રોજ માત્ર 15 મિનીટ ચાલો, પછી જુઓ કેવો થાય છે ફાયદો

આપણે બધા નિયમિત કસરતનું મહત્ત્વ તો જાણીએ જ છીએ.  તેની શરીર પર થતી અસર વિષે પણ જાણીએ છીએ. આ બધા જ ફાયદા થતાં હોવા છતાં તમારી પાસે કેટલાક દિવસ કસરત કરવાનો સમય નથી હોતો. જો તમને એવું લાગતું હોય કે, તમે તમારો રોજિંદો વ્યાયામ કરી શકો તેમ નથી, તો ચિંતા ન કરો. તેની જગ્યાએ તમે […]

રોજ માત્ર 15 મિનીટ ચાલો, પછી જુઓ કેવો થાય છે ફાયદો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:33 PM

આપણે બધા નિયમિત કસરતનું મહત્ત્વ તો જાણીએ જ છીએ.  તેની શરીર પર થતી અસર વિષે પણ જાણીએ છીએ. આ બધા જ ફાયદા થતાં હોવા છતાં તમારી પાસે કેટલાક દિવસ કસરત કરવાનો સમય નથી હોતો.

જો તમને એવું લાગતું હોય કે, તમે તમારો રોજિંદો વ્યાયામ કરી શકો તેમ નથી, તો ચિંતા ન કરો. તેની જગ્યાએ તમે થોડો સમય કાઢીને, 15 મિનિટ ચાલીને પણ તેની ખામી પુરી કરી શકો છો. તમે લંચ બ્રેકમાં ચાલી શકો છો. અથવા તો એક ઇવનિંગ વોક પણ લઈ શકો છો. તેમ કરવાથી તમને કસરત જેટલો જ લાભ મળશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

તો ચાલો જાણીએ ચાલવાના લાભ વિષે :

હૃદયના સ્વાસ્થ્ય માટે : શું તમને ખબર છે કે ચાલવાથી તમારો મીજાજ પ્રસન્ન થાય છે. 2016ના એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે માત્ર 12 મિનિટ ચાલવાથી તમારી વિચારદશા સુધરે છે અને તમારો આત્મવિશ્વાસ પણ વધે છે. ચાલવાથી તમારો જ્ઞાનાત્મક દેખાવ સુધરે છે.

ચાલવાથી બ્લડ પ્રેશર નીચુ આવે છે :

અભ્યાસ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે મધ્યમ ચાલે ચાલવાથી ઉચ્ચ રક્તચાપના જોખમને નીચું લાવી શકાય છે.ચાલવાથી ડાયાબિટીસને અટકાવી અથવા અંકુશમાં લાવી શકાય છે. હાવર્ડની નર્સો પર થયેલા એક અભ્યાસ પ્રમાણે, જે સ્ત્રીઓ દીવસ દરમિયાન ઓછામાં ઓછું 30 મિનિટ સુધી ચાલે છે તેમને ડાયાબિટીસનું જોખમ 30% ટકા સુધી ઓછું રહે છે. ચાલવાથી પેટની જે જોખમી ચરબી હોય છે કે જે ડાયાબિટીસ માટે કારણરૂપ છે તે અસરકારક રીતે સંકોચાય છે .

ચાલવાથી કેન્સરનું જોખમ ઘટે છે :

એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે જે સ્ત્રીઓ અઠવાડિયાનું ઓછામાં ઓછું 7 કલાક ચાલે છે તેમને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ 14% સુધી ઘટી જાય છે. યુનિવર્સિટિ ઓફ કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કો અને હાવર્ડ યુનિવર્સીટીના વૈજ્ઞાનીકો પ્રમાણે જે પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર થયું હતું અને તેઓ અઠવાડિયાના ત્રણ કલાક ચાલ્યા છે તેમને પ્રોસ્ટેટ કેન્સરના ઉથલાનું જોખમ ઓછું રહ્યું છે. ચાલવાથી પીડામાં ઘટાડો થાય છે.

ચાલવા માટેની કેટલીક મહત્ત્વની ટીપ્સ : 1).તમારા બાવડાને હલાવો : તમારા બાવડાને 90 ડીગ્રી પર વાળો અને તમારા ખભાથી તેને જુલાવો. તે તમારી અપર બોડી માટે વર્કાઉટ પુરું પાડશે.

2).આરામદાયક શૂઝ પહેરવાનું રાખો : ફ્લેક્સિબલ સોલવાળા કડક હીલ વાળા અથવા કુશનવાળા તળિયા વાળા હળવા શૂઝ પહેરવાનું રાખો. બને ત્યાં સુધી હીલવાળા શૂઝ પહેરવાનું ટાળો. કડક સોલવાળા શૂઝ પહેરવાનું ટાળો તે ફ્લેક્સિબલ નથી હોતા.

3). પોશ્ચર યોગ્ય હોય રાખો : તમારે તમારી દાઢી સીધી રાખીને સીધું જ સામે જોવાનું જોવાનું છે. ચાલતી વખતે તમારું પોશ્ચર બીલકુલ યોગ્ય હોવું જોઈએ. તમારા ખભાને ઢળતા અને પાછળની તરફ તેમજ તમારા કાનથી દૂર રાખો.

4). યોગ્ય પગલા ભરો : વધારે કેલરી બાળવા માટે તમારે ઓછામાં ઓછું 3.5 માઇલ એક કલાકની ઝડપે ચાલવું જોઈએ. ઝડપ વધારવા માટે નાના અને ઝડપી પગલા લો.

5).બને તો કોઈ ચઢાણ વાળા રસ્તા પર ચાલવાનું રાખો : જો તમે વધારે ઝડપથી ચરબી બાળવા માગતા હોવ તો તમારે કોઈ ટેકરીનું ચઢાણ કરવું જોઈએ અથવા તો સીડીઓ ચડવી જોઈએ અથવા તો ટ્રેડમિલ પર પણ તેવી ચઢાણવાળી સ્થીતીમાં ચાલી શકો છો.

સરળ રીતે ચાલવા માટેના 9 ઉપાયો –શાળાએ અથવા કામે ચાલીને જાઓ –જ્યારે તમે કોઈ જાહેર ટ્રાન્સપોર્ટેશનમાં જતા હોવ તો તમારા સ્ટોપથી 1-2 સ્ટોપ વહેેલા ઉતરીને ત્યાં ચાલીને જાઓ. –લીફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરો –તમે જ્યાં જવા માગતા હોવ ત્યાંથી થોડે દૂર તમારુ વાહન પાર્ક કરવાનું રાખો અને પછી તે જગ્યાએ ચાલીને જાઓ. –બપોરના જમણ બાદ ત્યાં બેસી રહેવાની જગ્યાએ એક નાનકડી વોક લઈ લો. –રાત્રી જમણ બાદ પણ તમે ચાલવા જઈ શકો છો. તમે તમારા કુટુંબના સભ્યોને પણ તેમા સામેલ કરી શકો છો. –તમારા સહકર્મીઓ સાથે કામની વાતો કરતી વખતે ચાલતા ચાલતા વાત કરવાનું રાખો.

–બેસીને મ્યુઝીક સાંભળવાની જગ્યાએ ચાલતા ચાલતા મ્યુઝીક સાંભળો. –તમારા કૂતરા અથવા તમારા મિત્ર કે ઓળખીતાના કૂતરાને ચાલવા લઈ જાઓ અથવા તેની સાથે ચાલો.

નિયમિત ચાલવાના ફાયદા અગણિત છે તે માત્ર તમારા શરીર માટે જ સારું નથી પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. ચાલવાથી તમારું મગજ અને શરીર વધારે પ્રફુલ્લીત અને સ્વસ્થ બને છે. ભલે તમે રોજના 5 માઇલ ન ચાલી શકો પણ ઓછામાં ઓછું 15 મિનિટ તો ચાલી જ શકો છો. ચાલવાથી તમારું જીવન બદલાઈ જશે. તો પછી વધારે શું વિચારવું ?

આજથી જ ચાલવાનું શરૂ કરી દો.

આ પણ વાંચોઃઝગડિયાની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી દોડધામ, ગેસ લીકેજની તપાસ કરવા દોડ્યુ તંત્ર 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">