Giloy Side Effects : રોગપ્રતિકારક શક્તિ વધારવા ગિલોયનો આ રીતે ઉપયોગ કરવાનું ટાળો, નહીંતર થઇ શકે છે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ

|

Jul 30, 2022 | 8:06 AM

રોગપ્રતિકારક શક્તિને (immunity) વધારવા માટે ગિલોયને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે આપણને અનેક રોગોથી બચાવે છે. જો કે અમે તમને આજે જણાવીશુ કે કેવી રીતે ગિલોય શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

Giloy Side Effects : રોગપ્રતિકારક શક્તિ વધારવા ગિલોયનો આ રીતે ઉપયોગ કરવાનું ટાળો, નહીંતર થઇ શકે છે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ
ગિલોય આ રીતે સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે

Follow us on

કોરોનાકાળમાં (Corona) લોકોને સ્વાસ્થ્યની સંભાળ રાખવાનું અને રોગપ્રતિકારક શક્તિ (immunity) વધારવાનું મહત્વ સમજાયુ છે. મહામારી દરમિયાન ઘણા લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવા અનેક પ્રયાસ કર્યા છે. કોરોનાના સમયગાળા દરમિયાન લોકોએ આયુર્વેદની પણ ખૂબ મદદ લીધી છે. જડીબુટ્ટીઓમાંથી બનેલી ઘણી વસ્તુઓ અથવા રોજ ઉકાળો પીવો એ જાણે સામાન્ય બની ગયુ હતુ. ખાસ કરીને ગિલોય વિશે વાત કરીએ તો તેને આયુર્વેદની ખૂબ ફાયદાકારક ઔષધિ તરીકે ગણવામાં આવે છે, ગિલોય રોગપ્રતિકારક શક્તિને વધારીને આપણને ઘણા રોગોથી બચાવે છે. જો કે તેનું વધુ સેવન કરવામાં આવે તો તે શરીરને નુકસાન (Health Problem) પણ પહોંચાડે છે.

અમે તમને આ વાત જણાવી રહ્યા છીએ ત્યારે તમને જાણીને નવાઇ લાગશે કે શું ખરેખર ગિલોય શરીરને નુકસાન પહોંચાડી શકે છે, ગિલોયને કેટલી માત્રામાં ખાવું કે પીવું જોઈએ? ગિલોયથી શું નુકસાન થાય છે, ગિલોય પીવાનો યોગ્ય સમય કયો છે. અમે તમને જણાવીશું કે કેવી રીતે ગિલોય શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ઝાડા

આયુર્વેદ અનુસાર જો ગિલોયનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તમને ઝાડા પણ થઈ શકે છે. ઘણા લોકો ગિલોયને કારણે આડઆસર થતી હોવાનું માને છે. જો કે વાસ્તવમાં તે ગિલોય વધુ પડતા સેવનને કારણે થાય છે. ગિલોય એ એક પ્રકારની દવા છે, જે પેટને સ્વસ્થ રાખે છે, પરંતુ તેના વધુ પડતા સેવનથી પાચનતંત્ર બગડી શકે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઓટોઇમ્યુન હેલ્થ પ્રોબ્લેમ

ગિલોયને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનો શ્રેષ્ઠ સ્ત્રોત મનાય છે, પણ જો તમને પહેલેથી જ ઓટોઇમ્યુન હેલ્થ સમસ્યાઓ છે, તો તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. જે લોકોને આ સમસ્યા છે, તેમણે કાં તો ગિલોયને ઓછી માત્રામાં લેવી જોઈએ અથવા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેની દિનચર્યા શરૂ કરવી જોઈએ.

લો બ્લડ પ્રેશર

જે લોકોને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે ગિલોયનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તજજ્ઞોના મતે ગિલોય તમારા બીપી લેવલને વધુ ઘટાડી શકે છે. એટલું જ નહીં થોડા સમય પહેલા જો તમારી સર્જરી થઈ હોય તો પણ ગિલોયનું સેવન ન કરો. આ સ્થિતિમાં પણ બીપી લો થવાની શક્યતા રહે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. તજજ્ઞોની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Next Article