AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of corn : વરસાદમાં મકાઈ ફક્ત સ્વાદ માટે જ નહીં, આરોગ્ય માટે પણ લાભદાયી છે, જાણો મકાઈના ફાયદાઓ

Benefits of corn : મકાઈ ખાતી વખતે અથવા તેને બાફતી વખતે અને શેકતા સમયે આપણે મકાઈ (Corn) ના ડોડાના રેસા એટલે કે વાળને અલગ કરીને કચરામાં ફેંકી દઈએ છીએ. પણ શું તમે જાણો છો કે મકાઈના રેસાના પણ લાભ છે.

Benefits of corn  : વરસાદમાં મકાઈ ફક્ત સ્વાદ માટે જ નહીં, આરોગ્ય માટે પણ લાભદાયી છે, જાણો મકાઈના ફાયદાઓ
FILE PHOTO
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 5:40 PM
Share

Benefits of corn : રસ્તાના કિનારે શેકાતી મકાઈની સુગંધ તમને તે ખરીદવાની ફરજ પાડશે, અને છેવટે તમે તે ખરીદીને તેમાં લીંબુનો રસ, મીઠું અને મરચું પાવડર ઉમેરીને ચીઝ અથવા માખણ લગાવીને ખાવાનું પસંદ કરશો. જો કોઈ પણ વસ્તુ છે જે ખરેખર ભારતીય ચોમાસાના આનંદને સાર્થક કરે છે, તો તે મકાઈ છે.

અનેક રીતે મકાઈનો ઉપયોગ મકાઈને સામાન્ય રીતે શેકીને, બાફીને, તેના દાણા સૂકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઈના ડોડાને શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખૂબ પ્રચલિત છે. સ્નેક્સમાં (Corn) કોર્ન, જેને ભુટ્ટા કે મકાઇ કહેવાય છે તે સૌથી સારો વિકલ્પ છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.

વરસાદની સીઝનમાં તમે મકાઈ(Corn) નું વેચાણ સૌથી વધારે જોશો. વરસાદમાં બહાર નીકળીને ભીંજાતા તેને ખાવાની એક અલગ મજા જ છે. વરસાદમાં મકાઈ ફક્ત સ્વાદ માટે જ નહીં, આરોગ્ય માટે પણ લાભદાયી છે. અમે તમને જણાવીશું કે મકાઈ ખાવાના બીજા કયા ફાયદા (Benefits of corn) છે.

વજન વધતું નથી સામાન્ય રીતે મકાઈ (Corn) ને શેકવામાં આવે છે અથવા બાફવામાં આવે છે જેથી તમારે તેને દરરોજ ખાવી હોય તો પણ વજન વધારવાની ચિંતા કરવાની જરૂર નથી. તમે તેને માઇક્રોવેવ અથવા નાની ભઠ્ઠીમાં પણ શેકી શકો છો.

પોષક તત્વોથી ભરપુર ન્યુટ્રિશનિસ્ટ અને માઇક્રોબાયોટિક કોચ શિલ્પા અરોઆના જણાવ્યા મુજબ,મકાઈ (Corn)માં પોષણ મૂલ્ય વધારે છે, મકાઈમાં લગભગ 125-150 કેલરી હોય છે અને તે ફાઇબરથી ભરપુર હોય છે, જે તમારી પાચનશક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને  ફાઈબર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.  તેમાં બાયફ્લેવોનોઇડ્સ અને કેરોટીનોઇડ્સ સહિત એન્ટી ઓક્સીડેન્ટ પણ છે.

કેલ્શિયમથી ભરપુર મકાઈ મકાઈ (Corn) માં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે, જેનાથી આપણા શરીરના હાડકા ખુબ મજબૂત બને છે. મકાઈ ખાવાથી શરીરની અંદર રહેલી ઉર્જા પણ ભરપૂર માત્રામાં વધારો જોવા મળે છે. મહિલાઓ માટે મકાઈ ખુબજ લાભકારક છે કેમ કે મહિલાઓમાં તેના માસિકના કારણે કેલ્શિયમની ઉણપ રહેતી હોય છે જેમાં મકાઈ ખુબ જ ફાયદાકારક છે.

મકાઈના રેસાના પણ લાભ છે મકાઈ ખાતી વખતે અથવા તેને બાફતી વખતે અને શેકતા સમયે આપણે મકાઈ (Corn) ના ડોડાના રેસા એટલે કે વાળને અલગ કરીને કચરામાં ફેંકી દઈએ છીએ. પણ શું તમે જાણો છો કે મકાઈના રેસાના પણ લાભ છે. મકાઈના રેસાને પાણીમાં બાફીને તે પાણી પીવાથી ઘણા લાભ થાય છે, જેમ કે મેદસ્વીતા ઘટવી, કીડની સ્વસ્થ થવી, કોલેસ્ટ્રોલ અને સુગર લેવલ નિયંત્રણમાં આવવું વગેરે.

g clip-path="url(#clip0_868_265)">