Corona: આ બાબતોનું ધ્યાન રાખો, ઓમિક્રોનથી તમે અને તમારો પરિવાર રહેશે સુરક્ષિત

|

Jan 04, 2022 | 5:48 PM

ઓમિક્રોન સામે રક્ષણ મેળવવા માટે કોવિડ પ્રોટોકોલને અનુસરો, માસ્ક પહેરો, જાહેર સ્થળોએ જવાનું ટાળો, રસી લો અને જો તમને શરદી કે તાવ હોય તો તમારી જાતને અલગ રાખો.

Corona: આ બાબતોનું ધ્યાન રાખો, ઓમિક્રોનથી તમે અને તમારો પરિવાર રહેશે સુરક્ષિત
Symbolic Photo

Follow us on

Coronavirus: કોરોનાના વેરિઅન્ટ (Corona variants) ઓમિક્રોન (Omicron)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના જોખમથી ફરી એકવાર દરેક લોકો પરેશાન છે. આવી સ્થિતિમાં લોકો જાણવા માગે છે કે કોરોના સામે કેવી રીતે સુરક્ષિત રહેવુ? આ નવા ઓમિક્રોન વેરિઅન્ટ સાથે તમારી જાતને કેવી રીતે બચાવીને રાખશો?

તમને જણાવી દઈએ કે ઓમિક્રોન કોરોના વાઈરસનું નવું વેરિઅન્ટ છે. તેનાથી બચવા માટે પણ તમારે એ જ જૂની પદ્ધતિ અપનાવવી પડશે. અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ. જે તમને કોરોના વાઈરસથી સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

તમારી જાતને આઈસોલેટ રાખો

જો તમે ક્યાંક બહારથી મુસાફરી કરીને આવ્યા હોવ અને શરદી અને ઉધરસ જેવા લક્ષણો દેખાય તો તમારી જાતને અન્ય લોકોથી દૂર રાખો. આ રીતે તમે અન્ય લોકોને ચેપ લાગવાથી બચાવી શકો છો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બાળકોને સુરક્ષિત રાખો

ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. જો બાળકો શાળાએ જતા હોય તો તેમને સંપૂર્ણ સુરક્ષા સાથે શાળાએ મોકલો. બાળકોને માસ્ક કેવી રીતે પહેરવું, હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો તે શીખવો. બાળકોને ટિફિન શેર ન કરવા કહો.

ઓફિસમાં ધ્યાન રાખો

જો તમે ઓફિસ જાવ છો તો ખરાબ સ્વાસ્થ્યની સ્થિતિમાં લોકોથી અંતર રાખો. ઓફિસમાં સાવધાની રાખો. તમામ કોવિડ પ્રોટોકોલને અનુસરો અને શેર કરવાનું ટાળો.

રોગપ્રતિકારક શક્તિ વધારો

ઓમિક્રોન કોરોના વાઈરસથી બચવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારો. પ્રોટીન, વિટામિન અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરતી વસ્તુઓનો આહારમાં સમાવેશ કરો.

ગરમ પાણી પીવો અને સ્ટીમ લો

શરદી અને કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને દિવસમાં એકવાર સ્ટીમ લો. ઘરે આવ્યા પછી સાંજે એકવાર સ્ટીમ લો. ગરમ પાણી પીવાની ટેવ રાખો.

વ્યાયામ

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે તમારે દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક કસરત કરવી જોઈએ. રોજ થોડા યોગ કરો. બજારનો ખોરાક ટાળો અને બહાર મળતી ખુલ્લી વસ્તુઓ ખાવાનું ટાળો.

માસ્ક પહેરીને બહાર જાઓ

ભલે તમને રસી અપાઈ હોય, પરંતુ કોરોનાથી બચવા માટે માસ્ક અવશ્ય પહેરો. જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરવાનું ન ભુલો. તમારી આસપાસના લોકોને માસ્ક પહેરવા માટે પ્રેરિત કરો.

રસીકરણ કરાવો

જો તમારે કોરોનાથી બચવું હોય તો ચોક્કસથી રસી મુકાવો. જે લોકોને બીજો ડોઝ મળ્યો નથી, તેઓએ તેમનો બીજો ડોઝ પણ લેવો જોઈએ. જેથી, જો તમને કોરોના હોય તો પણ તમને ગંભીર લક્ષણો નહીં હોય.

વિદેશથી આવતા લોકોથી દૂર રહો

જે લોકો વિદેશ પ્રવાસ કરે છે અથવા હવે આવ્યા છે, તેમણે થોડા દિવસો માટે પોતાને ક્વોરેન્ટાઈન રાખવા પડશે. સરકારની ગાઈડલાઈનનું પાલન કરો અને તમારી વિદેશી માહિતી છુપાવવાનું ટાળો. આ રીતે તમે અન્ય લોકોને ચેપ લાગવાથી બચાવી શકો છો.

સ્વચ્છતાનું ધ્યાન રાખો

કોવિડથી બચવા માટે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખો. બહારથી આવ્યા પછી તમારા હાથ સાબુથી સારી રીતે ધોવા. કંઈપણ ખાતા અથવા પીતા પહેલા તમારા હાથને સેનિટાઈઝ કરવાની ખાતરી કરો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ Corona: મોબાઈલ પણ તમને કરી શકે છે સંક્રમિત, આ સાવચેતીઓ રાખો

આ પણ વાંચોઃ Child Health : બાળકને મચ્છર કરડે તો આ અસરકારક ઘરગથ્થુ ઉપચાર અપનાવો

Next Article