દેશમાં દર 4 મિનિટે એક વ્યક્તિનો જીવ લઈ રહ્યો છે Brain Stroke, જાણો બિમારીના લક્ષણ

|

Mar 09, 2023 | 5:33 PM

Brain stroke disease In India: દેશમાં દર વર્ષે લગભગ 1,85,000 સ્ટ્રોક, દર 40 સેકન્ડમાં લગભગ એક સ્ટ્રોકનો કેસ હોય છે અને દર 4 મિનિટમાં સ્ટ્રોકથી એક વ્યક્તિનું મોત થાય છે.

દેશમાં દર 4 મિનિટે એક વ્યક્તિનો જીવ લઈ રહ્યો છે Brain Stroke, જાણો બિમારીના લક્ષણ

Follow us on

Brain Stroke: દુનિયાભરમાં બ્રેન સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે. ભારતમાં પણ આ બીમારી ઝડપથી પગપેસારો કરી રહી છે. દેશમાં દર 4 મિનિટમાં સ્ટ્રોકથી એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. મોટભાગના કેસમાં દર્દી સમયસર હોસ્પિટલ પહોંચી શકતા નથી. ગ્લોબલ બર્ડન ઓફ ડિસિઝ અનુસાર ભારતમાં સ્ટ્રોકની 68.6% ઘટનાઓ થઈ રહી છે. તે દુનિયાભરમાં સૌથી વધારે છે. સ્ટ્રોકમાં 70 ટકા કેસમાં દર્દીનું મોત થઈ જાય છે .

સર ગંગા રામ હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર AIIMSની ન્યૂરોલોજિસ્ટ, પદ્મ શ્રી ડો (પ્રો). એમ.વી.પદ્મ શ્રીવાસ્તવે કહ્યું કે સ્ટ્રોક ભારતમાં મોતનું બીજુ મોટુ કારણ છે. દેશમાં દર વર્ષે લગભગ 1,85,000 સ્ટ્રોક, દર 40 સેકન્ડમાં લગભગ એક સ્ટ્રોકનો કેસ હોય છે અને દર 4 મિનિટમાં સ્ટ્રોકથી એક વ્યક્તિનું મોત થાય છે.

GBD 2010ની સ્ટ્રોક પ્રોજેક્ટની એક મહત્વપૂર્ણ રિપોર્ટ જણાવે છે કે 31 ટકા સ્ટ્રોકના કેસ 20 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં થાય છે. ભારતમાં સ્ટ્રોકનો બોજ વધારે છે અને યુવા અને મધ્યમ ઉંમરના વર્ગના લોકોની વચ્ચે સૌથી વધારે કેસ જોવા મળે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ પણ વાંચો: Blood Sugar Level: હોળી પર મીઠાઈ ખાવાથી વધી ગયુ છે શુગર લેવલ, આ દેશી નુસ્ખાથી કરો કંટ્રોલ

ટેલીમેડિસિનને અપનાવવાની જરૂરિયાત

ડો. પદ્મ શ્રીવાસ્તવે કહ્યું કે આ ખતરનાક આંકડા છતાં ભારતના ઘણા વિસ્તારોમાં સ્ટ્રોકના દર્દીઓની ઝડપથી અને અસરકારક રીતે સારવાર માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. પ્રોફેસર પદ્મા શ્રીવાસ્તવે કહ્યું કે પછાત અને વિકસિત વિસ્તારોમાં સ્ટ્રોકની સારવારની અછતને દૂર કરવાના મુખ્ય અને સરળ માર્ગો પૈકી એક છે ટેલિસ્ટ્રોક અને ટેલિમેડિસિન અપનાવવું. સ્ટ્રોક કેરમાં ગરીબ અને ગ્રામીણ વિસ્તારોને દેશના મોટા શહેરો સાથે જોડવાનું શક્ય બનશે.

સર ગંગારામ હોસ્પિટલની એનેસ્થેસિયોલોજી સંસ્થાના ડો. જયશ્રી સૂદે કહ્યું કે મહિલાઓમાં પણ બ્રેન સ્ટ્રોકનો મોટો ખતરો રહે છે. એટલે તેમને કામ અને જીવનની વચ્ચે સંતુલન બનાવી રાખવાની જરૂરિયાત છે. સાઈટોપેથોલોજી ડિપાર્ટમેન્ટની પ્રોફેસર કુસુમ વર્માએ વ્યાવસાયિક પડકારોને ઘટાડવાના તેમના અનુભવો પર વાત કરી. ડૉક્ટરોએ કહ્યું કે બ્રેઈન સ્ટ્રોકના લક્ષણોને સમયસર ઓળખીને આ બીમારીથી થતા મૃત્યુને ઘટાડી શકાય છે.

બ્રેન સ્ટ્રોકના લક્ષણ

  1. અચાનક ચહેરા પર નિષ્ક્રિયતા આવવી
  2. બોલવામાં મુશ્કેલી
  3. ચક્કર આવવા
  4. શરીરનું સંતુલન ના રહેવું
  5. ધુંધળુ દેખાવું
Next Article