Health and women: ડિલિવરી પછી પેટ વધી ગયાની ચિંતા કરશો નહીં, આ પદ્ધતિઓથી થોડા દિવસોમાં વજન ઓછુ થઇ જશે

|

Mar 05, 2022 | 3:09 PM

ડિલિવરી પછી મહિલાઓના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. ખાસ કરીને તેમનું વજન ઝડપથી વધે છે, જેના કારણે મહિલાઓ ઘણીવાર તણાવમાં રહે છે. અહીં જાણો એવી રીતો જે તમારું વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

Health and women: ડિલિવરી પછી પેટ વધી ગયાની ચિંતા કરશો નહીં, આ પદ્ધતિઓથી થોડા દિવસોમાં વજન ઓછુ થઇ જશે
Weight Loss Tips

Follow us on

ગર્ભાવસ્થા (Pregnancy) દરમિયાન, સ્ત્રીના શરીરમાં હોર્મોનલ ફેરફારોની પ્રક્રિયા શરૂ થાય છે, તે ડિલિવરી (Delivery)પછી થોડો સમય ચાલુ રહે છે. આવી સ્થિતિમાં, ડિલિવરી પછી પણ મહિલાનું વજન લાંબા સમય સુધી ઓછું થઈ શકતું નથી. ખાસ કરીને સિઝેરિયન ડિલિવરી પછી ઘણી વાર સ્ત્રીઓનું પેટ બહાર આવે છે. સાથે જ બાળકના ઉછેરની જવાબદારીઓ વચ્ચે મહિલાઓ ઘણીવાર પોતાની તરફ ધ્યાન આપી શકતી નથી. મહિલાના નબળા શરીરનું (Weak Body)ધ્યાન રાખવા માટે, તેને ઘણી બધી વસ્તુઓ ખવડાવવામાં આવે છે, જેના કારણે તેનું વજન ઝડપથી વધે છે. જો ડિલિવરી પછી તમારું વજન અને પેટ ઘણું વધી ગયું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં જાણો એવી રીતો જે તમારા શરીરની ચરબીને થોડા જ દિવસોમાં દૂર કરી દેશે.

ગોળનો રસ

ગોળ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે હલકો અને સુપાચ્ય ખોરાક છે, શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરે છે અને વજન પણ ઘટાડે છે. ગોળનો રસ કાઢીને રોજ પીવો. તેનાથી તમારું વજન ઝડપથી ઘટશે.

અજમાનું પાણી

અજમાનું પાણી વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તમે તેને તૈયાર કરી આખો દિવસ સાથે રાખી શકો છો. તેને તૈયાર કરવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો ઉકાળો. જો તમારે પાણી વધારે પાણી પીવુ હોય તો ગ્લાસની માત્રામાં તેટલી જ ચમચી અજમો નાખી પાણી ઉકાળવુ. આ પાણીને હૂંફાળું પીવો. જો તમે દિવસભર પી શકો તો તે વધુ સારું છે. નહિંતર, તેને સવારે ખાલી પેટે અને બંને વખત ખાધા પછી પીવો. તેનાથી વજન ઘટાડવાની સાથે ગેસની સમસ્યા પણ નહીં રહે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

સ્તનપાન કરાવવાથી દૂર ન રહો

કેટલીક સ્ત્રીઓ તેમના શરીરનો આકાર બદલાઇ જવાના ડરથી બાળકને વધુ ખવડાવતી નથી. પરંતુ સ્તનપાન કરાવવામાં કોઈ સંકોચ ન હોવો જોઈએ. તમે સ્તનપાન જેટલું વધુ કરાવશો, તેટલો વધુ ફાયદો તમારા બાળક અને તમારા બંને માટે થશે. સ્તનપાન બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે, સાથે જ તમારું વજન ઘટાડવામાં અને તમને તમામ રોગોથી બચાવવામાં મદદરૂપ સાબિત થશે.

થોડીવાર ચાલો

જો તમે કસરત ન કરી શકો તો ઓછામાં ઓછું પ્રાણાયામ કરો. તેમજ સવારે અને સાંજે અડધો કલાક ચાલો. ચાલવાથી તમને સારું લાગશે, સાથે જ તમારું વજન ઘટશે, તમારા સ્નાયુઓની જકડાઈ સમાપ્ત થશે અને તમામ શારીરિક અને હોર્મોનલ સમસ્યાઓમાં ફાયદો થશે.

સામાન્ય ચાને બદલે ગ્રીન ટી પીવો

સામાન્ય દૂધની ચાને ગ્રીન ટી સાથે બદલો. ગ્રીન ટી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોવાની સાથે વજન ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. તમે તેમાં અડધુ લીંબુ પણ ઉમેરી શકો છો. જો તમને ચા મીઠી જોઈતી હોય તો મધનો ઉપયોગ કરો. વધુ સારું એ છે કે તમે તેને કંઈપણ ઉમેર્યા વિના પીવો. જેના કારણે તેની અસર ઝડપથી જોવા મળશે.

આ પણ વાંચો-

Fruits : કુદરતી રીતે ચરબી ઘટાડવા આ સાત ફળો કરશે મદદ

આ પણ વાંચો-

Healthy Foods : શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સારું બનાવવા મદદ કરશે આ ફૂડ

Next Article