
કોવિડ-19 પછી હવે ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂનો H3N2 વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં તાજેતરમાં H3A2 થી પીડિત 3 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ગુજરાતમાં પણ એક મહિલાનું આ વાયરસથી મોત થયુ છે. ગુજરાતમાં હાલ H1N1ના 77 જેટલા કેસ છે. ડોકટરોના મતે, તે H3N2 ઈન્ફલ્યુએન્ઝા A નો પેટા પ્રકાર છે. તે ખૂબ જ સક્રિય બની ગયો છે. હેલ્થ પ્રોફેશનલ્સના મતે, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો આ ફ્લૂનો વધુને વધુ શિકાર બની રહ્યા છે.
હવામાનમાં ફેરફારને કારણે H3N2 કેસ ઝડપથી વધી રહ્યા છે. ખાંસી-શરદી, ગળામાં બળતરા, તાવ, ઉલટી, ઉબકા અને માથાનો દુખાવો આ ફ્લૂના સામાન્ય લક્ષણો છે. જો તમને આવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. આ વાયરસથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે કઈ સાવચેતીનું પાલન કરવું જોઈએ.
2011 માં, એવિયન, સ્વાઈન અને હ્યુમન ફ્લૂ વાયરસના જનીનો સાથેનો ચોક્કસ H3N2 વાયરસ અને 2009ના H1N1 રોગચાળાના વાયરસમાંથી M જીન પ્રથમ વખત મળી આવ્યો હતો. આ વાયરસ 2010 થી ડુક્કરમાં ફરતો હતો અને 2011 માં પ્રથમ વખત માનવોમાં જોવા મળ્યો હતો. 2009 M જનીનનો સમાવેશ આ વાયરસને અન્ય સ્વાઈન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ કરતાં લોકોને વધુ સરળતાથી સંક્રમિત કરવાની મંજૂરી આપે છે.