આ વસ્તુઓને મિક્સ કરીને ખાવાની ભૂલ ન કરો, તેનાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે
શરીર પર ડેન્ગ્યુના ગંભીર લક્ષણો દેખાય કે તરત જ તે કોઈપણ અંગને નુકસાન પહોંચાડી શકે છે. ડેન્ગ્યુના કેટલાક દર્દીઓમાં મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થાય છે, જેના કારણે દર્દીઓ મૃત્યુ પામે છે. ડેન્ગ્યુ મગજ પર પણ અસર કરે છે. મગજ પર ડેન્ગ્યુની અસરને ડેન્ગ્યુ એન્સેફાલીટીસ કહેવાય છે તેવી જાણકારી સફદરજંગ હોસ્પિટલના વરિષ્ઠ રેસિડેન્ટ ડૉ. દીપક કુમાર સુમને આપી છે.
મગજ પર ડેન્ગ્યુની અસરના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી પરંતુ તે સ્ટ્રેઈનમાં ફેરફારના કારણે થઈ શકે છે. મગજ પર અસર થવાના કારણે દર્દીનું મગજ ફૂલી શકે છે, જેના કારણે તે ઘણી વખત બેભાન પણ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ સમસ્યા કોઈપણ ઉંમરે થઈ શકે છે. તેથી ડેન્ગ્યુમાં ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
કોઈ પણ બીમારીમાં ડોક્ટરની સલાહ વગર કોઈ પણ પ્રકારની દવા જાતે ન લેવી. ખાસ કરીને ડેન્ગ્યુના તાવની સારવાર તો જાતે ના કરવી જોઈએ અને કોઈ પણ દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ, તેવુ એઈમ્સના મેડિસિન વિભાગના ડોક્ટર નીરજ નિશ્ચલે કહ્યું. સાથે જ ડેન્ગ્યુ દરમિયાન શરીરમાં પાણીની કમી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમને તાવ વધારે લાગતો હોય તો તમે પેરાસિટામોલ લઈ શકો છો, પરંતુ કોઈ ઘરેલુ ઉપચારમાં તમે મુશ્કેલીમાં ના મુકાઈ જાવ તે ધ્યાન રાખવું જોઈએ.
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો