Health: શું તમારા શરીરમાં વિટામિન-સીની ઉણપ છે ? નારંગી સિવાયના આ ફળો પણ વિટામીન સીની ઉણપ દૂર કરવામાં મદદ કરશે

|

Feb 16, 2022 | 2:40 PM

વિટામિન-સીની ઉણપથી શરીરમાં ઘણી બીમારીઓ થાય છે. જો તમારા શરીરમાં પણ વિટામિન સીની ઉણપ થઈ ગઈ હોય, તો તમારે આજથી જ કેટલાક ખાસ ફળોનું સેવન શરૂ કરી દેવું જોઈએ.

Health: શું તમારા શરીરમાં વિટામિન-સીની ઉણપ છે ? નારંગી સિવાયના આ ફળો પણ વિટામીન સીની ઉણપ દૂર કરવામાં મદદ કરશે
These fruits will remove the deficiency of Vitamin C

Follow us on

શરીરને સ્વસ્થ રાખવા માટે, વર્કઆઉટ (Workout) ની સાથે, સ્વસ્થ આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે જે પ્રકારનો ખોરાક ખાઈએ છીએ તેની અસર આપણા શરીર પર થાય છે. દરેક વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે. શરીરમાં તમામ વિટામીન્સ પૈકી વિટામિન-સી (Vitamin-C)ની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કોરોના (Corona) ના આ યુગમાં દરેક વ્યક્તિને ચેપનું જોખમ છે. તેનાથી બચવા માટે શરીરમાં વિટામિન સીનું યોગ્ય પ્રમાણ હોવું ખૂબ જ જરૂરી છે.

દરેક વ્યક્તિ જાણે છે કે ઘણા શાકભાજી અને ફળો છે જેમાં વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સાઇટ્રસ ફળોને વિટામિન સીનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. આ જ કારણ છે કે શિયાળાની ઋતુમાં નારંગીને વિટામિન સીનો સારો વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે નારંગી સિવાય પણ એવા ઘણા ફળ છે જેમાં વિટામિન સી મળી આવે છે. શરીરમાં વિટામિન-સીની ઉણપને દૂર કરવા માટે આ વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે. ચાલો જાણીએ કે કયા ફળો ખાવાથી આપણે વિટામિન સીની ઉણપને સરળતાથી પૂરી કરી શકીએ છીએ.

વિટામિન C યુક્ત ફળો

કિવી ખાવાના ફાયદા

એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024

કોરોનાના આ યુગમાં કીવીની માગ ઝડપથી વધી છે. ડોક્ટરો પણ કીવી ખાવાની સલાહ આપી રહ્યા છે. આ લીલા રંગનું ફળ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. ઘણા અભ્યાસોથી સ્પષ્ટ થયુ છે કે 100 ગ્રામ કિવીમાંથી લગભગ 91 મિલિગ્રામની માત્રામાં વિટામિન સી મળી આવે છે. કિવીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે. જેથી ડાયાબિટીસના દર્દીઓ પણ આરામથી તેનું સેવન કરી શકે છે, તે તેમના માટે ફાયદાકારક છે. કીવી વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક છે.

જામફળના લાભો

જામફળ દેશના લગભગ દરેક ભાગમાં જોવા મળે છે. ભાગ્યે જ લોકો જાણે છે કે જામફળમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. સ્વાદથી ભરપૂર જામફળમાં ઓછી કેલરી હોય છે. આ સાથે જામફળમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ પણ મર્યાદિત માત્રામાં હોય છે એટલે કે જો તમે 100 ગ્રામ જામફળનું સેવન કરો છો તો તમને 228 મિલિગ્રામની માત્રામાં વિટામિન-સી મળે છે. જામફળ પેટની સમસ્યાઓ દૂર કરવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.

અનાનસના સ્વાસ્થ્ય લાભો

પાઈનેપલ એટલે કે અનાનસ એવું ફળ છે જેમાં ઘણા ફાયદાકારક ગુણો છે. અનાનસમાં વિટામિન સીની પૂરતી માત્રા હોય છે, જો તમને પેટને લગતી કોઈ સમસ્યા હોય અથવા તમને શરીરમાં સોજો હોય તો અનાનસનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે 100 ગ્રામ અનાનસનું સેવન કરો છો, તો તમને 47 મિલિગ્રામની માત્રામાં વિટામિન-સી મળે છે. તેનાથી હાડકા પણ મજબૂત બને છે.

આ પણ વાંચો-

Women Health: દરેક મહિલાઓએ આ પાંચ મેડિકલ ટેસ્ટ કરવા છે ખુબ જરૂરી

આ પણ વાંચો-

Men Health: મહિલાઓની જેમ પુરુષોમાં પણ જોવા મળે છે ફર્ટિલિટીની સમસ્યા, આ કારણો છે જવાબદાર

Next Article