ફાયદાકારક: રોજ સવારે 30 મિનીટ સાઈકલનું ચક્કર બદલી દેશે તમારુ જીવન ચક્ર, જાણો ફાયદા

સાયકલિંગ એક સારી કસરત છે. સાઈકલિંગ કરવાથી તમને કંટાળો પણ નહીં આવે, સાથે સાથે તમે બધી સમસ્યાઓથી બચી શકો છો.

ફાયદાકારક: રોજ સવારે 30 મિનીટ સાઈકલનું ચક્કર બદલી દેશે તમારુ જીવન ચક્ર, જાણો ફાયદા
30 minutes of cycling is the best exercise
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 7:31 AM

કેટલાક લોકોને રોજ વહેલી સવારે ઉઠીને કસરત કરવામાં તકલીફ પડે છે. તો કેટલાક લોકોને તે કંટાળાજનક લાગે છે. જો તમારી સાથે પણ આવું કંઇક થાય છે, તો તમારે દરરોજ લગભગ 30 મિનિટ સાઇકલિંગ કરવું જોઈએ. સાયકલિંગ સ્વયં જ એક સારી કસરત છે. આ કરવાથી તમને કંટાળો નહીં આવે ઉપરાંત સાથે તમારું વજન પણ કંટ્રોલમાં રહેશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. ચાલો તમને જણાવીએ સાયકલ ચલાવવાના તમામ ફાયદા.

1. દરરોજ 30 થી 45 મિનિટ સાઇકલ ચલાવવાથી ટાઇપ -2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે. જે લોકોને ડાયાબિટીસ છે, તેમનું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

2. સાયકલ ચલાવતી વખતે તમારા પગને સારી કસરત મળે છે. આ પગના સ્નાયુઓને મજબૂત થાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

3. તમામ સંશોધનોમાં એ વાત પણ સામે આવી છે કે રોજ 30 મિનિટ સુધી સાઇકલ ચલાવવાની આદત દ્વારા બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે અને હૃદય સ્વસ્થ રહે છે.

4. કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની વાતો વેગ પકડી રહી છે અને લોકો આ માટે તમામ પ્રકારની વસ્તુઓ લઈ રહ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે દૈનિક સાઈકલિંગ તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

5. સાઇકલ ચલાવીને પણ વજનને નિયંત્રિત કરી શકો છો. સાયકલ ચલાવવાથી કેલરી બર્ન થાય છે. સંશોધન મુજબ, જો તમે છ મહિના સુધી સતત સાઇકલ ચલાવો છો, તો તમે તમારા વજનના 12 ટકા સુધી ઉતારી શકો છો. પરંતુ તેની સાથે આહારનું પણ સંતુલન રાખવું જરૂરી છે.

6. સાઈકલ ચલાવવાથી તણાવ પણ ઓછો થાય છે અને મૂડ ફ્રેશ થાય છે. આ સિવાય સાયકલ ચલાવવાથી તમારી યાદશક્તિ પણ મજબૂત થાય છે.

સાઈકલ ચલાવવા કયો સમય યોગ્ય છે?

હકીકતમાં તમે ગમે ત્યારે સાઇકલિંગ કરી શકો છો. પરંતુ જો તમે તેનાથી સ્વાસ્થ્ય લાભ લેવા માંગતા હો, તો તે શ્રેષ્ઠ છે કે તમે સવારે સાયકલ ચલાવો. તે વધુ સારા પરિણામો આપે છે.

કોને સાઈકલ ન ચલાવવી જોઈએ

ઘૂંટણની સમસ્યાથી પીડાતા લોકોએ સાઈકલ ચલાવવી જોઈએ નહીં કારણ કે સાઈકલ ચલાવવાથી સમસ્યા વધી શકે છે.

અસ્થમાના દર્દીઓએ લાંબા સમય સુધી સાઈકલ ન ચલાવવી જોઈએ નહીંતર તેમને શ્વાસની તકલીફ થઈ શકે છે. તેમને પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને બાદમાં તેની સૂચનાઓ અનુસાર સાઇકલિંગ કરવું.

જે લોકોને એપીલેપ્ટીક સીઝર્સ (જકડાઈ જવાની બિમારી) છે, તે લોકોએ પણ ડોક્ટરની સલાહ વગર સાઈકલ ચલાવવાનું ટાળવું જોઈએ કારણ કે સાઈકલ ચલાવતી વખતે જો તમે જકડાઈ જાઓ છો તો અકસ્માત થઈ શકે છે.

આ પણ વાંચો: ના હોય! શું રાત્રે કપડાં વગર સૂવું ખરેખર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે? જાણો સત્ય

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: Fitness Tips: જો તમે પણ બેસીને દૂધ પીતા હોવ તો બદલી દો આ આદત, જાણો 8 નિયમો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">