હેલ્મેટ પહેરો, યાદશક્તિ વધારો ! હેલ્મેટથી આ બિમારી ધરાવતા દર્દીઓને થશે મોટી રાહત

|

Nov 17, 2021 | 11:36 PM

આ હેલ્મેટ વિશ્વભરમાં ડિમેન્શિયાના વધતા જતા કેસોને રોકવામાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ હેલ્મેટની કિંમત 7.5 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.

હેલ્મેટ પહેરો, યાદશક્તિ વધારો ! હેલ્મેટથી આ બિમારી ધરાવતા દર્દીઓને થશે મોટી રાહત
brain zapping helmet (File Photo)

Follow us on

જો તમારી યાદશક્તિ ઘટી રહી છે તો તેને ખાસ પ્રકારના હેલ્મેટ વડે કંટ્રોલ કરી શકાય છે. આ હેલ્મેટને પહેરવાથી મેમરી ઘણી હદ સુધી વધારી શકાય છે. આ ખાસ પ્રકારનું હેલ્મેટ ઈંગ્લેન્ડની ડરહામ યુનિવર્સિટીના (University of Durham) વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ હેલ્મેટની મદદથી એ વૃદ્ધ લોકોની યાદશક્તિ ઘટશે જેઓ ડિમેન્શિયા એટલે કે સ્મૃતિ ભ્રંશથી પીડિત છે.

 

માત્ર આટલી મિનિટ હેલ્મેટ પહેરવુ પડશે

જેમની યાદશક્તિ ઘટી રહી છે અથવા જેઓ યાદશક્તિ વધારવા માંગે છે, તેમણે આ હેલ્મેટ માત્ર 6 મિનિટ પહેરવાનું રહેશે. આ હેલ્મેટ બનાવનાર વૈજ્ઞાનિક ડો.ગોડર ડૌગલના જણાવ્યા મુજબ ટ્રાયલથી જાણવા મળ્યું છે કે હેલ્મેટ પહેરવાથી મગજના ક્ષતિગ્રસ્ત કોષો કે જે મેમરીને નિયંત્રિત કરે છે, તેથી મેમરી પાવરમાં વધારો થાય છે. એટલે કે હેલ્મેટની મદદથી તેમની કામ કરવાની ક્ષમતા સુધારી શકાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

હેલ્મેટ આ રીતે કામ કરે છે

વૈજ્ઞાનિક દુગલે જણાવ્યુ કે જ્યારે દર્દી તેને પહેરે છે ત્યારે હેલ્મેટમાંથી નીકળતા ઈન્ફ્રારેડ કિરણો દર્દીના મગજના અંદરના ભાગોમાં પહોંચે છે. આ કિરણો મગજના ક્ષતિગ્રસ્ત કોષોને એક્ટિવ કરે છે અને દર્દીને ધીમે ધીમે ઓછી થતી યાદશક્તિમાંથી રાહત મળે છે. ઉપરાંત આ હેલ્મેટ મગજના રક્ત પરિભ્રમણને સુધારવાનું પણ કામ કરે છે. જેથી મગજના કોષો સુધી વધુ ઓક્સિજન પહોંચે છે અને યાદશક્તિ વધે છે.

 

ટ્રાયલ પરિણામો શું કહે છે?

આ હેલ્મેટના પ્રારંભિક ટ્રાયલમાં 13 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ દર્દીઓની ટ્રાયલ પહેલા અને પછી તપાસ કરવામાં આવી હતી. જેમાં હેલ્મેટમાંથી નીકળતા ઈન્ફ્રારેડ કિરણોની (Infrared rays) મગજ પર સકારાત્મક અસર જોવા મળી હતી. મગજની કામગીરી અને યાદશક્તિમાં વધારો થયો હતો.

 

આ બિમારી ધરાવતા દર્દીઓને મોટી રાહત મળશે

સરળ ભાષામાં કહીએ તો વૃદ્ધાવસ્થામાં જે મેમરી લોસ થાય છે તેને ડિમેન્શિયા (Dementia)કહેવાય છે. જેના બે પ્રકાર છે. પ્રથમ જેની સારવાર કરી શકાય છે. જ્યારે બીજા પ્રકારના ડિમેન્શિયાને અમુક અંશે ઘટાડી શકાય છે. નિષ્ણાતોના કહેવા મુજબ જ્યારે યાદશક્તિ સાથે સંકળાયેલા મગજના કોષોને નુકસાન થવા લાગે છે, ત્યારે ડિમેન્શિયાની સ્થિતિ સર્જાય છે. આ હેલ્મેટથી ડિમેન્શિયાના દર્દીઓને મોટી રાહત મળશે.

 

આ પણ વાંચો: Health Tips: બદલાતી ઋતુમાં થઈ જાય છે શરદી, ખાંસી અને કફની સમસ્યા? તો અજમાવો આ ઘરેલું નુસખા

 

Published On - 10:56 pm, Wed, 17 November 21

Next Article