Beauty Tips: આંખોમાં આવતી ખંજવાળને અવગણવાની જરૂર નથી, કરો આ ઘરેલુ ઉપાય અને મેળવો રાહત
આંખો આપણા શરીરનું મહત્વનું અંગ છે.તેની કાળજી રાખવી ખુબ જરૂરી છે. આંખોમાં ખંજવાળ આવવા પાછળ ઘણા કારણો છે. જેનો ઘરેલુ ઈલાજ કરી શકાય છે.
Beauty Tips: આંખો(eyes ) આપણા શરીરનું મહત્વનું અંગ છે. કોઈકે સાચું જ કહ્યું છે કે આંખો છે તો દુનિયા છે. પરંતુ જયારે આંખોમાં ખંજવાળ આવે તો મોટી સમસ્યા ઉભી થઇ જાય છે. અને વ્યક્તિ હેરાન થઇ જાય છે. ખાસ કરીને આંખોની ખંજવાળ માટે ઘણા કારણો જવાબદાર હોય શકે છે. આંખોમાં ખંજવાળ આવે ત્યારે શું ઘરેલુ ઉપાય કરી શકાય તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું.
આંખોની ખંજવાળના ઉપાયો: (eyes itching ) અત્યારે આબોહવા પરિવર્તન થયું છે.મોબાઈલ ફોન અને લેપટોપનો વપરાશ આંખોના સ્વાસ્થ્ય પર અસર કરે છે.એટલું જ નહીં હવા પ્રદુષણ એટલે કે વાયુ પ્રદૂષણ પણ કેટલાક લોકોની આંખોમાં તીવ્ર ખંજવાળ અને સોજો લાવી શકે છે. આવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલુ ઈલાજ પણ કરી શકો છો.
* દરેક વ્યક્તિ જાણે છે કે કાકડી ઉનાળામાં પાણીની તરસનો સારો વિકલ્પ છે.જો કે,તે આંખોની તાણ પણ દૂર કરે છે.કાકડીને આંખો પર લગાવો.પછી 15 થી 20 મિનિટ માટે સંપૂર્ણ આરામ કરો. દિવસમાં ચારથી પાંચ વખત કરવાથી આંખોની ખંજવાળમાંથી રાહત મળશે. * જો આંખોમાં ધૂળની એલર્જીથી પરેશાન છો તો સ્ક્રીમ્ડ દૂધ ફ્રિજમાં મૂકો. દૂધમાં કોટન રૂ મૂકો. ધીમેધીમે તેમને આંખો પર ગોળાકાર રીતે ફેરવો. આમ કરવાથી આંખનો તાણ ઓછો થશે. ખંજવાળ દૂર કરે છે. આંખોમાંથી ધૂળ બહાર આવે છે. * ગુલાબની કેટલીક પાંદડીઓ ચોખ્ખા પાણીમાં નાખો અને થોડા સમય પછી એ પાણીમાં કોટન બોલને ડુબાડીને આંખો પર મુકો. પછી આંખો પર આંગળીઓથી હળવા હાથે ઘસો. આમ કરવાથી આંખોની બળતરાથી રાહત મળશે અને પીડા.પણ દૂર થશે. * જેમની આંખમાં સોજો અને ખંજવાળ હોય તેમણે આંખોને ઠંડા પાણીથી સાફ કરવી જોઈએ. લીલી ચાના પાંદડાઓમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે આંખોની બળતરા અને ખંજવાળ ઘટાડે છે. અને આરામદાયક ઊંઘ આપે છે. * જો આંખો સૂકી હોય તો એલોવેરા પેસ્ટમાં થોડું મધ ઉમેરો. આંખ બંધ કરીને હળવેથી પોપચા પર લગાવો.તે સૂકી આંખોને ભેજયુક્ત બનાવે છે. આંખોને લગતી અન્ય સમસ્યાઓ ઘટાડે છે.