કમળો થાય ત્યારે શું ખાવું અને શું ન ખાવું ? જાણો સમગ્ર વિગત

કમળો થાય ત્યારે શું ખાવું અને શું ન ખાવું તે એક ગંભીર સવાલ છે. આ બીમારીમાં ખાણીપીણી અંગે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે કમળો લીવરને ખરાબ રીતે અસર કરે છે. તેનાથી લીવર ડેમેજ થવાની સંભાવના છે. કમળો લોહી અને શરીરની નસોમાં બીલીરુબિન વધવાને કારણે થાય છે. કમળાથી પીડિત લોકોને એવા ખાદ્ય અને પીવાના […]

કમળો થાય ત્યારે શું ખાવું અને શું ન ખાવું ? જાણો સમગ્ર વિગત
Parul Mahadik

| Edited By: Bipin Prajapati

Oct 07, 2020 | 6:18 PM

કમળો થાય ત્યારે શું ખાવું અને શું ન ખાવું તે એક ગંભીર સવાલ છે. આ બીમારીમાં ખાણીપીણી અંગે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે કમળો લીવરને ખરાબ રીતે અસર કરે છે. તેનાથી લીવર ડેમેજ થવાની સંભાવના છે. કમળો લોહી અને શરીરની નસોમાં બીલીરુબિન વધવાને કારણે થાય છે. કમળાથી પીડિત લોકોને એવા ખાદ્ય અને પીવાના પદાર્થોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે જે પાચન અને મેટાબોલિઝમ સુધારવામાં મદદ કરે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કમળો થાય ત્યારે શું ખાવું પીવું ?

1). કમળો લીવરને ડેમેજ કરી શકે છે, જેથી આ સ્થિતિમાં નારિયેળ પાણી તમારી મદદ કરી શકે છે. નારિયેળ પાણીથી બનેલ વિનેગર સોજાવાને ઓછો કરે છે અને એન્ટી ઓક્સીડેન્ટના પ્રભાવને વધારે છે.

2). જોન્ડિઝ માટે શેરડીનો રસ સૌથી શ્રેષ્ઠ કહેવાય છે. તે પાચનક્રિયામાં મદદ કરે છે. શેરડીના રસમાં કેટલાક ટીપાં લીંબુના નાંખવાથી સારું પરિણામ મળે છે.

3). કમળાના ઈલાજ માટે લીંબુ શરબત પણ બેસ્ટ છે. લીંબુ પિત્તની નળીકાઓને ખોલવાનું કામ કરે છે.

4). કમળાના દર્દીઓ માટે દહીં અને છાશ પણ ફાયદાકારક રહે છે. એક ગ્લાસ છાશમાં ચપટી મરી અને ગરમ કરેલી ફટકડી મિક્સ કરીને પી શકાય છે. દિવસમાં 3 વાર આવું કરવું જોઈએ.

5). ગાજર, બ્રોકલી, કેળા, કોબીજ, શક્કરિયા જેવા શાકભાજી પણ કમળો મટાડવા મદદરૂપ થાય છે.

6). મૂળાના જ્યુસમાં 10 થી 15 તુલસીના પાનની પેસ્ટ કરીને મિક્સ કરીને પીવાથી કમળામાં રાહત મળે છે. આ પ્રયોગ બે થી ત્રણ અઠવાડિયા સુધી કરવો જોઈએ.

7). પપૈયાના પાનના પેસ્ટમાં અથવા કેળાને મેશ કરીને એક મોટી ચમચી મધ નાખીને અથવા તરબૂચના સેવન કરવાથી રાહત મળે છે.

કમળો થાય ત્યારે ઈંડા, માંસ, જંક ફૂડસ, ફેટ ફૂડસ, પ્રોટીન ફૂડસ, તળેલું, મીઠા ખોરાકથી દુર રહેવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati