AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: તમે પણ ઓફિસ કે પછી ઘરે જતી વખતે લિફ્ટને બાય-બાય કહો, સીડી ચઢવાનું રાખો

વ્યસ્ત જીવનમાં ઓછા સમયને કારણે પોતાને ફિટ રાખવાનું કામ લાગે છે. જોકે, જો થોડો પ્રયત્ન કરવામાં આવે તો ફિટનેસ એ મોટો પડકાર નથી. જો તમે લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો છો, તો તમારા સ્વાસ્થ્ય (Health)ને ફિટ રહેવા સહિત ઘણા ફાયદા છે.

Health:  તમે પણ ઓફિસ કે પછી ઘરે જતી વખતે લિફ્ટને બાય-બાય કહો, સીડી ચઢવાનું રાખો
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 11:00 AM
Share

હોટલ હોઈ કે પછી ઓફિસ હોય તેમજ આજકાલ એવા ઘરો પણ બની રહ્યા છે જેમાં લિફ્ટ રાખવામાં આવે છે. તેમજ આજકાલ મોટી ઓફિસ બિલ્ડિંગમાં સીડી એવી જગ્યા પર બનાવવામાં આવે છે કે, જે કોઈના ઘ્યાનમાં પણ ન આવે, અને મોટા ભાગના લોકો સીડીની જગ્યાએ લિફ્ટને પસંદ કરે છે.

તેમાં પણ છો કોઈ લિફ્ટની રાહ જોઈ રહ્યું હોય અન્ય લોકો સીડી પર જઈ રહ્યા હોય તો તે જોઈ પરેશાન થઈ જાય છે. આજકાલ ભાગદોડ ભરી લાઈફમાં લોકો એક જ જગ્યા પર બેસી કામ કરે છે. ત્યારે જો કોઈ લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરે તો તેના સ્વાસ્થ માટે ખુબ સારું છે.

આ પણ વાંચો : Health: મીઠો લીમડો માત્ર કઢી અને દાળનો સ્વાદ વધારતો નથી, ડાયાબિટીસ સહિત આ બીમારીઓથી પણ બચાવશે

પરંતુ આજ કાલ સીડી પર જવું એ કોઈ ગુનો હોય તેવું જોવા મળી રહ્યું છે. 5 માળની બિલ્ડિંગમાં પણ પણ લોકો પહેલા માળે જવા માટે લિફ્ટનો ઉપયોગ કરે છે તે યોગ્ય બાબત તો ન જ કહી શકાય. પછી એજ લોકો ફિટ રહેવા માટે જીમનો સહારો લે છે પરંતુ સીડીની ઉપયોગ કરવાનું ટાળે છે.

આજકાલ લોકો પોતાના સ્વાસ્થને લઈ સજાગ થઈ ગયા છે. ફિટ રહેવા માટે આજુબાજુ પાર્ક કે ખુલ્લી જગ્યા પર રનિંગ કરતા જોવા મળે છે. ત્યારે સીડી પર જવું એ હેલ્થ માટે ખુબ સારી વાત છે.

હૃદય માટે ફાયદાકારક છે સીડી પર જવું

આજના સમયમાં હૃદય સંબંધિત બીમારીઓ સામાન્ય બની ગઈ છે. ખરાબ લાઈફ સ્ટાઈલ, લાંબા કલાકો સુધી બેસીને કામ કરવું અને તેથી ઓછી શારીરિક પ્રવૃત્તિ કરવી જેવી બાબતો છે, જે હૃદય રોગનું જોખમ વધારે છે.

આવી સ્થિતિમાં જો તમે અઠવાડિયામાં એકવાર પણ સાયકલ ચલાવવા અથવા ચાલવા જેવી કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ માટે સમય આપી શકતા નથી, તો પછી સીડી ચડવું એ હૃદયની તંદુરસ્તી જાળવવાનો સારો માર્ગ છે. સીડી ચડવું એ હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે. જ્યારે તમે સીડીઓ ચઢો છો, ત્યારે શરીર વધુ મહેનત પડે છે અને તમે ઓછા સમયમાં સારા વર્કઆઉટનું પરિણામ મેળવી શકો છો.

પાચનતંત્ર શાનદાર રહે છે

ઓફિસમાં જમવા માટે બહાર જતા સમયે લિફ્ટ છોડીને સીડીનો ઉપયોગ કરી શકો છો. જે તમારા પચાનતંત્રને સારું રાખશે. સાથે તમને પેટ સંબંધિત સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળશે. સીડી ચઢવાથી મેટાબોલિઝમનો રેટ સુધરે છે, જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે

મસલ્સને ફાયદો

સીડી ઉપર અને નીચે જવું એ સારી પ્રેક્ટિસ છે. તેનાથી મસલ્સ મજબૂત થાય છે અને સ્ટેમિના પણ વધે છે. સીડી ચડતી વખતે, તમારા શરીરના નીચેના સ્નાયુઓ જેમ કે હેમસ્ટ્રિંગ, ગ્લુટ્સ અને ક્વૉડ્સ મજબૂત અને ટોન્ડ બને છે.

આ વાતો પણ ધ્યાનમાં રાખવી

સીડી ચડતી વખતે તેમજ ઉતરતી વખતે વજન કંટ્રોલમાં રાખવાથી લઈને અનેક ફાયદા થાય છે. ખુબ સ્પીડમાં સીડી ચઢવી નહિ અને ઉતરવી નહિ.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">