રક્ષાબંધન પર વધારે મીઠાઈ ખાયને વધી ગયુ છે Blood Sugar Level ? આ રીતે કરો તેને કંટ્રોલ

|

Aug 12, 2022 | 7:07 PM

કાલે જ રક્ષાબંધનનો (Raksha Bandhan) તહેવાર આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. કોરોના કાળના પ્રતિબંધોને કારણે 2 વર્ષ પછી લોકોએ સાથે મળીને હર્ષોઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરી.

રક્ષાબંધન પર વધારે મીઠાઈ ખાયને વધી ગયુ છે Blood Sugar Level ? આ રીતે કરો તેને કંટ્રોલ
Blood sugar level
Image Credit source: freepik

Follow us on

આપણા દેશમાં શુભ પ્રશંગો પર મોઢું મીઠુ કરવાની પરંપરા છે. તેના માટે જાતજાતની મીઠાઈઓ બનાવવામાં કે મંગાવવામાં આવે છે. ઓગસ્ટનો મહિનો તહેવારોનો મહિનો છે. એટલે મીઠાઈ ખાવાના શોખીન લોકો માટે આનંદનો સમય. કાલે જ રક્ષાબંધનનો (Raksha Bandhan) તહેવાર આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. કોરોના કાળના પ્રતિબંધોને કારણે 2 વર્ષ પછી લોકોએ સાથે મળીને હર્ષોઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરી અને તહેવાર મીઠાઈ ખાધા વગર કઈ રીતે પૂરો થઈ શકે. પણ આ મીઠાઈનું વધારે પડતુ સેવન તમારા માટે ઘણી બધી સમસ્યાઓ લાવી શકે છે. આ મીઠી વસ્તુઓ શરીરના ઈન્સુલિના લેવલને બગાડે છે અને બ્લડ શુગર લેવલ (Blood sugar level) વધે છે. જેની અસર આપણા લીવર અને કિડની પર પણ પડે છે. કેટલાક ઘરઘથ્થુ ઉપાયોથી તમે આ સમસ્યાઓને કંટ્રોલમાં રાખી શકો છો.

લસણ – તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અસરકારક માનવામાં આવે છે. સાથે જ આ લસણ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા ઉપરાંત બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલ કરે છે. લસણમાં હાજર એલિસિન તત્વ સ્વાદુપિંડને શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. આ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તમે ઘણી રીતે લસણનું સેવન કરી શકો છો, પરંતુ શેકેલું લસણ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મેથીના દાણા – શુગરને કંટ્રોલ કરવા માટે આયુર્વેદમાં ઘણી પદ્ધતિઓ જણાવવામાં આવી છે. આયુર્વેદ અનુસાર મેથીના દાણા સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓનો ઈલાજ છે. તેમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, આયર્ન, ફોલિક એસિડ, વિટામીન A, C, K, B, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, ઝીંક અને ફાઈબર હોય છે. રાત્રે પલાળેલી મેથીના દાણાનું પાણી ગાળીને પીવું જોઈએ. રક્ષાબંધન પછી સતત બે થી ત્રણ દિવસ આમ કરો અને તમને ફરક જોવા મળશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બીટ – ઘણા પોષક તત્વોથી ભરપૂર બીટમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે અને તે સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં ફોલેટ હોય છે, જે રક્તવાહિનીઓને નુકસાન થવાનું જોખમ ઘટાડે છે. તેમાં હાજર નાઈટ્રિક ઓક્સાઈડ નામનું કેમિકલ બ્લડ સુગર લેવલને પણ કંટ્રોલ કરે છે. તેની કુદરતી ખાંડ ગ્લુકોઝમાં પરિવર્તિત થાય છે, તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ગણાય છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Next Article